Googleમાં કામ કરવું હોય તો થઈ જાઓ તૈયાર, ગ્રેજ્યુએટ્સ આ રીતે કરી શકશે અરજી
Google Jobs : ગૂગલ એક ઈન્ટરનેટ સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપતી કંપની છે. અને જો તમે આ કંપનીમાં કામ કરવા માંગતા હોવ અને તમારી પાસે યોગ્ય લાયકાત હોય તો હવે તમારી પાસે એક સારી તક છે.
આ પણ વાંચો : 'કોરોના લૉકડાઉનની અસર ચંદ્ર ઉપર પણ થઇ હતી...' વિજ્ઞાનીઓએ કર્યો ચોંકાવનારો દાવો
ગૂગલે સોફ્ટવેર એન્જિનિયરિંગ વિન્ટર ઈન્ટર્નશિપ, 2025 શરૂ કરી છે. આ પ્રોગ્રામ હેઠળ તમે ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકો છો.
ઈન્ટર્નશિપ માટે જરુરી લાયકાત
ગુગલમાં કામ કરવા માટે કોમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકના છેલ્લા સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.
કેવી રીતે કરશો અરજી
અરજી કરવા માટે તમારો અપડેટેડ સીવી તૈયાર કરો. CV માં તમારા કરિયર અને અભ્યાસને લગતી તમામ બાબતોની માહિતી આપો.
ગૂગલમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
જો કંપનીમાં તમારુ સિલેક્ટ થઈ જાય તો તમે બેંગલુરુ, કર્ણાટક, હૈદરાબાદ, તેલંગાણામાં ગૂગલમાં ઈન્ટર્નશિપ મેળવી શકો છો. આ ઈન્ટર્નશિપ માટે અરજી કરવા તમારે C, C++, Java, JavaScript, Python અથવા સમાન કોડિંગ ભાષાઓ આવડતી હોવી જોઈએ.