For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રીલંકાએ વિન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ૧૮૭ રનથી વિજય મેળવ્યો

- એમ્બુલ્ડેનિયાની પાંચ અને રમેશ મેન્ડિસની ચાર વિકેટ

- ૩૪૮ના ટાર્ગેટ સામે વિન્ડિઝ ૧૬૦માં ખખડયું : પ્લેયર ઓફ ધ મેચ ડી. કરૃણારત્ને

Updated: Nov 25th, 2021

ગોલ, તા.૨૫

લાસિથ એમ્બુલ્ડેનિયાએ પાંચ અને રમેશ મેન્ડિસે ચાર વિકેટ ઝડપતાં શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝનો ૧૮૭ રનથી કારમો પરાજય થયો હતો. જીતવા માટેના ૩૪૮ના ટાર્ગેટ સામે એક તબક્કે વિન્ડિઝનો સ્કોર ૧૮/૬ થઈ ગયો હતો. જોકે બોન્નેર (૬૮*) અને જોશુઆ ડા સિલ્વા (૫૪)ની જોડીએ ૪૪.૪ ઓવરમાં ૧૦૦ રનની ભાગીદારી કરી વિન્ડિઝને નાલેશીમાંથી ઉગાર્યુ હતુ, પણ તેઓ ટીમને હારથી બચાવી શક્યા નહતા.

શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૃણારત્નેએ પ્રથમ ઈનિંગમાં ૧૪૭ અને બીજી ઈનિંગમાં ૮૩ રન કર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સર્કલની આ શ્રેણીની બીજી ટેસ્ટ ૨૯મી નવેમ્બરથી ગોલમાં જ રમાશે.

ગોલમાં શ્રીલંકાના ૩૮૬ના સ્કોર સામે વિન્ડિઝની પ્રથમ ઈનિંગ ૨૩૦માં સમેટાઈ હતી. જવાબમાં શ્રીલંકાએ બીજી ઈનિંગ ચાર વિકેટે ૧૯૧ રને ડિકલેેર કરતાં વિન્ડિઝને જીતવા માટે ૩૪૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં વિન્ડિઝે ચોથા દિવસના અંતે ૫૨/૬નો સ્કોર નોંધાવ્યો હતો. પાંચમા અને આખરી દિવસે તેઓએ ગઈકાલના સ્કોરમાં વધુ ૧૦૮ રન ઊમેરતા બાકીની ચાર વિકેટ ગુમાવી હતી. બોન્નેર ૨૨૦ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૬૮ રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે જોશુઆ ૧૨૯ બોલમાં ૫૪ રને એમ્બુલ્ડેનિયાનો શિકાર બન્યો હતો.

Gujarat