For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

iPhoneનો દબદબો, હાંસલ કર્યો 25% બજાર હિસ્સો: ભારતમાં ચાઈનીઝ બ્રાન્ડ શાઓમીની કથળતી સ્થિતિ

Updated: Jan 19th, 2023

Article Content Image

અમદાવાદ, તા. 19 જાન્યુઆરી 2023, ગુરુવાર 

2022માં ભારતનું સ્માર્ટફોન શિપમેન્ટ ઘટીને 151.6 મિલિયન યુનિટ થયું છે, જે 2021ની સરખામણીમાં 6 ટકા ઘટ્યું છે તેમ માર્કેટ રિસર્ચ ફર્મ કેનાલિસે એક રિપોર્ટમાં જણાવ્યું હતુ. ગત વર્ષે શિપમેન્ટમાં ચોથા ક્વાર્ટરમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યાં આયાત 27 ટકા ઘટીને 32.4 મિલિયન યુનિટ્સ થઈ હતી.

ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી 2022માં સૌથી ટોચની બ્રાન્ડ રહી છે પરંતુ 2022ના ચોથા કવાર્ટરમાં કંપનીનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે. પ્રથમ સ્થાનેથી તે ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળામાં 5.5 મિલિયન યુનિટના શિપમેન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે. રિયલમીએ વધુ એક ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ છે જેણે આ ક્વાર્ટરમાં 2.7 મિલિયન યુનિટના શિપમેન્ટ સાથે ડાઉનવર્ડ ટ્રેન્ડનો સામનો કરવો પડ્યો હતો.

2017ના ત્રીજા કવાર્ટરમાં શાઓમીને ટોપ પોઝીશન ગુમાવનાર દક્ષિણ કોરિયન કંપની સેમસંગે 2022ના ચોથા કવાર્ટરમાં 21 ટકાના બજાર હિસ્સા માટે 6.7 મિલિયન યુનિટ્સનું શિપમેન્ટ કરી ફરી ટોચનું સ્થાન પાછું મેળવ્યું હતું. નંબર બે અને ત્રણ પોઝીશન ચીની બ્રાન્ડ્સ વીવો(6.4 મિલિયન) અને ઓપ્પો(5.4 મિલિયન યુનિટ્સ)ને ફાળે છે.

વૈશ્વિક મોરચે 2022ના ચોથા ત્રિમાસિકગાળામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં 17 ટકાનો ઘટાડો થયો હતો અને સમગ્ર 2022માં શિપમેન્ટ 11 ટકા ઘટીને 1.2 અબજથી ઓછા થઈ ગયા હતા. ચીનના ઝેંગઝોઉમાં ઘટતી માંગ અને ઉત્પાદન સમસ્યાઓ છતાં ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં એપલે ચોથા કવાર્ટરમાં ટોચનું સ્થાન મેળવ્યું અને અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક બજાર હિસ્સો 25 ટકા હાંસલ કર્યો છે. સેમસંગ 20 ટકા બજાર હિસ્સા સાથે ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં બીજા ક્રમે છે પરંતુ સમગ્ર વર્ષ માટે સૌથી મોઊગગ વિક્રેતા રહી છે.

Gujarat