For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચામાચીડિયામાં વાયરસ કેમ હોસ્ટ બનીને રહી શકે છે ?

સદીઓ સુધી વાયરસ સામે ઝઝુમીને સુપર ઇમ્યૂનિટી મેળવી છે

ઇન્ફલેશન માટે જીનોમમાં પરીવર્તન પણ કર્યુ છે

Updated: Nov 30th, 2020

Article Content Image

ન્યૂયોર્ક,૩૦,નવેમ્બર,૨૦૨૦,સોમવાર 

કોરોનાની પેદાશભૂમિ ગણાતા ચીનના વુહાનની પ્રયોગશાળામાં પણ ચામાચીડિયા પર પ્રયોગ ચાલતા હતા તેમાંથી જ કોરોના વાયરસ છટકયો હોવાની થિએરી ખૂબ જાણીતી  છે. એક માહિતી મુજબ ચામાચીડિયામાં ૬૧ થી પણ વધુ પ્રકારના વાયરસ જોવા મળે છે. ચામાચીડિયું માણસની જેમ સ્તનધારી (મેમલ) જીવ છે અને સ્તનધારી જીવોનું બ્રેઇન અને ચેતાતંત્ર પીઠની પાછળ હોય છે. આ નિશાચર જીવની ઘણી પ્રજાતિઓ માનવ વસાહતની આસપાસ ઝુંડમાં રહે છે. ચામાચીડિયાના કેટલાક જીનોમ પણ માણસને મળતા આવે છે.

વિશ્વમાં ૬૪૯૫ જેટલી પ્રજાતિના સ્તનધારી જીવો રહે છે તેમાંથી ૧૪૦૦ પ્રજાતિ માત્ર ચામાચીડિયાની જ છે. રહેણી કહેણી અને ખોરાકની ટેવના આધારે ચામાચીડિયાને ફળ ખાનારા અને જીવ જંતુ ખાનારા એમ બે સમૂહમાં વહેંચવામાં આવે છે. ફળફૂલ પર જીવતા ચામાચીડિયાની ૧૮૬ જેટલી પ્રજાતિઓ છે જે જુના લાંબા, ઘટાદાર વૃક્ષો, ખંડર તથા જુના ઘરોની છત પર રહે છે. જીવજંતુ ખાનારા ચામાચીડિયા કદમાં નાના હોય છે જે આંખ નહી પરંતુ શિકાર માટે પોતાના શરીરમાં પેદા થતા તરંગોનો આધાર લે છે.

Article Content Image

 પૃથ્વી પર ચામાચીડિયું જ એક માત્ર સ્તનધારી જીવ છે જે ઉડી પણ શકે છે. આ નિશાચર જીવ એક રાત્રિ દરમિયાન ૧૪૦ થી ૧૬૦ કિમી જેટલું ઉડી શકે છે. ચામાચીડિયાની ઉડવાની શકિત પણ વાયરસ ફેલાવવામાં ભાગ ભજવે છે. સૂર્ય પ્રકાશ વગરના અંધકાર ભરેલા ગુફા જેવા સ્થળોએ હજારોની સંખ્યામાં રહે છે. વાયરસને વિકસવા માટે તેનું આ રહેઠાણ એક આદર્શ સ્થિતિનું કામ કરે છે. ચામાચીડિયા ઉડીને બહાર જાય ત્યારે વાયરસ પણ બહાર લેતા આવે છે. પૃથ્વી પર વાયરસ ફેલાવવા માટે સૌથી બદનામ ચામાચીડિયું ખુદ વાયરસથી કેવી રીતે બચી જતું હશે ? તે પણ સમજવું જરુરી છે. આ વિશિષ્ટ જીવ વાયરસ સામે ટકીને સરેરાશ ૩૦ થી ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. આમ તો ચામાચીડિયા પર ખાસ સંશોધનો થયા નથી પરંતુ કોરોના પછી વધુને વધુ સંશોધકો રસ લઇ રહયા છે. ખાસ કરીને વિજ્ઞાાનીઓ ચામાચીડિયાની સુપર ઇમ્યૂનિટીનું વધુને વધુ રહસ્ય શોધવા પ્રયત્નશીલ છે. 

Article Content Image

અમેરિકાની યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરના સંશોધકોના જણાવ્યા અનુસાર ચામાચીડિયાના લાંબા જીવનનું રહસ્ય વાયરસ સામે લડવાની તેની સહનશકિત છે તેનું શરીર ઇન્ફલેમેશન એટલે કે સોજાને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. ચામાચીડિયાએ માણસથી વિપરિત એક વિશિષ્ટતંત્ર વિકસિત કર્યું છે જે વાયરસ ફેલાવાની ગતિને ધીમી કરી શકે છે અને સંતૂલિત સુપર ઇમ્યૂનિટી પેદા કરે છે. આ બેલેન્સ વાયરસ શરીર પર ઉછરતો હોવા છતાં અસર લગભગ ખતમ કરી નાખે છે. વળી ઉડી શકવાની ક્ષમતાના કારણે ચામાચીડિયું શરીરના તાપમાનમાં વધારા અને ઘટાડાને કાબુમાં લઇ શકે છે. ચામાચીડિયાએ મોલિકયૂલરને થતા નુકસાનને અટકાવવાનું પણ શીખી લીધું છે.

ચામાચીડિયાએ ઇન્ફલેશનનો સામનો કરવા માટે પોતાના અનેક જીનોમમાં પરીવર્તન કર્યુ છે, આ તમામ પાસાઓ તેને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. ચામાચીડિયાને સદીઓથી વાયરસ સાથે પનારો પડયો હોવાથી આ ક્ષમતા હજારો વર્ષ પછી વિકસી છે.  ચામાચીડિયામાં નેચરલ કિલર સેલ્સની એકટિવિટી ખૂબ ઓછી હોય છે આથી ઇન્ફેકશનને વહન કરનારા સેલ જલદી મરતા નથી. ચામાચીડિયાનો મેટાબોલિક રેટ ખૂબજ વધારે હોવાથી વધુ પ્રમાણમાં રિએકટિવ ઓકસીજન સ્પીસીઝ (આરઓએસ) બને છે જે વાયરસને રેપ્લીકેટ થતો રોકે છે પરંતુ મ્યૂટેશન વધારીને ઘાતક જરુર બનાવે છે. ચામાચીડિયામાં સ્ટ્રોગ ઇમ્યૂન રિસ્પોન્સ નહી થવાથી સીવિયર લંગ ડેમજ થવાની શકયતા ઓછી રહે છે. 

Gujarat