For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગોવા ટીમનો વિજય

Updated: Nov 24th, 2021


- ભાવનગર યુનિવર્સિટીના મેદાનમાં લીગ મેચ જીતવા રસાકસી જામી

- દમણ-દીવની ટીમનો ર-૦ના સ્કોરથી પરાજય, ગુજરાત અને દાદરાનગર હવેલીની ટીમનો મેચ ડ્રો

ભાવનગર : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ભાવનગર ખાતે ૭પમી સંતોષ ટ્રોફી (વેસ્ટ ઝોન) ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે બુધવારે ફૂટબોલ ટુર્નામેન્ટની બે લીગ મેચ રમાડવામાં આવી હતી. પ્રથમ લીગ મેચ ડ્રો થઈ હતી, જયારે બીજી લીગ મેચમાં ગોવાની ટીમનો વિજય થયો હતો. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નવા ફૂટબોલ મેદાન ખાતે તા. ર૧ થી ર૮ નવેમ્બર દરમિયાન સંતોષ ટ્રોફી (વેસ્ટ ઝોન) ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગૃપ-એમાં ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરાનગર હવેલીની ટીમ ભાગ લીધો છે. આજે બુધવારે સવારે પ્રથમ લીગ મેચ ગુજરાત અને દાદરાનગર હવેલીની ટીમ વચ્ચે રમાય હતી પરંતુ લીગ મેચમાં એક પણ ગોલ નહી થતા મેચ ડ્રો ગઈ હતી. ગોલ કરવા બંને ટીમના ખેલાડીઓએ ખુબ જ મહેનત કરી હતી પરંતુ ગોલ લાગ્યો ના હતો. બીજી લીગ મેચ બપોરે ગોવા અને દમણ-દિવની ટીમ વચ્ચે રમાય હતી. આ મેચમાં પણ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી પરંતુ ગોવાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી ર ગોલ કર્યા હતા તેથી ર-૦ના સ્કોરથી ગોવાની ટીમનો વિજય થયો હતો. ગોવાની ટીમનો વિજય થતા ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા, જયારે દમણ-દીવની ટીમનો પરાજય થતા ખેલાડીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. 

આગામી તા. ર૬ નવેમ્બરે પ્રથમ મેચ દમણ-દિવ અને ગુજરાતની ટીમ વચ્ચે રમાશે, જયારે બીજી મેચ દાદરાનગર હવેલી અને ગોવાની ટીમ વચ્ચે રમાશે. આગામી તા. ર૮ નવેમ્બરે પ્રથમ મેચ દમણ-દિવ અને દાદરાનગર હવેલી વચ્ચે રમાશે, જયારે બીજી મેચ ગુજરાત અને ગોવા વચ્ચે રમાશે. 

Gujarat