For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર જિલ્લામાં 20 અને શહેરમાં 1 શાળાને સમાવાશે

Updated: Nov 24th, 2021

Article Content Image

- મીશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ 

- પી.પી.પી. હેઠળ 5 અરજીઓ થઇ હોવાની સંભાવના : પબ્લીક પાર્ટનરશીપ પ્રોજેક્ટનું ફાળવેલ ફંડનો યથોચીત ઉપયોગ થવો પણ જરૂરી

ભાવનગર : શિક્ષણના સ્તરને આધુનિક બનાવવા સરકાર દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની ૨૦ હજાર સરકારી શાળાઓનું રૂપાંતરણ કરવા જઇ રહ્યું છે અને વલુ બેંકના પ્રતિનિધિઓની ટીમ મુલાકાતે આવી છે તો બીજી તરફ પી.પી.પી. અંતર્ગત પણ મોટુ ફંડીંગ થવા જઇ રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટમાં સરકારનો હેતુ બર આવે તો વિદ્યાર્થીઓના અહોભાગ્ય ગણાશે.

૨૧મી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ વિશ્વ સ્તરીય શૈક્ષણિક સુવિધાઓ બાળકો સુધી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા આવનારા પાંચ વર્ષમાં ૨૦ હજાર સરકારી શાળાઓનું આમૂલ રૂપાંતરણ કરવા જઇ રહી છે અને તેના માટે વલુ બેંકની મીશન ટીમ રાજ્યની મુલાકાતે આવી પહોંચી છે. ભાવનગરમાં તાલુકા દીઠ બે શાળા અને નગરપાલિકામાં એક શાળાનો સમાવેશ કરાશે જે પ્રારંભિક તબક્કામાં રહેશે.

આ ઉપરાંત આજ પ્રોજેક્ટનો બીજો પાર્ટ એ પબ્લીક પાર્ટનરશીપ પ્રોજેક્ટ અમલમાં આવનાર છે. જેમાં પ્રત્યેક વિદ્યાર્થીનો ખર્ચ વર્ષે ૬૦ હજાર લેખે સરકાર ભોગવશે અને તેને રહેવા-જમવા અને શિક્ષણની વ્યવસ્થા જે-તે સક્ષમ સંસ્થા કરી શકશે. આવી શાળામાં વૈશ્વીક સ્તરનું શિક્ષણ પુરૂ પાડવા એશીયાઇ ઇન્ફાસ્ટ્રક્ચર સુવિધાનો ક્રાઇટ એરીયા નિયત કરાયો છે. જો કે, આ ક્રાઇટ એરિયામાં આવતા ટ્રસ્ટી પાસે અરજીઓ મંગાવાઇ છે અને મળેથી વિગતો મુજબ ભાવનગરમાંથી પાંચ જેટલી અરજીઓ ગયેલ હોવાનું જણાયું છે. આમ એક રીતે વિદ્યાર્થીઓ માટે સરકારનો હેતુ ઘણો ઉંચો છે અને ચોક્કસ સરાહનીય છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થાય અને નિયમોનું પાલન થાય તે પણ એટલું જ જરૂરી છે. અન્યથા હાલમાં ઉ.ધ. શાળાની મંજુરી માટે ગ્રામ્યમાં ૨૦૦૦ મી. રમતનું મેદાન અને શહેરમાં ૧૫૦૦ મી.નું મેદાન ફરજીયાત બનાવાયું હોવા છતાં ઘણી શાળાઓ પાસે આ સુવિધા નથી અને છતાં શાળાઓ કાર્યરત છે તેવી કન્ડીશન ન આવે તે ખાસ જોવું રહેશે.

Gujarat