Get The App

ચેટજીપીટી સ્વાસ્થ્ય સંબંધિત સલાહ-સૂચન આપવાનું બંધ કરી દેશે ?

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ચેટજીપીટી સ્વાસ્થ્ય સંબંધિત સલાહ-સૂચન આપવાનું બંધ કરી દેશે ? 1 - image


- n{ýkt yuf Mk{k[kh ðkRh÷ ÚkÞk fu [uxSÃkexe Ãkh nuÕÚk, ÷eøk÷ yLku VkRLkkLMk MktçktrÄík [u®xøk Ãkh «ríkçktÄ {qfkÞku Au

આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અવારનવાર વાત કરી છે કે લોકો પોતાની બીમારી કે તેનાં નાનાં મોટાં લક્ષણો વિશે વધુ જાણવા માટે હવે ચેટજીપીટી જેવા એઆઇ ચેટબોટનું શરણ લેવા લાગ્યા છે. 

અગાઉ આ હેતુ માટે ગૂગલનો ઉપયોગ થતો. (હજી પણ થતો જ હશે.)આપણને માથામાં દુઃખાવો રહેતો હોય તો ‘માઇગ્રેન તો નથી નેએ આપણે ગૂગલને પૂછતા. પેટમાં દુઃખતું હોય તો અસલી ડોક્ટરને બતાવવાને બદલે, ગૂગલને પૂછીએ અને ભલું હોય તો એને દવા પણ પૂછીએ!

લોકો આ વલણ સામે અસલી ડોકટર્સ હંમેશાં અકળામણ અનુભવે કેમ કે દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અલગ અલગ હોય. તેને ગૂગલ જેવા સર્ચ એન્જિન પર જનરલાઇઝ કરવામાં આવે તો વાત સાવ ખોટી જ દિશામાં ફંટાઈ જવાનો ભય રહે.

પરંતુ સર્ચ એન્જિનની સરખામણીમાં એઆઇ ચેટબોટ ડોકટરનું સ્થાન લેવામાં ખાસ્સા સ્માર્ટ પૂરવાર થઈ રહ્યા છે. કેમ કે એ ફક્ત જોઈતી માહિતી આપતાં વેબપેજિસ સૂચવતા નથી, પોતે સ્માર્ટ એનાલિસિસ કરે છે. ઘણા ડોકટર્સ પોતે સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કરતાં કહે છે કે દર્દીના રિપોર્ટ કે લક્ષણો પરથી બીમારીનું સચોટ નિદાન કરવાની આવડત કેળવવામાં તેમને ૨૦-૨૫ વર્ષ લાગી ગયાં, જ્યારે એઆઇ રિપોર્ટ કે લક્ષણોનું એનાલિસિસ કરીને ગણતરીની સેકન્ડમાં અસલી ડોકટર જેવું નિદાન કરી આપી શકે છે.

અલબત્ત એઆઇ ચેટબોટ ઘણી બાબતે બેધડક ખોટું બોલે છે એ જોતાં બીમારી બાબતે પણ તે મોટો લોચો વાળે એવું બની શકે.

આમ છતાં લોકો હવે વધુ ને વધુ પ્રમાણમાં પોતાની બીમારી વિશે એઆઇ ચેટબોટની સલાહ લેતા થઈ ગયા છે.

એ જોતાં હમણાં એક સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું.

સમાચાર એવા હતા કે ઓપન એઆઇ કંપનીએ પોતે જાહેર કર્યા મુજબ ઓક્ટોબર ૨૯, ૨૦૨૫થી ચેટજીપીટી ફક્ત શૈક્ષણિક ટૂલ તરીકે કામ કરશે અને તે સ્વાસ્થ્ય, કાયદાકીય બાબતો કે નાણાકીય બાબતો પર સલાહ આપવાનું બંધ કરી દેશે.

આ સમાચાર દેશદુનિયાનાં અખબારો, ન્યૂઝ સાઇટ્સ અને સોશિયલ મીડિયા પર ખાસ્સા વાઇરલ થયા.

હકીકત એ છે કે આ સમાચાર જ ખોટા છે. ઓપનએઆઇ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ચેટજીપીટીના વર્તનમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ચેટજીપીટીના કામકાજ પર આરોગ્ય, કાયદા તથા નાણાં સંબંધિત નિયંત્રણો આવ્યા હોવાની વાત બિલકુલ ખોટી છે. અલબત્ત કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ચેટજીપીટી આવી મહત્ત્વની બાબતોમાં પ્રોફેશનલ સલાહનો વિકલ્પ બની ન શકે, પરંતુ લોકોને લીગલ કે મેડિકલ બાબતો સમજવામાં મદદ કરવાનું ચેટજીપીટી ચાલુ જ રાખશે. 

Tags :