Get The App

પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શન .

Updated: Nov 19th, 2024

GS TEAM

Google News
Google News
પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શન                                         . 1 - image


- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- હતાશા અને નિરાશા  જેવું લાગે, સતત ચિંતા અને ભય રહ્યા કરે તો માલકાંકણીના બી આશરે પાંચ થી દસ નંગ ખૂબ ચાવીને ખાવા, ઉપર દૂધ પીવું

સ્ત્રી ઓના કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં માસિક પહેલાનું અઠવાડિયું સમસ્યારૂપ થઈ પડે છે. આ સમસ્યા અંતર્ગત દેખાતા લક્ષણોને પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શન-માસિક પૂર્વેનો તનાવ કહેવાય.

 વાસ્તવમાં, આ સમય દરમ્યાન શરીરમાં રહેલાં ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેશેન અને ટેસ્ટોસ્ટેરોન જેવાં હોર્મોન્સની માત્રામાં વધઘટ થાય છે જે સ્ત્રીઓના મન પર પ્રભાવી અસર છોડી જાય છે. જેનાથી તેમના મનોવલણમાં ફેરફારો સર્જાય છે. અને પરિણામ સ્વરૂપ અકારણ ભય, સતત રડયાં કરવું, ઉદાસીન થઈ સૂનમૂન બેસી રહેવું, નાની-નાની વાતોમાં ચીડિયાપણું (IRRITABILITY) 

ક્યારેક સીરોટોનીન જેવાં ન્યુરો ટ્રાન્સમીટરની ઉણપ સર્જાવાથી સ્ત્રીઓ ડિપ્રેશનનો ભોગ બનતી જોવા મળે છે, તો ક્યારેક માતા તરફથી વારસામાં મળતું ઈસ્ટ્રોજન રિસેપ્ટર આલ્ફા નામનું જીન (જનિન) સ્ત્રીને તનાવનો સામનો કરવામાં વિફળ બનાવે છે. આવા જનિન વારસામાં મળતાં હોઈ તેમાં મૂળભૂત ફેરફારો થઈ શકતા નથી. જેથી જ્યારે-જ્યારે પણ માસિક આવે ત્યારે આવી સ્ત્રીઓ પરિસ્થિતિનો સામનો કરી શકતી નથી અને પોતાની અભિવ્યક્તિ ગુસ્સો, ભય કે ક્રોધ દ્વારા વ્યક્ત કરતી જોવા મળે છે.

સમસ્યારૂપ સામાજીક પરિબળો વચ્ચે જીવતી સ્ત્રીઓમાં આવા લક્ષણો વધુ ઉગ્રતાથી વ્યક્ત થતાં જોવા મળે છે. ક્યારેક અતિકામેચ્છા તો ક્યારેક કામેચ્છાનો સદંતર અભાવ, ક્યારેક અતિશય ભૂખ લાગવી તો ક્યારેક દિવસો સુધી ખાવાનું છોડી દેવું, ક્યારેક હર્ષની ઉત્કટ લાગણી તો ક્યારેક ઊંડા શોક કે દુ:ખની લાગણીમાં સ્ત્રીઓ ડૂબી જતી જોવા મળે છે.

માસિક પૂર્વેના દિવસોમાં શરીરમાં સોડિયમ આયન થકી પાણીનો ભરાવો થાય છે, જેનાથી નર્વસ ટિશ્યૂમાં એક પ્રકારના સોજાની સ્થિતિ સર્જાય છે. આ સાથે વજન વધવું. કમરનો દુ:ખાવો, પગની પીંડીમાં કળતર, પેઢુમાં ચૂંક, ચક્કર, ઉબકા જેવાં શારીરિક લક્ષણો દેખાઈ દે છે.

ઉપર જણાવેલ પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શનના લક્ષણોને ગંભીર રોગ માનવાની ભૂલ કરવી નહિ. આમ થવું એ સ્વાભાવિક બાબત છે. અહીં લક્ષણો અનુસાર ઔષધીની સૂચિ આપેલ છે. તે અનુસાર ઉપચાર કરી શકાય.

(૧) માસિક આવતાં પહેલાં ઝીણો તાવ રહે તો ગળોનું ચૂર્ણ પાંચ ગ્રામ રોજ સવારે નરણાં કોઠે પાણી સાથે લેવું.

(૨) પેટ-પેઢુમાં ચૂંક, દુ:ખાવો હોય તો સાંજના ભોજનમાં રાઈ અને હિંગનો ઉપયોગ કરવો. (નોંધ : રાઈ અને હિંગ બંને ખૂબ ગરમ હોવાથી અલ્પ માત્રામાં ઉપયોગ કરવો.) કોટનના કપડાને તાવી પર ગરમ કરી પેટ-પેઢુ પર શેક લેવો. જેથી અટકેલુ માસિક સરળતાથી આવશે અને દુ:ખાવામાં ઝડપી રાહત થશે.

(૩) ચક્કર, અશક્તિ, ઘેન રહે તો દેશી ગુલાબ પત્તી વાટી, જરૂર પ્રમાણે ખાંડ, એલચી અને કેસર મેળવી શરબત બનાવી લેવું. ચકકર સાથે ઉબકા આવતાં હોય તો લીંબુના શરબતમાં ગ્લુકોઝ, નમક અને જીરૂ મેળવી પીવું. માસિક દરમ્યાન ચેપ લાગવાની શક્યતા 

રહેલી હોવાથી સ્વચ્છતા (ઁઈઇર્જીંશછન્ લ્લરૂય્ૈંઈશઈ) રાખવી અને પોષણયુક્ત જીવનશૈલીમાં સ્ત્રીઓએ અપનાવેલી ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલ લેવાની ટેવો ત્યાગવી.

(૪) ઉબકા સાથે ઊલટી થતી હોય, મોઢા વાટે ખાટું-ચીકણુ પ્રવાહી બહાર આવે તો કપૂર કાચલીનું ચૂર્ણ (બે ગ્રામ) સમભાગે સાકર મેળવી દિવસમાં બે વખત ઘી ઉમેરી ચાટવું.

(૫) માસિક ઓછું આવતું હોય હોય અને પીડા થતી હોય તો ખોરાકમાં ખજૂર, પપૈયુ, પાલખ, બીટ, મરી, હિંગનો ઉપયોગ વિશેષ કરવો તથા દિવસ દરમ્યાન પર્યાપ્ત પાણી (આશરે દસથી બાર ગ્લાસ) પીવું.

(૬) માસિક ખૂબ આવતું હોય અને વધારે દિવસો સુધી આવતું હોય તો ખોરાકમાં આમળા, ગળો! નાળિયેરની મલાઈ, ગાયનું દૂધ, ગાયનું ઘી, ધાણા, પાણીમાં પલાળી રાખેલી સુકી કાળી દ્રાક્ષ અને ગુલકંદનો ઉપયોગ કરવો.

(૭) હતાશા અને નિરાશા  જેવું લાગે, સતત ચિંતા અને ભય રહ્યા કરે તો માલકાંકણીના બી આશરે પાંચ થી દસ નંગ ખૂબ ચાવીને ખાવા, ઉપર દૂધ પીવું.

(૮) શરીરમાં દુ:ખાવા, સ્નાયુનું જકડાઈ જવું અને થાકમાં ઘઉંના લોટનો ઘી, ગોળ તથા સૂંઠ ઉમેરેલો શીરો ગરમ-ગરમ ખાવો.

(૯) છાતીમાં ભારેપણું (HEAVINESS OF BREAST) લાગે તો ઉપલેટના ચૂર્ણમાં નમક અને હળદર મેળવી દૂધમાં લસોટી એનો લેપ કરવો.

(૧૦) માસિક પૂર્વે હાથે, પગે તથા ચહેરા પર સોજા જણાય તો સાટોડી અને ગોખરૂ ચૂર્ણ સરખા ભાગે ભેગા કરી આશરે દસ ગ્રામ સવારે નરણાંકોઠે ઠંડા પાણી સાથે લેવું.

(૧૧) વારંવાર રડવું, સ્વભાવનું ચિડિયાપણું, સૂનમૂન થઈ જવું, વિચિત્ર સ્વપ્નો જોવાં ગભરામણ થવી, ગુસ્સો આવવો જેવા લક્ષણો માટે જટામાંસી, શંખપુષ્પી, બ્રાહ્મી ચૂર્ણ અને સાકર સમભાગે મેળવી આશરે પાંચ ગ્રામ જેટલું મિશ્રણ રાત્રે સુતી વખતે ઠંડા પાણી સાથે લેવું. પોતાને થતી સમસ્યાનું આદાન-પ્રદાન કરવું. પોતાના વિચારો અને સમસ્યા વિષે મુક્ત મને ચર્ચા કરવી. જરૂર પડે તો ચિકિત્સકની સલાહ લેવી. કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિ કેળવવી. ધ્યાન (MEDITATION) આ પ્રકારની સમસ્યામાં સારું પરિણામ લાવી શકે.

(૧૨) માસિક દરમ્યાન વધુ પડતો આરામ યોગ્ય નથી. ચુસ્ત થઈ સૂઈ રહેવા કરતાં ભોજન કર્યાના કલાક પછી સો થી બસો ડગલા ચાલવું. જેથી માસિક રસળતાથી આવશે અને પીડા ઘટશે.

Tags :