For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેત્રુંજી ડેમમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવા આયોજન ઘડાયું

Updated: Nov 17th, 2021

Article Content Image

- જિલ્લાના 4 તાલુકાને સાંકળતી કેનાલોમાં

- આગામી મહિનામાં સિંચાઇ સલાહકારની બેઠક મળશે અને સંભવતઃ જાન્યુ.થી પાણી છોડાશે

ભાવનગર : ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પાછોતરો સારો વરસાદ વરસતા જીવાદોરી સમાન શેત્રુંજી ઓવરફ્લો થયો હતો અને પર્યાપ્ત પાણી સંગ્રહ થયો છે ત્યારે આગામી ડિસેમ્બરમાં સિંચાઇ સલાહકારની બેઠક મળવાની સંભાવના છે અને ત્યારબાદ ફોર્મ ભરી ડાબા-જમણા કાંઠામાં પાણી છોડવાનું આયોજન ગોઠવાયું હોવાનું જણાયું છે.

આ અંગે મળતી વિગતો મુજબ ઉતરાયણ પછી ઉનાળુ પાક માટે પાણીની માંગણી ઉઠતી હોય છે અને જાન્યુઆરીથી મે માસ સુધી તબક્કાવાર અને માંગ પ્રમાણે પાણી છોડાતું હોય છે. શેત્રુંજી ડેમના ડાબા જમણા બન્ને કાંઠાની નહેરો પાલિતાણા, તળાજા, મહુવા, ભાવનગર અને ઘોઘાને સાંકળતા હોય છે. જો કે, આ વર્ષે ચોમાસુ સારૂ રહેતા શિયાળુ પાક શરૂ છે ત્યારે ઉનાળુ પાક માટે આગામી માસમાં સિંચાઇ સલાહકારની મિટીંગ નિયત કરાઇ છે. ત્યારબાદ દોઢેક માસના સમયગાળા બાદ ૫૦ ટકા ફોર્મ ભરાતા નિયત તારીખથી પ્રથમ પાણ કોરવાણ પાણ ૧૫ થી ૩૦ દિવસ છોડવામાં આવશે અને બાદમાં જરૂરીયાત મુજબ વિવિધ પાણમાં પાણી છોડવામાં આવશે તેમ જણાયું છે. આમ ઉનાળુ પાક પણ ખેડૂતો સારી રીતે મેળવી શકે તે માટે સિંચાઇ વિભાગ દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરાઇ છે.

Gujarat