Get The App

તમારા પીસી કે લેપટોપનું ડેસ્કટોપ સતત ભરચક રહે છે ?

Updated: Dec 3rd, 2023

GS TEAM

Google News
Google News
તમારા પીસી કે લેપટોપનું ડેસ્કટોપ સતત ભરચક રહે છે ? 1 - image


જો તમારે નિયમિત રીતે પીસી કે લેપટોપ પર કામ કરવાનું થતું હશે તો બીજા ઘણા લોકોની જેમ કદાચ તમને પણ ફાઇલ્સ કામચલાઉ ધોરણે ડેસ્કટોપ પર સેવ કરી લેવાની ટેવ હશે. પરંતુ એ ફાઇલ્સ પછી ડેસ્કટોપ પર કાયમ માટે ગોઠવાઈ જતી હોય છે!

આ કારણે ધીમે ધીમે ડેસ્કટોપ પર ફાઇલ્સ, ફોલ્ડર્સના શોર્ટકટ્સ અને પ્રોગ્રામ્સના આઇકન્સનો ભરાવો થતો જાય છે. પીસી પર આપણા કામની શરૂઆત ડેસ્કટોપના દર્શનથી જ થતી હોય છે. ડેસ્કટોપ ભરચક હોય તો તેની અસર આપણા મૂડ ઉપર થાય છે તે જ રીતે કમ્પ્યૂટરના પર્ફોર્મન્સ પર પણ થાય છે.

ડેસ્કટોપ ખાલી રાખવાનું બીજું એક ખાસ કારણ પણ છે. ડેસ્કટોપ પર આપણે જે કંઈ સાચવીએ એ બધું જ કમ્પ્યૂટરની સી ડ્રાઇવમાં સ્ટોર થતું હોવાને કારણે જો કમ્પ્યૂટરમાં કોઈ અણધારી ખામી સર્જાય અને તેને ફોર્મેટ કરવાનું થાય તો સી ડ્રાઇવમાંનો બધો ડેટા ગુમાવવાની સ્થિતિ આવે છે. પરિણામે ડેસ્કટોપ પર સાચવેલું બધું પણ આપણે ગુમાવવું પડે છે. આ જ કારણે કમ્પ્યૂટરમાંનો આપણો બધો ઉપયોગી ડેટા સી સિવાયની ડ્રાઇવમાં સેવ કરવો હિતાવહ છે,

આથી એક વાર સમય કાઢીને તમે ડેસ્કટોપ પર તમે જે કંઈ સાચવ્યું હોય તેના પર નજર ફેરવી લો. તેમાંથી જે કંઈ કામનું હોય તેને ડેસ્કટોપ પરથી કટ કરીને અન્ય ડ્રાઇવમાંના સંબંધિત ફોલ્ડરમાં પેસ્ટ કરી દો. કમ્પ્યૂટર પ્રોગ્રામ્સના આઇકન્સ દૂર કરવાથી એ પ્રોગ્રામ અનઇન્સ્ટોલ થશે નહીં એટલે એ વાતની ચિંતા રાખશો નહીં.

Tags :