For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Earthquake એલર્ટથી BedTime ટેબ સુધી, એન્ડ્રોઇડ ફોનમાં આવ્યા 5 ધાંસૂ ફીચર્સ

- ગૂગલે એન્ડ્રોઇડ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમથી ચાલતા સ્માર્ટફોન માટે નવી અપડેટ જાહેર કરી

Updated: Aug 13th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર 

ગૂગલે એન્ડ્રોઇડ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમથી ચાલતા સ્માર્ટફોન્સ માટે મોટા અપડેટ જાહેર કર્યા છે. આ અપડેટ મારફતે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ભૂકંપ એલર્ટ સિસ્ટમથી લઇને બેડટાઇમ ટેબ સુધીના ફીચર્સ આવી જશે. ગૂગલનું કહેવું છે કે આ નવા ફીચર્સ ન માત્ર યૂઝર્સની સેફ્ટી નક્કી કરે છે, પરંતુ યૂઝર્સને સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ થશે. જાણો, આ નવા ફીચર્સ વિશે... 

Earthquake Alert System

આ ફીચર મારફતે હવે વિશ્વભરના એન્ડ્રોઇડ ફોન યૂઝર્સને ભૂકંપ વિશે માહિતી મળતી રહેશે. આ ફીચર મારફતે જ્યારે પણ યૂઝર્સ 'earthquake near me' સર્ચ કરશે ત્યારે તેમને ભૂકંપની માહિતી ઝડપથી મળી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ 5.0 અને તેનાથી ઉપરના વર્ઝનના એન્ડ્રોઇડ ફોન્સ પર કામ કરશે. 

Emergency Location Service

ગૂગલે જણાવ્યું કે એન્ડ્રોઇડની ઇમરજન્સી લોકેશન સર્વિસ અથવા ELS હવે 29 દેશોના 80 કરોડથી વધારે લોકો માટે ઉપલબ્ધ થશે. જ્યારે પણ યૂઝર્સ પોતાનો લોકલ ઇમરજન્સી નંબર ડાયલ કરશે તો Android સ્માર્ટફોન યૂઝર્સના ડિવાઇસની ભાષા શેર કરશે. જો તમે સ્થાનિક ભાષા નથી બોલતા તો આ ઇમરજન્સી ઓપરેટરને ટ્રાન્સલેટર ઉપલબ્ધ કરાવવા અને મદદ મોકલાવવામાં મદદ કરશે. 

ન્યૂ એન્ડ્રોઇડ ઑટો અપડેટ

ગૂગલે એન્ડ્રોઇડ ઑટો માટે અપડેટ જાહેર કરી છે. નવી અપડેટ બાદ હવે યૂઝર્સને નવા કેલેન્ડર એપ મારફતે કારના ડિસ્પ્લે પર જ આખા દિવસનો શેડ્યુલ જોવા મળશે. કેલેન્ડરમાં દર્શાવવામાં આવેલ મીટિંગ લોકેશન માટે યૂઝર્સને ડાયરેક્શન પણ દર્શાવવામાં આવશે. 

bedtime Tab in Clock

ગૂગલે Clock એપ માટે નવી બેડટાઇમ ટેબ શરૂ કરી છે, જે યૂઝર્સને યોગ્ય સમય પર ઊંઘવામાં મદદ કરે છે. આ રાતના સમયે યૂઝર્સનું સ્ક્રીન ટાઇમ ટ્રેક કરે છે અને શાંત સંગીત મારફતે સૂઇ જવામાં મદદ કરે છે. 

Lookout app

ગૂગલે પોતાના લુકઆઉટ એપ માટે પણ અપડેટ જાહેર કરી છે. તેના મારફતે યૂઝર્સ મોટા-ડૉક્યુમેન્ટ્સને સ્કેન કરી શકે છે અને ફૂડ લેબલ્સ મારફતે પ્રોડક્ટ્સને ઓળખી શકે છે. આ તમામ ફીચર્સ ઉપરાંત ગૂગલે પોતાના ગૂગલ ક્લાસરૂમ તેમજ ગૂગલ મીટ જેવા એપ્સમાં પણ કેટલાય નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. 

Gujarat