For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ મચ્છર જ તમને બચાવશે ડેંગૂથી, બીમારીથી મળશે ઝડપથી મુક્તિ

Updated: Dec 3rd, 2019


નવી દિલ્હી, 3 ડિસેમ્બર 2019, મંગળવાર

મચ્છરના કરડવાથી વ્યક્તિ બીમાર પડે છે તેવી માન્યતા છે. ખાસ કરીને ડેંગૂ જેવી બીમારી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર કરડવાથી વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. પરંતુ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય રિસર્ચર ટીમએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે ઈંડોનેશિયા, વિયતનામ, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાના અનેક સમુદાયોમાં ડેંગૂનો ચેપ ઝડપથી ઘટી રહ્યો છે. ટીમનું કહેવું છે કે આમ થવાનું કારણે ખાસ રીતે જન્મેલા મચ્છરો છે. આ મચ્છરોને લેબોરેટ્રીમાં તૈયાર કરવામાં આવે છે. 

આ મચ્છરોનું પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે તે ડેંગૂ અને અન્ય વાયરસને ફેલાતા અટકાવે છે. આ મચ્છરો સાથે ખાસ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા જીવજંતુઓમાં હોય છે પરંતુ માણસો માટે તે નુકસાનકારક હોય છે. આ પરિક્ષણની સફળતાનો પહેલો સંકેત ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો. ઉત્તરી કીંસલેન્ડના વિસ્તારમાં વોલબાશિયા બેક્ટેરિયાવાળા મચ્છરોને 2011માં છોડવામાં આવ્યા હતા. ધીરે ધીરે આ મચ્છર સ્થાનીય આબાદી સાથે ભળી ગયા. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ડેંગૂનો ફેલાવ ત્યારે થાય છે જ્યારે કોઈ મચ્છર પીડિત વ્યક્તિને કરડે અને ત્યારબાદ અન્યને કરડે. આ પ્રક્રિયાને વોલબાશિયા બેક્ટેરિયા અટકાવી દે છે. સિમ્મંસનું કહેવું છે કે નોર્થ કીંસલેન્ડના વિસ્તારોના સમુદાયોમાં સ્થાનીય સ્તર પર સંક્રમણ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે. 

જો કે હવે તેની સાચી અગ્નિપરીક્ષા એશિયા અને લેટિન અમેરિકામાં થશે. અહીં ડેંગુની બીમારી ભયંકર રીતે ફેલાઈ રહી છે. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો લાખો લોકો તેનાથી પીડિત રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઈંડોનેશિયાઈ સમુદાયોમાં 2016માં આ મચ્છરોને છોડવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં ડેંગૂના તાવના કેસમાં 76 ટકાનો ઘટાડો થયો છે. 



Gujarat