For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાઇસન્સ કઢાવી આપવાના બહાને 15 યુવાનો સાથે કરાઇ છેતરપિંડી

- આરટીઓના અધિકારી અને એજન્ટની ખોટી ઓળખ ઉભી કરી

Updated: Jul 8th, 2021


- રૂા.૧.૨૦ લાખ અને ડોક્યુમેન્ટ્સ મેળવી લઇ પીપરલા અને ભાવનગરના બે શખ્સોએ ખોટા લર્નિંગ લાયસન્સ પકડાવી દીધા

ભાવનગર


સિહોર તાલુકાના પીપરલા ગામના ૧૫ જેટલા યુવાનોને આરટીઓ અધિકારી અને એજન્ટ હોવાનું જણાવી લાયસન્સ કઢાવી આપવાના બહાને રૂા.૧.૨૦ લાખ અને ડોક્યુમેન્ટ્સ મેળવી લઇ પીપરલા-ભાવનગરના બે શખ્સે  ખોટા લર્નિંગ લાયસન્સ પકડાવી દઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના પીપરલા ગામે રહેતા લાલાભાઇ મેઘાભાઇ લુણીએ સોનગઢ પોલીસ મથકમાં જતીન રાજુભાઇ ચાવડા (રે.પીપરલા) અને જયમન રાઠોડ (રે.ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જતીને આરટીઓના અધિકારી સાથે સારો સબંધ છે, તમારે લાયસન્સ કઢાવવા માટે કોઇપણ પ્રકારની ટેસ્ટ ડ્રાઇવ કે પરીક્ષામાં આવવું નહી પડે તેમ જણાવી વિશ્વાસ કેળવી લાયસન્સ કઢાવવા માટે ડોક્યુમેન્ટ્સ તેમજ રોકડ તેની પાસેથી અને તેના ગામના દિપકભાઇ અરવિંદભાઇ વાઘેલા, રઘુભાઇ સુરાભાઇ લુણી, મુન્નાભાઇ સાતાભાઇ રબારી, દિનેશભાઇ ભગવાનભાઇ જાદવ, અશોકભાઇ કાનજીભાઇ ગોહિલ, ગોપાલભાઇ વલ્લભભાઇ ડાભી, કમલેશભાઇ કાળુભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ ઉકાભાઇ મેર, જયદિપભાઇ કરમશીભાઇ ગોહિલ, ભરતભાઇ જેરામભાઇ મકવાણા, મહેશભાઇ લવજીભાઇ ગોહિલ, રાહુલભાઇ કરમશીભાઇ ગોહિલ, દિનેશભાઇ દેવજીભાઇ ગોહિલ અને જગાભાઇ વાલજીભાઇ ડાભી પાસેથી આશરે ૧.૨૦ લાખ મેળવી લઇ તમામને ફોટા પડાવવા પાલિતાણા ચોકડી ખાતે લઇ જઇ ત્યાં જતીનનો મિત્ર જયમન રાઠોડે આરટીઓના અધિકારી હોવાનું જણાવી ફોટાઓ પાડી લઇ આરટીઓના ખોટા લર્નિંગ સાયસન્સ બનાવી તેઓને પકડાવી દઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. ઉક્ત ફરિયાદ અનુસંધાને સોનગઢ પોલીસે બંને શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat