For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈસરોની 'શુક્રયાન' માટે તૈયારી, સ્વીડનના ઉપકરણો પણ લઈ જાશે

- ૨૦૨૩-૨૪માં ભારતનું પ્રથમ શુક્રયાન રવાના થવાની શક્યતા

- સ્વીડિશ ઈન્સ્ટિટયૂટ ઓફ સ્પેસ ફિજિક્સનું ઈસરો સાથે જોડાણ

Updated: Nov 26th, 2020

(પીટીઆઈ) બેંગાલુરુ, તા.૨૬

ચંદ્ર-મંગળ પછી ઈસરોએ હવે શુક્ર (વિનસ) પર યાન મોકલવાની તૈયારી કરી દીધી છે. ઈસરોના પ્રથમ શુક્રયાન સાથે સ્વીડને જોડાવવાની તૈયારી દાખવી છે. સ્વીડનના ભારત સ્થિત એમ્બેસેડર ક્લાસ મોલિને કહ્યું હતું કે પ્રથમ ચંદ્રયાન વખતે જ સ્વીડને ઈસરો સાથે જોડાણ કર્યું હતું, એ શુક્રયાન વખતે પણ ચાલુ જ રહેશે. સ્વીડિશ ઈન્સિસ્ટયૂટ ઓફ સ્પેસ ફિઝિક્સ ભારતના શુક્રયાન સાથે પોતાના પે-લોડ (ઉપકરણો) પણ મોકલશેય

ભારત ૨૦૨૩માં શુક્રયાન રવાના કરવા માંગે છે. જોકે કોરોનાકાળને કારણે મિશન એકાદ-બે વર્ષ પાછળ ઠેલાય એવી પુરી શક્યતા છે. સ્વીડન ભારતના આ મિશન સાથે વિનિસિયન નેચરલ્સ એનલાઈઝર (વીએએન) મોકલવા માંગે છે. આ ઉપકરણનું કામ શુક્રના વાતાવરણમાં ઠલવાતા સુર્યના કણોનો અભ્યાસ કરવાનું રહેશે. ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન રવાના કર્યું ત્યારે અન્ય દેશો ભારતના મિશન અંગે શંકા-કુશંકા કરતા હતા, પણ સ્વીડને પહેલેથી ભારતમાં વિશ્વાસ મુક્યો હતો અને પોતાના ઉપકરણ મોકલવાની જાહેરાત કરી હતી.

શુક્ર દર ૧૯ મહિને પૃથ્વીની થોડો નજીક આવતો હોય છે. એટલે કે દર ૧૯ મહિને શુક્ર તરફ યાન રવાના કરવાની તક મળી શકશે. મોલિને કહ્યું હતું કે ભારત અવકાશ સંશોધનમાં શાંતિપૂર્ણ રીતે અને મક્કમપણે આગળ વધી રહ્યું છે, માટે સ્વીડન હંમેશા સાથ આપશેે જ.ઈસરો અંદાજે અઢી હજાર કિલોગ્રામનું શુક્રયાન રવાના કરવા માંગે છે.

 

મંગળ પર ચાર અબજ વર્ષ પહેલા ભયાનક પુર આવ્યું હશે

નાસાના મંગળ પર પહોંચેલા યાન ક્યુરિયોસિટી રોવરના ડેટાનો વિજ્ઞાાનીઓ અભ્યાસ કરી રહ્યા છે. લેટેસ્ટ તારણ પ્રમાણે મંગળ પર ચાર અબજ વર્ષ પહેલા મેગાફ્લડ (ભયાનક પુર) આવ્યું હશે. મંગળના ગાલે ક્રેટર નામના વિશાળ ગોબામાં જમીન પર પડેલા લિસોટા સ્પષ્ટ જોવા મળે છે. આ લિસોટા એ એ વખતના પાણીના વહેણના હોવાની વિજ્ઞાાનીઓની માન્યતા છે. પાણી હતું, તો પછી એ વખતે મંગળ પર જીવન પણ હોય એવી પુરી શક્યતા છે. સંશોધકોએ કહ્યું હતું કે જે પ્રકારના જમીન પર નિશાન જોવા મળેે છે, એ પાણીના પ્રવાહ સિવાય બીજી કોઈ રીતે બન્યા હોવાની શક્યતા નથી. 

Gujarat