ટ્વિટરથી સાઈબર સુરક્ષા સબંધી જોખમ, ચાઈનીઝ ઈન્ટેલિજન્સ પણ હતા કર્મચારી: જેટકોનો દાવો

વોશિંગટન, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર

ટ્વિટરના ભૂતપૂર્વ સુરક્ષા વડાએ મંગળવારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નબળી સાયબર સુરક્ષા, ગોપનીયતાના જોખમો અને લાખો નકલી એકાઉન્ટ્સને નિયંત્રિત કરવામાં અસમર્થતા સાથે ઝઝૂમી રહ્યું છે. પ્રખ્યાત સાયબર સુરક્ષા નિષ્ણાત પીટર એમ જેટકો તેમના આરોપોની દલીલ કરવા માટે સેનેટ ન્યાયિક સમિતિ સમક્ષ હાજર થયા. તેમણે કહ્યું કે ટ્વિટર જનતા, ધારાશાસ્ત્રીઓ અને નિયમનકારોને ગેરમાર્ગે દોરે છે અને પ્લેટફોર્મ ઉદ્યોગના શ્રેષ્ઠ બેન્ચમાર્ક કરતાં એક દાયકા કરતાં વધુ પાછળ છે.

ટ્વિટર યુઝર્સના ડેટાની રક્ષા નથી કરી શકતું

તેમણે કહ્યું કે, શું ડેટા તેમની પાસે છે, તે ક્યાં છે અને ક્યાંથી આવે છે. આશ્ચર્યજનક રૂપે તે તેની રક્ષા નથી કરી શકતું. જેટકોએ કહ્યું કે, આ આપણા બધા માટે ખૂબ મોટી વાત છે. જો તાળું જ નથી તો એ વાતનો કોઈ અર્થ જ નથી કે, ચાવી કોની પાસે છે.

ટ્વિટરે જાણી જોઈને ભારત સરકારને પોતાના એજન્ટોને કંપનીમાં રાખવાની અનુમતિ આપી

તેમણે આરોપ લગાવ્યો કે, ટ્વિટરના નેતૃત્વએ આ પાસાને અવગણ્યું છે કારણ કે, તેના અધિકારીઓ સુરક્ષા કરતાં નફાને પ્રાથમિકતા આપે છે. મંગળવારે સાંસદોનું ધ્યાન આકર્ષિત કરનારા જેટકોએ દાવામાં એ પણ કહ્યું કે, ટ્વિટરે જાણી જોઈને ભારત સરકારને પોતાના એજન્ટોને કંપનીમાં રાખવાની અનુમતિ આપી. જ્યાં તેમની પહોંચ વપરાશકર્તાઓના અત્યધિક સંવેદનશીલ ડેટા સુધી હતી. જેટકોએ દાવો કર્યો કે, તે ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે એક વિદેશી એજન્ટ વિશે બોલી રહ્યા છે જેને ભારત સરકારે ટ્વિટરમાં ભારતચની સત્તારુઢ પાર્ટી અને ટ્વિટર વચ્ચે નવા સોશિયલ મીડિયા પ્રતિબંધોને લઈને વાતચીતને સમજવા તથા આ વાતચીત કેટલી સારી રીતે ચાલી રહી છે તે જાણવા માટે રખાવ્યા હતા. 

ચાઈનીઝ ઈન્ટેલિજન્સ સર્વિસ MSSનો 'ઓછામાં ઓછો એક એજન્ટ' ટ્વિટરનો કર્મચારી હતો

તેમણે મંગળવારે ખુલાસો કર્યો હતો કે, તેમને કાઢવા પહેલા જણાવવામાં આવ્યું હતું કે, ચાઈનીઝ ઈન્ટેલિજન્સ સર્વિસ MSS અથવા રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયનો 'ઓછામાં ઓછો એક એજન્ટ' ટ્વિટરનો કર્મચારી હતો.

જેટકોના દાવાથી વધી હલચલ

તેમણે જુલાઈમાં કોંગ્રેસ, ન્યાય વિભાગ, ફેડરલ ટ્રેડ કમિશન તથા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં વ્હિસલબ્લોઅરના રૂપમાં ફરિયાદ કરી હતી. તેમનો સૌથી ગંભીર આરોપ છે કે, ટ્વિટરે 2011ના એક FTC કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને જૂઠો દાવો કર્યો કે, તેમણે પોતાના યુઝર્સોની સુરક્ષા અને ગોપનીયતાની રક્ષા માટે મજબૂત પગલા ભર્યા હતા. ન્યાયિક સમિતિના વડા અને ઈલિનોઇસના ડેમોક્રેટ સેનેટર ડિક ડરબિને જણાવ્યું હતું કે, જેઇટીસીઓ પાસે એવી ખામીઓ વિશે વિગતવાર માહિતી છે જે લાખો ટ્વિટર વપરાશકર્તાઓ અને અમેરિકન લોકશાહીને સીધી રીતે જોખમમાં મૂકી શકે છે. જેટકોના દાવાઓ ટેસ્લાના માલિક એલોન મસ્કના ટ્વિટર ખરીદવાના 44 અબજ ડોલરના સોદાથી પાછળ હટવાના પ્રયત્નોને પણ પ્રભાવિત કરી શકે છે. 

City News

Sports

RECENT NEWS