ભાવનગરની 4 પેઢી પર આવકવેરા વિભાગની રેઈડ

Updated: Jan 24th, 2023


- આવકવેરા વિભાગના દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ 

- શહેરના શીશુવિહાર, કુંભારવાડા સહિતના વિસ્તારમાં વેપારીઓના ઘર-ઓફીસ પર આઈ.ટી.ની 19 ટીમે તપાસ હાથ ધરી 

ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ફરી આવકવેરા વિભાગ સક્રીય થય ગયુ છે. આજે મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળે આવકવેરા વિભાગની જુદી જુદી ટીમે રેઈડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. તપાસ પૂર્ણ થયા બાદ સાચી હકીકત જાણવા મળશે. 

ભાવનગર શહેરની ચાર પેઢી પર આજે મંગળવારે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડયા હતા અને તપાસ હાથ ધરી હતી, જેમાં સ્ટાર, માલવી ગૃપ, ઢોલા, રાજ વગેરે ગૃપનો સમાવેશ થાય છે તેમ આઈ.ટી. વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. શીશુવિહાર, કુંભારવાડા, અલંગ શીપયાર્ડ વગેરે જગ્યાએ આવકવેરા વિભાગની ટીમે રેઈડ કરી હતી. ઈન્કમ ટેક્ષની ૧૯ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ભાવનગર સહિત રાજ્યભરના અધિકારી-કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હોવાનુ જાણવા મળેલ છે. વેપારી-ઉદ્યોગપતીઓના ઘર, ઓફીસ સહિતની જગ્યાએ હાલ તપાસ શરૂ છે. ચોપડા, કોમ્પ્યુટર કબજે લઈ હિસાબની ચકાસણી કરવામાં આવી રહી છે તેમ સુત્રોએ જણાવેલ છે. હાલ જુદી જુદી પેઢીમાં તપાસ શરૂ હોવાથી વધુ માહિતી મળી શકી નથી પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ સાચી હકીકત જાણવા મળશે. આવકવેરા વિભાગની તપાસના પગલે વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ તપાસમાં કેટલુ કાળુનાણુ પકડાય છે ? તેની રાહ જોવી જ રહી. 

    Sports

    RECENT NEWS