ટ્વીટરમાંની ટ્વીટ્સ સીધી વોટ્સએપ પર શેર કરો- માત્ર ભારતમાં


એક તરફ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એકબીજાનાં પોપ્યુલર ફીચર્સની કોપી કરીને એકમેકની હરીફાઈ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ જુદાં જુદાં પ્લેટફોર્મ એકમેકની નજીક પણ આવી રહ્યાં છે. જેમ કે ટ્વીટરમાં યૂઝર પોતાની કે અન્ય લોકોની ટ્વીટ, ટ્વીટર પરથી વોટ્સએપમાં શેર કરી શકે એવું ફીચર પણ આવ્યું છે. આ ફીચર માત્ર ભારતમાં રોલઆઉટ થઈ રહ્યું છે. વોટ્સએપની લોકપ્રિયતા જુઓ કે ટ્વીટરે ભારતમાં તેના શેર બટરને સ્થાને જ વોટ્સએપનો લોગો મૂકી દીધો છે! જૂના શેર બટનની મદદથી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ શેર કરવા ઉપરાંત તેને બુકમાર્ક કરવી, ડાયરેક્ટ મેસેજથી અન્યોને મોકલવી કે ટ્વીટની લિંક કોપી કરવા જેવા વિકલ્પો મળતા હતા, તેમાં એક વોટ્સએપ પણ વિકલ્પ હતો. હવે એ જ મુખ્ય છે! વોટ્સએપ બટનને ક્લિક કરતાં વોટ્સએપ સહિત બાકીના વિકલ્પો દેખાશે. ટ્વીટરને વોટ્સએપ સાથે લિંક કરવાના બંને પક્ષે લાભ છે. ભારતમાં વોટ્સએપ અત્યંત લોકપ્રિય હોવાથી યૂઝરને વોટ્સએપ પરના પોતાના ફ્રેન્ડઝ કે ગ્રૂપમાં ટ્વીટર પરથી કંઈ પણ શેર કરવું સહેલું બનશે અને બીજી તરફ ટ્વીટરને વોટ્સએપની પોપ્યુલારીટીનો ફાયદો મળશે જોકે આ પહેલાં શેરચેટ સોશિયલ નેટવર્કમાં પણ આવી સુવિધા ડાયરેક્ટ વોટ્સએપમાં કન્ટેન્ટ શેર કરવાની સુવિધા આવી ચૂકી છે.

City News

Sports

RECENT NEWS