સ્માર્ટફોન ઉપરાંત લેપટોપમાં પણ એક્સ્ટેન્ડેબલ સ્કીન આવી રહ્યા છે


સ્માર્ટફોનમાં ફોલ્ડેડ સ્ક્રીન ધીમે ધીમે મેઇન સ્ટ્રીમમાં આવવા લાગ્યા છે. ટચ સ્ક્રીનના જમાનામાં ફોલ્ડેબલ ફોન ખાસ્સા પોપ્યુલર હતા, પરંતુ તેમાં વચ્ચેની હિંજિસમાંથી ફોનને અનફોલ્ડ કરીએ ત્યારે ઉપરના ભાગમાં સ્ક્રીન અને નીચે કીપેડ હોય એવો ટ્રેન્ડ પોપ્યુલર થયો હતો. ટચ સ્ક્રીન ધરાવતા સ્માર્ટફોનમાં ફોનને મોટા ભાગે પુસ્તકની જેમ ઓપન કરી શકાય છે. સ્માર્ટફોનની સાથોસાથ લેપટોપમાં પણ ડિસ્પ્લે સ્ક્રીનમાં વિવિધ પ્રકારના ઇનોવેશન આવી રહ્યાં છે.

થોડા સમય પહેલાં એસસ કંપનીએ લેપટોપના સામાન્ય સ્ક્રીન ઉપરાંત કીબોર્ડના ભાગમાં પણ લગભગ અડધોઅડધ ભાગમાં સ્ક્રીન એક્સ્ટેન્ડ થયો હોય તેવું મોડેલ લોન્ચ કર્યું. પીસીમાં બે મોનિટર પર કામ કરતા લોકો બરાબર જાણતા હોય છે કે આ રીતે ડબલ મોનિટર કામને ઘણું વધુ સહેલું બનાવી શકે છે. ઘણા લોકો પોતાના લેપટોપને બીજા મોનિટર સાથે કનેક્ટ કરીને બંને સ્ક્રીનનો લાભ લેતા હોય છે. એસસના મોડેલની જેમ હવે લેપટોપમાં આ રીતે સ્ક્રીનને એક્સ્ટેન્ડ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. તાજેતરમાં લિનોવો કંપનીએ પણ આ રીતના ફ્લેક્સિબલ અને એક્સ્ટેન્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન અને લેપટોપ રજૂ કર્યાં છે. બંને ડિવાઇસમાં ડિસ્પ્લે સ્ક્રીન એકમેક પર રોલ થઈ શકે, પરિણામે એકને બદલે દોઢા કે બમણા સ્ક્રીનનો લાભ મળી શકે!

City News

Sports

RECENT NEWS