Get The App

ભારતની પ્રથમ ડ્રોન પાયલોટ શર્મિલા .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ભારતની પ્રથમ ડ્રોન પાયલોટ શર્મિલા                        . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- તૈયાર થયેલા પાક પર જુદા જુદા પ્રવાહી ખાતરોનો છંટકાવ કરવામાં આવે છે અને આ ડ્રોન ફર્ટીલાઈઝરની પાયલોટ બને છે ગામડાની મહિલાઓ

આ જે વાત કરવી છે એક એવા આધુનીક, ટેકનીકલ વ્યવસાયની કે જેની પાંચ વર્ષ પહેલા ગ્રામીણ મહિલાઓએ કે ભારતીય સમાજે કલ્પના પણ નહીં કરી હોય.

એ આધુનીક વ્યવસાય છે : 'ડ્રોન પાયલોટ'

'ડ્રોન સીસટર્સ' ના નામથી ભારતીય ગામડાઓમાં મહિલાઓ માટે એક નવો જ વ્યવસાય ઊભો થયો છે.જેમાં ડ્રોન દ્વારા તૈયાર થયેલા પાક પર જુદા જુદા પ્રવાહી ખાતરોનો છંટકાવ કરવામાં આવે છે અને આ ડ્રોન ફર્ટીલાઈઝરની પાયલોટ બને છે ગામડાની મહિલાઓ.

આજે ફોકસ કરી ભારતની પ્રથમ 'ડ્રોન પાયલોટ 'ની વાત પર તે છે હરિયાણા ગામડા પારડીયા ની શર્મીલા યાદવ.

શર્મીલા યાદવ ૧૨મા સુધી ભણી. ભણવામાં હોશિયાર અને નવું નવું શીખવાની હંમેશા ઈચ્છા ધરાવનાર, શર્મીલા આગળ ભણી પાયલોટ બનવા માંગતી હતી. સ્વચ્છ ભૂરા આકાશમાં તેને પ્લેન ઊડાડવું હતું.

પરંતુ આર્થિક સ્થિતિ આગળ ભણી શકે તેવી ન હોવાથી અને અંતરિયાળ હરિયાણાના ગામડાના વાતાવરણમાં એ ઊંચી ઉડાનનું સ્વપ્ન ક્યાંથી શક્ય બને ? એટલે ૧૨મા ધોરણ પછી શાળા પૂરી થતા શર્મીલાને ભણવામાંથી ઊઠાડી મૂકવામાં આવી. અને ગ્રામ્ય રીત પ્રમાણે પરણાવી દેવામાં આવી.

શર્મિલાની લગ્ન પછીની જિંદગી શરૂ થઈ. જેમાં, ઘરની ચાર દિવલો, કુટુંબની જવાબદારી, ચૂલો-ચોકોને ઘરકામમાં પૂર્ણવિરામ આવી જતું. સમય જતાં બે બાળકો થયા. હવે ઘર અને કુટુંબ ઉપરાંત સંતાનના ઉછેરની પણ જવાબદારી આવી ગઈ આ જીવનના ભાર નીચે શર્મિલાનું પાયલોટ બની આકાશમાં ઉડાન ભરવાનું સ્વપ્ન ક્યાંય રોળાઈ ગયું.

પરંતુ બરાબર ૧૬ વર્ષ પછી, એક દિવસ તેના પતિ, શર્મિલા પાસે એક અર્ધપાયલોટ વ્યવસાયની માહિતી લઈને આવ્યા. અને તે કાર્યક્ષેત્ર હતું ડ્રોન પાયલોટની કામગીરી.

ભારતીય ખેતીક્ષેત્રે અનેક આધુનીક ટેકનોલોજી મિશ્રિત પ્રયોગો થઈ રહ્યા હતા તેમાંનો આ એક હતો.

શર્મિલાના જ શબ્દોમાં જોઈએ તો, 'મારા પતિએ, ડ્રોન પાયલોટ' અંગે માહિતીતો આપી, પરંતુ ૧૬ વર્ષથી શિક્ષણ સાથે નાતો તૂટી ગયો હતો, ઉપરાંત ઘર, કુટુંબને ચાર દિવાલોમાં, પૂરાઈ એકધાર્યું કામ કરવાથી બહારની દુનિયાથી પણ નાતો તૂટી ચુક્યો હતો, તેમાં વળી ટેકનોલોજીનું મિશ્રણ! આ બધાથી અજાણ મારો આત્મવિશ્વાસ જ ડગી ગયો હતો. આથી હું મારા પાયલોટના સ્વપ્ન છતાં પાછી પડી. ત્યારે મારા પતિએ મારા આત્મવિશ્વાસને પુન: જાગૃત કર્યો અને મને 'ડ્રોન મશીન' ના પ્રોજેક્ટ માટે તૈયાર કરી.

જ્યારે વિલાસપુરમાં ૧૫ દિવસની ટ્રેનીંગના વર્ગમાં પ્રથમ વાર મેં પગલું ભર્યું ત્યારે, જાણે મારું પાયલોટ થવાનું સ્વપ્ન આળસ મરડીને બેઠું થયું, અને પછી તો...'

'ડ્રોન સીસ્ટર' પ્રોજેકટમાં સૌ પ્રથમ, જે પ્રથમબેચમાં, પસંદગી પામી તેનો ઈન્ટરવ્યુ લેવાયો, જેમાં શર્મીલાનો પણ ઈન્ટરવ્યુ લેવાયો. આ ઈન્ટરવ્યુમાં, ખેતી અંગેની સામાન્ય માહિતી અંગે પ્રશ્નો પૂછાયા, જેમાં શર્મીલાનું પરફોરમન્સ ઉત્તમ રહ્યું.

શર્મિલા  જણાવે છે કે,'જે સ્ત્રી માથે ઘૂમટો તાણી ઘરના ફળિયાની બહાર ૧૬ વર્ષથી ના નીકળી હોય, તેને ચાર વ્યક્તિ સામે ઇન્ટરવ્યૂ આપતા કેટલો ગભરાટ થાય ? આથી ઇન્ટરવ્યૂ લેવાતા હોલમાં મેં પગ મૂકયો તે જાણે મારા પગના તળિયેથી જમીન સરકતી હોય તેવું મને લાગ્યું. પરંતુ મારા પાયલોટ થવાના સ્વપ્નાએ મારા આત્મવિશ્વાસને જોરદાર ધક્કો માર્યો અને મેં બધા જ પ્રશ્નોના જવાબ હકારાત્મક રીતે આપ્યા.'

આ પછી શર્મિલા અને અન્ય ડ્રોન તાલીમાર્થીઓની લેખિત પરીક્ષા લેવાઈ. જેમાં પાક અંગેના વિવિધપ્રશ્નોને ખાતર, જંતુનાશક દવાઓ વગેરે અંગેના પ્રશ્નો પૂછાયા. જેમાં પણ મારું પરફોમન્સ ઉત્તમ રહ્યું.

આમ મને અને અન્ય ડ્રોન તાલીમાર્થીઓની પસંદગી થઈ અને ડ્રોન ઊડાવવા અંગેના ક્લાસીસ શરૂ થયા.

આ ડ્રોન તાલીમવર્ગોમાં ડ્રોનનું સ્ટ્રક્ચર, ચલાવવાની પદ્ધતિ, સ્વીચબોર્ડ પરનો કંટ્રોલ, જમીનથી કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ, પાક પર ખાતરને જંતુનાશક દવાનો છંટકાવ કરવો, ડ્રોનના એંગલ્સ, બરાબર લઈ 

કઈ રીતે દવાઓ, ખાતરનો છંટકાવ કરવો તે શીખવાડવામાં આવ્યું. ડ્રોનની સ્પીડ કેટલી રાખવી, કદાચ ડ્રોનમાં ક્યારેક ખરાબી થાય તો તેને કેવી રીતે નીચે ઉતારવું, કેવી રીતે હવામાં ટેક ઓફ કરી ઊડાડવું વગેરે શીખવાડવામાં આવ્યું, સાથે પ્રેક્ટીકલ ટ્રેનીંગ પણ આપવામાં આવી.

શર્મિલા જેને ટેકનોલોજી કે ટેકનીકનું કંઈ જ જ્ઞાન ન હતું, તેને પરફોરમન્સ અવ્વલ નંબરનું રહ્યું. (જાણે તેના પાયલોટ થવાના સ્વપ્નએ અજ્ઞાત રીતે શર્મિલા પાસે ઉત્તમ કામ કરાવ્યું ના હોય !)

શર્મિલા યાદવને ભારતની પ્રથમ ડ્રોન પાયલોટ તરીકે ૬૬ પાઉંડ/૩૦ કીલો વજનનું પ્રથમ ડ્રોન પ્લેન મળ્યું. જ્યારે યુરીયાનું પ્રવાહી ખાતર ભરી, પ્રથમ વખત ડ્રોન પ્લેન ટેક ઓફ કર્યું ત્યારે શર્મિલાને એવી જ અનુભૂતિ થઈ કે જાણે ભૂરા સ્વચ્છ આકાશમાં, પ્લેન ઊડાડતી હોય ને  પાયલોટ તરીકે બેઠા હોય ! આ ડ્રોનમાં ૧૦ ન્ ટેન્ક આવેલી છે, ય્ઁજી સેન્સર્સ ખાતર કે અન્ય પ્રવાહીના છંટકાવ માટે આવેલા છે.

ઘરનું બધું જ કામ પતાવી લગભગ, ૨.૦૦ વાગે શર્મિલા તેનું ડ્રોન પ્લેન ચાલુ કરે છે અને તેની ડ્રોન પાયલોટ તરીકે કામગીરી કરે છે. આ પદ્ધતિથી સમયનો બચાવ થાય છે, પાક પર એક સરખું ખાતર ને જંતુનાશક દવાઓનો છંટકાવ થઈ શકે છે, પાક કેટલો થયો, તેમાં કોઈ તકલીફ વગેરે છે તો તેની પણ જાણકારી મેળવી શકાય છે શર્મિલા ઘેર બેઠા ખેતરમાં થયેલો પાક જોઈ શકે છે.

શર્મિલાને પાંચ અઠવાડીયામાં બે વખત ડ્રોન પ્લેનથી ડ્રોન પાયલોટની કામગીરી કરવાની હોય છે. અત્યાર સુધીમાં ૧૫૦ એકર/૬૦ હેક્ટર જમીનના પાકમાં ડ્રોન પ્લેન દ્વારા કામગીરી બજાવી ચૂકી છે. જેમાં તેને ૫૦,૦૦૦ રૂ. થી વધારે કમાણી થઈ છે, જે શર્મિલા પોતાના સંતાનોના ભણતર પાછળ ખરચવા માગે છે.


Google NewsGoogle News