For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્લોબલ વૉર્મિગની અસર : આ દેશની 4000 વર્ષ જૂની અંતિમ હિમશિલા પણ તૂટી

- 187 વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલ આ હિમશિલાનો 41 ટકા એટલે કે 106 વર્ગ કિલોમીટર જેટલો ભાગ જ બાકી રહી ગયો છે

Updated: Aug 9th, 2020

ટોરંટો, તા. 09 ઓગષ્ટ 2020, રવિવાર 

કેનેડામાં અંતિમ હિમ પર્વતનો મોટાભાગનો હિસ્સો ગરમ વાતાવરણ અને વૈશ્વિક તાપમાન વધવાને કારણે તૂટીને વિશાળ હિમશૈલ દ્વિપોમાં ફેરવાઇ ગયો છે. આઇસ બર્ગ (હિમશિલા) બરફનો એક તરતો ટુકડો હોય છે જે કોઇ ગ્લેશિયર અથવા હિમચાદરના જમીન પરથી સમુદ્રની સપાટી પર તણાઇ જવાથી બને છે. 

વૈજ્ઞાનિકો અનુસાર એલેસમેરે દ્વિપ (Ellesmere Island) ના ઉત્તરપશ્ચિમ ખૂણા પર આવેલી કેનેડાની 4,000 વર્ષ જૂની મિલને હિમશિલા જુલાઇના અંત સુધી દેશની અંતિમ અંખડિત હિમશિલા હતી. કેનેડિયન સ્નો સર્વિસના આઇસ વિશ્લેષક એડ્રીન વ્હાઇટે જોયું કે ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં તેનો 43 ટકા ભાગ તૂટી ગયો છે. તેમણે કહ્યુ કે આ 30 જુલાઇ અથવા 31 જુલાઇની આસપાસની ઘટના છે. 

વ્હાઇટે કહ્યુ કે આ હિમશિલા તૂટવાથી બે વિશાળ હિમશિલાની સાથે સાથે નાની-નાની કેટલીય હિમશિલા બની ગઇ છે અને આ શિલાનું પહેલાથી જ પાણીમાં તરવાનું શરૂ થઇ ગયું છે. સૌથી મોટી હિમશિલા લગભગ મૈનહટ્ટનના આકારની એટલે કે 55 વર્ગ કિલોમીટર છે અને આ 11.5 કિલોમીટર લાંબી છે. જ્યારે તેની જાડાઇ 230 થી 260 ફૂટ છે. તેમણે કહ્યુ કે આ બરફનો વિશાળ, ખૂબ જ વિશાળ ટુકડો છે. 

તેમણે જણાવ્યું કે જો તેમાંથી કોઇ પણ ઓઇલ રિગ (તેલ નિકાળવા માટેનું વિશેષ ઉપકરણ) તરફ વધવા લાગ્યું તો તેને હટાવવા માટે આપણે કઇ કરી શકીશું નહીં. છવટે તેલ રિગને જ હટાવીને બીજી જગ્યાએ લઇ જવું પડશે. 187 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ હિમશિલા કોલંબિયા જિલ્લાના આકારથી વધારે મોટી હતી પરંતુ હવે આ માત્ર 41 ટકા એટલે કે 106 વર્ગ કિલોમીટર જ બાકી રહી ગઇ છે. 

ઓટાવા યૂનિવર્સિટીના ગ્લેશિયર વિજ્ઞાનના પ્રોફેસર લ્યૂક કોપલેન્ડે કહ્યુ કે ક્ષેત્રમાં મે મહિનાથી ઑગષ્ટની શરૂઆત સુધી તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે જે 1980 થી 2010ના સરેરાશથી વધારે ગરમ છે. અહીં તાપમાન આર્કટિક ક્ષેત્રમાં વધી રહેલા તાપમાનથી પણ વધારે ઝડપથી વધી રહ્યું છે જે પહેલાથી જ વિશ્વના અન્ય વિસ્તારની સરખામણીમાં વધુ તાપમાન વધારોનો સામનો કરી રહ્યું છે. 

Gujarat