For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષાનો આજથી થશે પ્રારંભ

- કોવિડ-૧૯ ની એસ.ઓ.પી.ની ગાઈડલાઈની અમલવારી સાથે

- શહેર અને જિલ્લાભરમાં આવેલા અલગ અલગ 26 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે

Updated: Jul 4th, 2021

Article Content Image

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.૫ જુલાઈને સોમવારથી ત્રણ તબકકાઓમાં અલગ અલગ અભ્યાસક્રમોની પરીક્ષાઓનું કોવિડ-૧૯ની એસ.ઓ.પી.ની ગાઈડલાઈનની અમલવારી સાથે આયોજન કરવામાં આવેલ છે.

કોરોનાની મહામારી હળવી થતા એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબકકાની પરીક્ષા લેવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા યુ.જી.સેમ.૬ તથા પી.જી.સેમ.૨ અને ૪ તથા એલએલ.બી.સેમ.૧ અને ૬,બી.એડ. અને બી.એડ.એચ.આઈ.સેમ.૨,૪,એમ.સી.એ.સેમ.૧, એમ.બી.એ.સેમ.૧,૪,એમ.એચ.આર.ડી.સેમ.૨ અને ૪, ટી.વાય.બી.એ.,ટી.વાય.બી.કોમ.(એકસટર્નલ)ની પરીક્ષાઓ ભાવનગર શહેર અને જિલ્લાભરના મળી કુલ ૨૬ કેન્દ્રો પરથી તા.૫ થી આગામી ૧૩ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. અલગ અલગ ત્રણ સેશનમાં આ પરીક્ષાઓ ઓફલાઈન મોડથી લેવાશે. જેમાં સવારે ૯ થી ૧૦.૩૦ દરમિયાન કુલ ૬૭૬૩, બપોરે ૧૨ થી ૧.૩૦ દરમિયાન કુલ ૫૨૦૪ અને બપોરે ૩ થી ૪.૩૦ દરમીયાન કુલ ૩૬૨૩ વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો આ પરીક્ષા આપશે.આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરાયો છે.તા.૫ થી તા.૧૨ જુલાઈ દરમિયાન લેવાનાર રેગ્યુલર અભ્યાસક્રમની પરીક્ષાના પેપરમાં ૧૪ માર્કસના ૪ પ્રશ્નો પુછાશે જેમાંથી પરીક્ષાર્થીએ ત્રણ એટેન્ડ કરવાના રહેશે. આ પરીક્ષા ૪૨ માર્કસની રહેશે. 

Gujarat