For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના લોકો માટે, ભારતના લોકોની, ભારતના લોકો દ્વારા BharatOS!

Updated: Jan 25th, 2023

Article Content Image

ભારતના સંવેદનશીલ ડેટાની સલામતી માટે, ખાસ પ્રકારની સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવાઇ

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ)નો સ્માર્ટફોન માર્કેટમાં લાંબા સમયથી દબદબો છે. બીજા ક્રમે એપલની ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઇડના કેસમાં, ફોન મેન્યુફેકચરિંગ કંપની મૂળ એન્ડ્રોઇડ સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે, પરંતુ આખરે એ ‘નવી’ ઓએસ પણ વિવિધ પ્રાઇવેટ કંપનીઓના કંટ્રોલમાં રહે છે. આ બાબતમાં યૂઝરના ડેટાની સલામતીની મોટી સમસ્યા રહે છે. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર લાંબા સમયથી દેશની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવાની મથામણમાં છે. 

હવે સમાચાર છે કે ભારત આ બાબતે આત્મનિર્ભર બની ગયું છે - આઇઆઇટી મદ્રાસમાં ઇન્ક્યુબેટ થયેલી એક કંપનીએ આવી સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે. દેખીતું છે કે તેને ‘ભારતઓએસ’ નામ અપાયું છે.

અલબત્ત, તે સંપૂર્ણ ભારતીય છે કે નહીં તેની પૂરી સ્પષ્ટતા નથી. કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમમાં ઉબન્ટુ જેવી ઓપનસોર્સ ઓએસને મોડિફાય કરીને કમ્પ્યૂટર માટે ‘ભારતઓએસ’ વિક્સાવવામાં આવી છે. એ જોતાં, સ્માર્ટફોન માટેની ‘ભારતઓએસ’ પણ બિલકુલ સ્ક્રેચથી - એકડે એકથી ડેવલપ ન થઈ હોય, પરંતુ એન્ડ્રોઇડનું જ મોડિફાઇડ વર્ઝન હોવાની પૂરી શક્યતા છે.

ઉપરાંત, આ ઓએસ હાલમાં તમામ ભારતીયો માટે ઉપલબ્ધ નથી, તે માત્ર અત્યંંત કડક પ્રાઇવસી અને સિક્યોરિટીની જરૂરિયાતવાળાં ઓર્ગેનાઇઝેશન્સને આપવામાં આવી રહી છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આ ઓએસનાં િવવિધ પાસાં પર નજર નાખી લઈએ.

ભારતઓએસ કોઈ પણ હેન્ડસેટમાં ઇન્સ્ટોલ કરી શકાશે. તેમાં યૂઝર્સને એપ્સની બાબતે પૂરો કંટ્રોલ આપવામાં આવેે છે અને મોબાઇલ ડિવાઇસની સિક્યુરિટી તથા પ્રાઇવસી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

આ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ ડિફોલ્ટ એપ સામેલ નહીં હોય. જેમ એન્ડ્રોઇડમાં ગૂગલની તથા અન્ય કંપનીની મરજીની સંખ્યાબંધ એપ્સ પ્રી-ઇન્સ્ટોલ્ડ હોય છે તેવું ભારતઓએસમાં નહીં થાય.

ભારતઓએસના અપડેટ્સ ‘નેટિવ ઓવર-ધ-એર’ પ્રકારે મળી શકશે. સારી વાત એ છે કે ઓએસમાં અપડેટ્સ મેળવવા માટે યૂઝરે કોઈ એકશન લેવાની જરૂરી નથી. પ્રારંભિક સેટિંગ પછી આ અપડેટ્સ ઓટોમેટિકલી ડાઉનલોડ થશે અને ઇન્સ્ટોલ થશે.

આ ઓએસમાં જે તે ઓર્ગેનાઇઝેશન નક્કી કરે તેવો પ્રાઇવેટ એપ સ્ટોર હશે. જેમ કે સેના કે અન્ય કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના  જવાનો-અધિકારીઓના સત્તવાાર સ્માર્ટફોનમાં આ જ ઓએસ ફરજિયાત કરવામાં આવે તો તેમાં માત્ર જે તે ઓર્ગેનાઇઝશેનની જરૂરિયાત મુજબની અને તેના દ્વારા ચકાસવામાં આવેલી એપ્સ જ ડાઉનલોડ માટે ઉપલબ્ધ થાય તેવો અલગ એપ સ્ટોર સામેલ કરી શાકય છે.

એક રાષ્ટ્ર તરીકે ભારતીય જવાનો, અધિકારીઓ, કર્મચારીઓના ડેટા સુરક્ષિત રાખવા માટે આ બહુ જરૂરી પગલું હતું.

Gujarat