For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંકોના ખાનગીકરણનાં સંભવિત ખરડા વિરૂદ્ધ કર્મચારીઓ લડત માટે તૈયાર

Updated: Nov 24th, 2021

Article Content Image

- વર્ષ 1991 થી ખાનગીકરણનાં મુદ્દે 40 જેટલી હડતાલ પડી છે

- પ્રારંભીક તબક્કે 2 બેંકોનું પ્રાઈવેટાઈઝેશન કરાશે પણ કઈ 2 બેંકો તેનું સ્પષ્ટીકર નથી!

ભાવનગર : સરકાર શિયાળુ સત્રમાં બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અને બેકીંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે. જેની સીધી અસર ભાવનગરના લાખો નાના ખાતેદારો ઉપર પણ પડવાની પુરી સંભાવના છે. જેનો વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને હાલ પણ આ નિર્ણયથી બેંક કર્મચારીઓએ જરૂરી જણાયે વિજળીક હડતાલ પાડવા તૈયારી દર્શાવી છે. 

સરકાર હાલ સુધીમાં મોટાભાગનાં ઉદ્યોગગૃહો જેમણે બેંકના ધિરાણ ચુકતે કરેલ નથી તેમને ૭૦થી ૯૫ ટકા સુધીની રકમની ધિરાણની ચુકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની યોજના ચાલે છે. જે ઉદ્યોગગૃહોએ બેંકોના ધિરાણ પુરા ભરેલ નથી તેવા ઉદ્યોગગૃહોને બેંકોનો કારોબાર સોંપવાની બાબત બિલાડીને દુધનાં રખોપા સોંપવાની વાત છે. ૧૯૯૧થી સરકારે ખાનગી બેંકોને લાયસન્સ આપેલ છે પરંતુ મોટાભાગની આવી ખાનગી બેંકો નકશામાંથી ભુંસાઈ ગઈ છે અને તેનો ભાર રાષ્ટ્રીય કૃત બેંકોએ સહન કરેલ છે. હાલ સરકાર બે બેંકો પર પ્રાથમિક ધોરણે અમલવારી કરવા જઈ રહી છે. જોકે કઈ બે બેંકો એ સત્તાવાર જારી થયું નથી. જો કે શેરબજારમાં સેન્ટ્રલ બેન્ક અને બી.ઓ.બી.ના ભાવ ઉંચકાયા હોય ચર્ચાનાં ચકડોળે ચડી છે.

બેંક કર્મચારીઓ સરકારની આ નીતિ સામે ૧૯૯૧થી લડી રહ્યાં છે અને આ જ પ્રશ્ને ૪૦ જેટલી હડતાલ પાડેલ છે. છેલ્લે ૧૫-૧૬ માર્ચ ૨૦૨૦માં બે દિવસની હડતાલ પાડી હતી. બેંક કર્મચારીઓ સરકારની આ અવળી નાણાંકીય અન ેજાહેર જનતાને જફા પહોંચાડતી નીતિ સામે હડતાલ પાડશે. તા. ૨૯ નવે.થી ૪ ડિસે. સુધીમાં જુદા જુદા રાજ્યોમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જે દિવસે બેંક ખાનગીકરણનો ખરડો સંસદમાં રજુ થશે ત્યારે બેંક કર્મચારીઓ વિજલીક હડતાલ પાડશે તેવું નિવેદન બેંક વર્કસ યુનિયન દ્વારા કરાયું છે.Article Content Image

Gujarat