કઇ એપ્સ તમારું લોકેશન જોઈ શકે ?

- çkÄe yuÃMkLku ykÃkýwt ÷kufuþLk òýðkLke {tsqhe ykÃkðe sYhe LkÚke
આપણા સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી
આપી શકે છે. પરંતુ બધી એપને આવી મંજૂરી આપવી જરૂરી હોતી નથી.
જેમ કે તમે કોઈ મેપ એપ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરી હોય તો તેને તમારું લોકેશન જાણવાની મંજૂરી આપવી
પડે. કોઈ ફૂડ એપને પણ આવી મંજૂરી આપવી પડે.
પરંતુ કોઈ ગેમ આવી મંજૂરી માગે તો એ બિનજરૂરી ગણાય. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ
કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ તપાસી જોવું હોય તો નીચેનાં પગલાં
લઈ શકાય.
સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં, એપ્સમાં જાઓ.
આથી ફોનમાં ઇન્સ્ટોલ્ડ તમામ એપ્સની યાદી ઓપન થશે. તેમાં નીચેની તરફ એપ પરમિશન્સનો વિકલ્પ જોવા મળશે. બીજો
રસ્તો, સેટિંગ્સમાં જઈને Permission Manager સર્ચ કરી લેવાનો છે. બંને રીતે જે પેજ પર પહોંચો, તેના પર, તમે જુદી જુદી એપ્સને આપેલી મંજૂરીઓ જોઈ શકશો (ફોન અનુસાર
અહીં સુધી પહોંચવાનો રસ્તો થોડો જુદો હોઈ શકે છે).
તેમાં લોકેશન વિકલ્પમાં જાઓ. અહીં જોશો તેમ, તમારા ફોનમાંની જેટલી એપ
તમારું લોકેશન જોઈ શકે તેમ હોય તેની યાદી જોવા મળશે.
અમુક એપ સતત તમારું લોકેશન જોઈ શકતી હશે,
તો કેટલીક એપ તમે તેનો
ઉપયોગ કરી રહ્યા હો ત્યારે જ તમારું લોકેશન જોઈ શકે એવી તમે મંજૂરી આપી હશે.
આ યાદી પર નજર ફેરવીને નક્કી કરી લો કે કઈ કઈ એપને તમારું લોકેશન જણાવવાની
જરૂર નથી. એ એપ પર ક્લિક કરી, તેને આપેલી લોકેશન જાણવાની
મંજૂરી તમે બંધ કરી શકશો.

