હવે મેપ્સમાં મદદ કરશે એઆઈ માર્ગદર્શક

- Mk[o, çkúkWÍh ÃkAe nðu {uÃMk{kt Ãký yuykRLkku {kuxk ÃkkÞu ÃkøkÃkuMkkhku
લોકો ગૂગલ મેપ્સના ભરોસે રહીને અડધા બંધાયેલા પૂલ પરથી નદીમાં ખાબક્યા કે કાર
તળાવમાં પહોંચી કે સાવ સાંકડી ગલીમાં ફસાઇ... એવા બધા સમાચાર આપણે છાશવારે અખબાર, ન્યૂઝ સાઇટ્સ પર વાંચીએ છીએ, પણ એ હકીકત છે કે ડિજિટલ
મેપ્સ એપ્સને કારણે આપણું કામ ઘણું સહેલું બની ગયું છે.
આપણે કોઈ અજાણી જગ્યાએ જવાનું હોય કે પછી જાણીતા રસ્તે, રસ્તામાં કેટલો ટ્રાફિક છે એ જાણવું હોય,
ગૂગલ મેપ્સ જેવી એપ
આપણું ખરેખર સરસ રીતે માર્ગદર્શન કરે છે. નજીકની રેસ્ટોરાંથી લઈને હાઇવે પર
પેટ્રોલ પંપ શોધવામાં પણ એ આપણી સરસ રીતે મદદ કરે છે. પરંતુ આ બધું કામ, ફોન આપણા હાથમાં હોય, આપણે મેપ્સ એપથી ખાસ્સા
પરિચિત હોઈએ ત્યારે સહેલું બને. કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં એન્ડ્રોઇડ ઓટો કે
એપલ કારપ્લેથી નેવિગેશનની સુવિધા તો મળે છે,
પણ મેપ્સ એપ સાથેની
આપણી વાતચીત એકદમ સહેલી રહેતી નથી.
હવે આ સ્થિતિ બદલાવામાં છે. ગૂગલ મેપ્સ એપમાં પણ ગૂગલ જેમિની એઆઇ મોટા પાયે ઇન્ટિગ્રેટ થઈ રહી છે. આપણું માર્ગદર્શન વધુ મજેદાર બનશે એ નક્કી!
{uÃMk{kt
ðkuRMk f{kLz íkku Au, Ãký...
તમારો અનુભવ હશે, તમે પતિ-પત્ની કે બે મિત્રો
કારમાં ક્યાંક જતા હો, જ્યાં જવાનું હોય એ લોકેશનના
રસ્તાનો તમને પૂરો અંદાજ ન હોય તો એવે
સમયે વાહન ચલાવતી વ્યક્તિની બાજુમાં બેઠેલી વ્યક્તિના માથે મોટી, કાંટાળી જવાબદારી આવી પડે.
કારમાં ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીન ન હોય તો ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિએ
પોતાના ફોનમાં મેપ્સ એપ ઓપન કરીને, જ્યાં જવાનું છે તે
ડેસ્ટિનેશન નાખીને તેને માટે નેવિગેશન ઓન કરવું પડે. મેપ્સમાં રસ્તો જોતાં જોતાં, ઓવરબ્રિજ આવે તો તેના પર ચઢવાનું છે કે બાજુમાંથી જવાનું છે એ નક્કી કરવું
પડે. રસ્તામાં ક્યાં કેટલો ટ્રાફિક છે, વચ્ચે કોઈ ડાયવર્ઝન છે કે
નહીં એ બધું જોવું પડે. ગૂગલ મેપ્સ એપ ખોટે રવાડે તો ચઢાવતી નથી ને તેની પણ
સાવધાની રાખવી પડે.
એવે સમયે સાંજના ભીડભર્યા ટ્રાફિકમાં ગાડી ચલાવીને કંટાળેલા પતિ મહાશય
ટ્રાફિકની ખીજ પત્ની પર ઉતારે ને પછી આખે રસ્તે ગૂગલ મેપ્સના વાંકે બંને વચ્ચે
ચકમક ઝરતી રહે.
કારમાં ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ હોય, તમે એન્ડ્રોઇડ ઓટો કે એપલ કારપ્લે
કનેક્ટ કરીને તેમાં નેવિગેશન કરતા હો તો પણ વાહન ચલાવતી વખતે વારંવાર સ્ક્રીન પર
મેપ્સમાં જોવું ફાવે નહીં. પરિણામે એ જવાબદારી પેસેન્જર સીટ પર બેઠેલી વ્યક્તિ પર
આવે.
ને વળી, ચકમક, રકઝકનો દોર ચાલતો રહે.
કારમાં આપણી મદદ કરવા માટે બીજી કોઈ વ્યક્તિ ન હોય તો આપણે જાતે, ગૂગલ સાથે વોઇસ કમાન્ડથી થોડું ઘણું કામ ચલાવી શકીએ, પણ એની સમજ તો અકળાયેલી પત્ની (કે પતિ!) કરતાં પણ ઓછી પડે, એટલે આપણે જાતે સ્ક્રીન પર આંગળી ફેરવ્યા વિના છૂટકો ન રહે.
આ બધી આપણે માટે રોજની વાત થઈ ગઈ છે. પરંતુ હવે સ્થિતિ ખાસ્સી બદલાય તેવી આશા
જાગી છે. ઇન્ટરનેટ પરની લગભગ બધા જ પ્રકારની સર્વિસ, વેબસાઇટ્સ અને એપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો વ્યાપક ઉપયોગ કરવા લાગી
છે. દેખીતું છે કે ગૂગલ પણ તેમાં બાકાત ન રહે.
ગૂગલની અન્ય સર્વિસિસની જેમ, મેપ્સમાં પણ વિવિધ રીતે એઆઇ ટૂલ ઉમેરાવા લાગ્યાં છે. જેમ કે મેપ્સમાં પણ હવે આપણે સર્ચ બારમાં લેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ અનેે આપણને દેખાતી કોઈ પણ બાબત, જેમ કે કોઈ લેન્ડમાર્ક, કેમેરાથી કેપ્ચર કરીને મેપ્સમાં તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ. એ સિવાય મેપ્સમાં જુદી જુદી બાબતોના રિવ્યૂની એઆઇ જનરેટેડ સમરી પણ મેળવી શકાય છે. આ બધું, એઆઇ સાથેની સહજ વાતચીતથી શક્ય બનશે, એ અત્યારના વોઇસ કમાન્ડથી બહેર હોવાની આશા રાખી શકાય. કેમ કેગયા અઠવાડિયાથી આખી વાતે નવો વળાંક લીધો છે - કેવી રીતે, એ જાણવા નીચેની તરફ વળો!
fkh{kt
çkkswLke Mkex{kt fkuE òýfkh £uLz nkuÞ yuðe heíku LkurðøkuþLk ÚkE þfþu
વાતવાતમાં માર્ગદર્શન
ગૂગલ મેપ્સમાં ગૂગલની એઆઇ સર્વિસ જેમિની વ્યાપક રીતે ઇન્ટિગ્રેટ કરી દેવામાં
આવી છે. આ કારણે હવે આપણે એકલા વાહન ચલાવી
રહ્યા હોઇએ કે પછી બાજુની સીટમાં પત્ની કે કોઈ ફ્રેન્ડ હોય, આપણે નેવિગેશન બાબતે તેની સાથે માથાકૂટમાં ઉતર્યા વિના મેપ્સ એપ્સ સાથે એકદમ
સાહજિક રીતે વાતચીત કરતા હોઇએ એ રીતે માર્ગદર્શન મેળવી શકીશું.
એનો અર્થ એ થયો કે હવે આપણી બાજુની સીટમાં, આપણે જે અજાણ્યા લોકેશન પર જઇ રહ્યા હોઇએ તેના ખૂણેખૂણાથી એકદમ માહિતગાર હોય
તેવી કોઈ જાણકાર, સ્માર્ટ ને અનુભવી વ્યક્તિ
કારમાં આપણી સાથે હોય એવી સ્થિતિ સર્જાશે. આપણે રસ્તા વિશે જે કંઈ ગૂંચવણ કે
મૂંઝવણ હોય તે તેને નેચરલ લેંગ્વેજમાં પૂછી શકીશું અને ગૂગલ મેપ્સમાંની જેમિની ટૂલ
જે તે વિસ્તાર વિશેનો તેની પાસેનો અફાટ ડેટા ફંફોસીને આપણને જોઈતી માહિતી તરત જ
આપશે.
આનો અર્થ એ પણ થયો કે આપણે વાહન ચલાવતી વખતે કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ગૂગલ મેપ્સમાં ખાખાંખોળાં કરવાં પડશે નહીં. એન્ડ્રોઇડ ઓટો કે એપલ કારપ્લેને કારણે વાહન ચલાવતી વખતે મેપ્સનો ઉપયોગ ઘણો સલામત બન્યો છે તેમ છતાં ડ્રાઇવિંગ કરતાં કરતાં સ્ક્રીન પર આંગળીના લસરકે કોઈ નવી માહિતી શોધવાનું કામ અઘરું પણ છે અને જોખમી પણ છે. હવે સલામતી વધશે, કેમ કે ઘણું ખરું કામ સહજ વાતચીતથી શક્ય બનશે.
કોમ્પ્લેક્સ ક્વેરી પણ હેન્ડલ કરશે
ડ્રાઇવિંગ કરતાં કરતાં આપણું ધ્યાન જાય કે ગાડીમાં પેટ્રોલ ખૂટવા આવ્યું છે તો
આપણે રસ્તા પરનો નજીકનો પેટ્રોલ પંપ શોધવો પડે. બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિને
મેપ્સનો ઉપયોગ બરાબર ફાવતો ન હોય તો ડ્રાઇવરે પોતે ડ્રાઇવિંગની સાથોસાથ સ્ક્રીન પર
મેપ્સમાં નજીકનો પેટ્રોલ પંપ શોધવાની મથામણ કરવી પડે.
ગૂગલ મેપ્સમાં જેમિની ઉમેરાઈ જવાને કારણે આ કામ ઘણું સહેલું બની જશે. આપણે
રસ્તા પરથી પોતાનું ધ્યાન હટાવ્યા વિના, મેપ્સને નજીકનો પેટ્રોલ પંપ
બતાવવાનું કહી શકીશું અને તે મેપ્સ પર જવાબ આપશે.
વાત એઆઇની છે એટલે તે કોમ્પ્લેક્સ ક્વેરીને પણ હેન્ડલ કરી શકશે. જેમ કે આપણે
ડ્રાઇવિંગ કરતાં કરતાં મેપ્સને નજીકનું, સારા રિવ્યૂ ધરાવતું વેજ
રેસ્ટોરાં શોધવાનું કહી શકીશું અને સાથોસાથ ત્યાં પહોંચવાનો રસ્તો બતાવવાનું પણ
કહી શકીશું. મેપ્સ આ બંને સવાલના એક સાથે જવાબ આપશે.
આ બધું અત્યારે મેપ્સમાં ઘણે અંશે શક્ય છે, પણ આખી વાત એકદમ સહેલી કે સહજ નથી.
ઉપરાંત, આપણે પોતાની મરજી હોય તો જીમેઇલ, કેલેન્ડર જેવી એપને મેપ્સ સાથે કનેક્ટ કરવાનું જેમિનીને કહી શકીશું. એ પછી મેપ્સમાં કોઈ પ્લેસ શોધીને એ સ્થળે આવતીકાલે બપોરે ત્રણ વાગે મિટિંગની ઇવેન્ટ કેલેન્ડરમાં ઉમેરવાની જેમિનીને સૂચના પણ આપી શકીશું.
સામે ચાલીને માહિતી આપશે
આપણે જાણીએ છીએ કે એઆઇ ટૂલ જુદી જુદી બાબતો તપાસીને તેની સમરી આપવામાં પાવરધાં
હોય છે.
આ વાતનો લાભ ગૂગલ મેપ્સમાં પણ મળશે.
જેમ કે આપણે અમદાવાદમાં લો ગાર્ડન એરિયામાં જવા માટે મેપ્સ એપમાં લોકેશન સર્ચ
કરીએ કે સેટ કરીએ એ સાથે મેપ્સ એપમાંનું જેમિની ટૂલ લો ગાર્ડન એરિયાની ખાસિયતો
આપણને જણાવશે - સામે ચાલીને.
જેમ કે એ કહેશે કે લો ગાર્ડન એરિયામાં ભરતગૂંથણની ચીજવસ્તુઓ અને એથનિક
ડ્રેસનું મોટું માર્કેટ છે. પરંતુ કોઈ શોપમાં ફિક્સ્ડ રેટ હોતા નથી એટલે વેપારી
સાથે પૂરા જોશથી ભાવતાલ કરશો તો ફાયદામાં રહેશો! મેપ્સ એપ્સ આપણને લો ગાર્ડની
એરિયાની માર્કેટના ફોટોગ્રાફ પણ બતાવશે. સાથોસાથ એ પણ કહેશે કે અહીં લારીઓમાં મળતી
સેન્ડવીચ, દાળવડાં કે ભૂંજેલાં રતાળુની
મજા માણવાનું ચૂકશો નહીં!
આ બધી ઇન્ફર્મેશન આપતા પેજ પર લો ગાર્ડન એરિયામાં પાર્કિંગની સુવિધા છે કે
નહીં અને હોય તો ક્યાં છે તે પૂછવાના બટન પણ જોવા મળશે. અથવા આપણે આ બધી વાતો વિશે
આગળ સવાલ જવાબ મૌખિક રીતે પણ કરી શકીશું.
ફરી, લગભગ આ બધું જ અત્યારે ગૂગલ
મેપ્સમાં ઘણે અંશે શક્ય છે, પણ તેની રજૂઆત એઆઇને કારણે
ઘણી બદલાઈ જશે. થોડાં વર્ષ પહેલાંના ગૂગલ સર્ચ અને હાલના એઆઇ ચેટિંગમાં જે તફાવત
આપણને જોવા મળે છે, તેવો જ તફાવત મેપ્સમાં જોવા
મળે તો નવાઈ નહીં.

