For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટનાં જવેલર્સને ત્યાં હોલમાર્ક મુદ્દે દરોડા પાડયા બાદ હંગામો

- ત્રણ જવેલર્સને ત્યાંથી પાંચ લાખના દાગીના જપ્ત: મવડી રોડ પર માથાકુટ

- અંબિકા જવેલર્સમાં અધિકારીને બંધક બનાવવાનો પ્રયાસ થતા ફોજદારી: શાબ્દિક ટપાટપી થતા લોકોના ટોળા ઉમટયા

Updated: May 10th, 2019


રાજકોટ, તા. 10 મે 2019, શુક્રવાર

આજરોજ અહીના મવડી વિસ્તારમાં હોલમાર્કનું લાયસન્સ લીધા વિના સોનાના દાગીનાનો વેપાર કરનાર ચાર જવેલર્સને ત્યાં બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)  દ્વારા દરોડા પાડવામાં આપતા સોની વેપારીઓ સાથે શાબ્દિક ટપાટપી થઈ જતાં લોકોના ટોળા ઉમટયા હતાં. અંબિકા જવેલર્સમાં તો કાર્યવાહીમાં સહકાર આપવાને બદલે અધિકારીને બંધક બનાવવાનો પ્રયાસ થતા  ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય ૩ જવેલર્સને ત્યાંથી અંદાજે રૂા. પાંચ લાખના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતાં. 

બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, મવડી મેઈન રોડ નજીક સોનાના દાગીનાનો વેપાર કરનાર પાલા જવેલર્સ, હરિ જવેલર્સ, ગિરીરાજ જવેલર્સ અને અંબિકા જવેલર્સમાં હોલમાર્કનું રજીસ્ટ્રેશન લીધા વિના ડુપ્લીકેટ હોલ માર્ક લગાઉને દાગીનાનું વેચાણ થતુ હોવાની વિગતો બીઆઈએસના ઉચ્ચ અધિકારીઓને મતા આજે સવારી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

જેમાં સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત હોવા છતાં ડુપ્લીકેટ હોલમાર્ક લગાડીને દાગીનાનું વેચાણ થતુ હોવાનું માલુમ પડતા પાલા જવેલર્સમાંથી ૭૭ ગ્રામ શ્રી હરી જવેલર્સમાંથી ૫૧ ગ્રામ અને ગિરીરાજ જવેલર્સમાંથી ૧૧૮ ગ્રામના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતાં.

આ દરોડા અંગે બીઆઈએસના રાજકોટ કચેરીનાં વડા સંજયકૂમાર સિંગે જણાવ્યું હતું કે, અંબિકા જવેલર્સ નામની દુકાનમાં તપાસ દરમિયાન સહકાર આપવાને  બદલે અધિકારીની સાથે અયોગ્ય વર્તન કરીને એને બંધક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે આ જવેલર્સનાં સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  બીજી બાજુ આ ઘટના  બાદ સોની સમાજના આગેવાનોએ ધસી જઈ બીઆઈએસની કામગીરીને પડકારી હતી.

વેપારી સુત્રોએ જણાવ્યું હતુ ંકે, દાગીના ઉપર જે નિશાન છે તે હોલમાર્કના નથી પરંતુ અંગત ઓળખ માટેના નિશાન છે બાકી દાગીના જપ્ત કરવાની કોઈ સત્તા બીઆઈએસના અધિકારીઓને નથી તેથી આ કામગીરી સામે લડતના મંડાણ થશે દરોડાની કાર્યવાહી દરમિયાન પણ અધિકારીઓ સાથે શાબ્દિક ટપાટપી થતાં પોલીસ દોડી આવી હતી. અલબત તેમ છતાં બીઆઈએસના અધિકારીઓ કાયદાને વળગી રહ્યા હતાં. તેમજ તપાસ કાર્યવાહી નિયમ મુજબ કરી હતી.

Gujarat