For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલમાં 13 દિવસે સળવળાટ, બે દિવસમાં ડબ્બે રૂ।. 20નો ઘટાડો

- મબલખ પાકની સાપેક્ષે તેલના ભાવો હજુ ઉંચા

Updated: Nov 25th, 2021


- ગોંડલમાં રોજ ૩૨ હજાર ગુણી મગફળીનું વેચાણ, રાજકોટ યાર્ડમાં ત્રણ દિવસ બાદ ફરી ધૂમ આવક

રાજકોટ

સિંગતેલની બજાર તેર દિવસથી રૂ।.૨૩૫૦-૨૪૦૦ના ભાવ પર સ્થિર  થઈ ગઈ  કે કરી દેવાયા બાદ બે દિવસથી તેમાં આંશિક ભાવ ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. બે દિવસમાં ડબ્બે રૂ।.૨૦ના ઘટાડા સાથે સિંગતેલનો ડબ્બો રૂ।.૨૪૦૦ની સપાટી ગુમાવી આજે ૧૫ કિલો નવા ટીનના રૂ।.૨૩૩૦-૨૩૮૦ના ભાવે સોદા થયા હતા. 

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગોંડલ,ઉપલેટા સહિતના પંથકમાં તેલમિલોમાં પીલાણ ધમધમી રહ્યું છે, ગોંડલમાં રોજ ૩૦થી ૩૨ હજાર ગુણી મગફળીના સોદા થાય છે અને રાજકોટમાં પણ રોજ ૧૦ હજાર ગુણી જેટલી મગફળી વેચાય છે. ગોંડલ સહિતના યાર્ડમાં રોજ અને રાજકોટમાં જગ્યાના અભાવે ત્રણ દિવસથી બંધ કરાયેલી મગફળીની આવક આજે રાત્રિના શરુ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના રેકોર્ડ પાક કરતા પણ આ વર્ષે મગફળીનો વધુ, ૩૯ લાખ ટનથી વધુ પાક થયો છે જે હવે બજારમાં ઠલવાઈ રહ્યો છે. 

કપાસિયાના ભાવ તેલ-તેલિબિયા પર હજુ સુધી સરકારે નિયંત્રણો લાદ્યા નથી ત્યારે આજે પણ રૂ।.૨૧૬૦-૨૧૯૦ની ઉંચાઈએ ટકી રહ્યા છે. તો સૌથી સસ્તુ તેલ ગણાતા પામતેલના ભાવ પણ રૂ।.૧૯૪૫-૧૯૫૦ રહ્યા હતા.  જ્યારે સૌથી મોંઘા તેલ ગણાતા નાળિયેર તેલના ભાવ આંશિક વધારા સાથે આજે ૧૫ કિલોના રૂ।.૨૮૨૦-૨૮૭૦ના ભાવે સોદા થયા હતા. 

Gujarat