કોન્ટેક્ટ લેન્સ બને છે સ્માર્ટ ડિસ્પ્લે


આપણા સૌનો ઇન્ટરનેટનો ઉપયોગ ત્રણ-ચાર સ્ક્રીન પર મર્યાદિત રહ્યો છે. સંશોધકો લાંબા સમયથી આ બધા સ્ક્રીનના વિકલ્પો શોધવાની મથામણમાં છે. જુદી જુદી કંપનીઓ એ દિશામાં થોડીઘણી આગળ વધી છે.

હવે સમાચાર છે કે મોજોવિઝન નામની એક કંપની આંખ માટેના કોન્ટેક્ટ લેન્સને સ્માર્ટ ડિસ્પ્લેમાં ફેરવી નાખવા પ્રયત્ન કરી રહી છે. આ પ્રકારના સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સમાં અત્યંત સૂક્ષ્મ સર્કિટ્સ, બેટરી અને દુનિયાના સૌથી નાના ડિસ્પ્લે ગોઠવવામાં આવી રહ્યા છે.

આ સ્માર્ટલેન્સ પહેર્યા પછી વ્યક્તિને આંખો સામે હવામાં તરતી હોય એ રીતે જુદી જુદી બાબતો દેખાય છે. કંઈ પણ સિલેક્ટ કરવું હોય તો એ બાબત પર થોડો વધુ સમય નજર સ્થિર કરવાની રહે છે. અલબત્ત, હજી સંશોધનો ચાલુ છે અને કમર્શિયલ ધોરણે હજી આવા કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ નથી.

City News

Sports

RECENT NEWS