For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડ્રગ પેડલર સુધાએ પોલીસથી બચવા પોતાનો મોબાઈલ ફેંકી દીધો

- પોલીસને ગોળગોળ ફેરવ્યા બાદ આખરે મોરબીથી ઝડપાઈ

Updated: Nov 24th, 2021

Article Content Image- ડ્રગના કેસમાં ઈશ્યુ થતા પીઆઈટી, એનડીપીએસ હેઠળ અટકાયત કરી વડોદરા જેલહવાલે કરાઈ

રાજકોટ

શહેરમાં રહેતા એક ક્રિકેટર અને તેની પત્નીને ડ્રગ્સના રવાડે ચડાવી દેવા અંગે જેની સામે આક્ષેપ થયો હતો તે ડ્રગ પેડલર સુધા સુનિલ ધામેલીયા (ઉ.વ.૩૯, રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર) ની ગઈકાલે રાત્રે બી-ડીવીઝન પોલીસે પીઆઈટી, એનડીપીએસ એકટ હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરી હતી. 

પરંતુ તે પહેલા સુધાને પકડવા માટે ગાંધીગ્રામ-ર પોલીસે ખુબ જ દોડધામ કરવી પડી હતી. તેનું ચોટીલાનું લોકેશન મળતા ગાંધીગ્રામ-ર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી. પરંતુ દસેક મીનીટ પહેલા જ સુધા ચોટીલા દર્શન કરી સ્વીફટ કારમાં તેના ભાઈ સાથે રવાના થઈ ગઈ હતી. 

પોલીસ પોતાની પાછળ હોવાની ગંધ આવી જતા તે ચોટીલાથી વાંકાનેર તરફ આવી હતી. વાંકાનેરથી બેલા રંગપર ગામે પહોંચી હતી. જયાંથી ફરીથી મોરબી શહેરમાં આવી હતી. બરાબર તે વખતે જ સ્થાનિક પોલીસની મદદથી ગાંધીગ્રામ-ર પોલીસે તેને નગર દરવાજા પાસેથી નાકાબંધી કરી ઝડપી લીધી હતી. સુધા પોલીસથી બચવા વાંકાનેર સહિતના શહેરોમાં ફરતી રહી હતી. એટલુ જ નહી પોતાના મોબાઈલના આધારે લોકેશન મેળવી પોલીસે પીંછો કરી રહ્યાની ગંધ આવી જતા તેણે ચાલુ કારમાંથી જ પોતાનો મોબાઈલ પણ ફેંકી દીધો હતો. 

તેને રાજકોટ લવાયા બાદ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં નોંધાયેલા દેશી દારૂના કેસમાં અટકાયત કરાયા બાદ બી-ડીવીઝન પોલીસને સોંપી દેવાઈ હતી. જેના સ્ટાફે તેના વિરૂધ્ધ માદક પદાર્થના કેસમાં ઈશ્યુ થતા પીઆઈટી, એનડીપીએસ મુજબ અટકાયત કરી હતી. 

Gujarat