For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાઈની હત્યા મામલે ભાઈ-ભાભી અને ભત્રીજાઓ પોલીસ સકંજામાં

- રામપર-ગોરિયાળી ગામે આધેડની કરપીણ હત્યા કરાઈ હતી

- કોર્ટમાં રજુ કરી તમામના ત્રણ દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ : હત્યા વેળાએ વપરાયેલ હથીયાર કબજે લેવાશે

Updated: Jun 25th, 2021

Article Content Image

ભાવનગર : ભાવનગર જિલ્લાના રામપર ગોરીયાળી ગામે દોઢેક વર્ષ પુર્વે બાળકોને કુવામાં ફેંકી મહીલાએ મારી નાખ્યાની આંશકા રાખી ભાઈની જ ભાઈ-ભાભી અને ત્રણ ભત્રીજાઓએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. જ્યારે મૃતકના દીકરીને પણ ગંભીર ઈજા પહોંચતા ભાવનગર સારવારમાં ખસેડવામાં આવી હતી. ઉક્ત બનાવ અનુસંધાને પોલીસે તમામની ધરપકડ કરી લીધા બાદ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે તમામના ત્રણ દિવસના રિમાંડ મંજુર કર્યા હતા.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના અને ઘોઘા તાલુકાના રામપર-ગોરીયાળી ગામના વતની અને હાલ માલણકા રહેતા લક્ષ્મણભાઈ મોહનભાઈ જાંબુચા (ઉ.વ.૪૬) અને તેઓના દીકરી માયાબેન બંને વાડીએ ગયા હતા તે વેળાએ લક્ષ્મણભાઈના મોટા ભાઈ તેજા જાંબુચા, તેના પત્નિ રતનબેન અને ત્રણ દીકરાઓએ ધસી આવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી જ્યારે માયાબેનને ગંભીર ઈજા પહોંચાડતા ભાવનગર સર ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.  

ઉક્ત બનાવ સંદર્ભે મૃતક લક્ષ્મણભાઈ જાંબુચાના દીકરી માયાબેન નરસીહભાઈ ગોહેલ (રે. મોરચંદ)એ ઘોઘા પોલીસ મથકમાં તેના દાદા તેજા મોહનભાઈ જાંબુચા, તેના દીકરા અશ્વિન, તુલસી, જેરામ અને તેના ભાભુ રતનબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, અશ્વિન અને તુલસીના દીકરાઓ દોઢેક વર્ષ પૂર્વે કુવામાં પડી જતા મરણ ગયેલ જે બનાવ બાબતે ઉક્ત તમામે તેણીના માતા કમુબેને બાળકોને કુવામાં નાખી દીધેલાની શંકા રાખી તેણી અને તેના પિતા ગોરિયાળી ગામે વાડીએ ગયા હતા તે વેળાએ તેજા મોહનભાઈ તેના દીકરા અશ્વીન, તુલસી, જેરામ અને તેના ભાભુ રતનબેને તેના પિતા સાથે ઝઘડો કરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેના પિતા અને તેણીને ગંભીર ઈજા પહોંચાડતા પિતા લક્ષ્મણભાઈનું  ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું. ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

રકંતરંજીત ધટનાના પગલે ઘોઘા પીએસઆઈ વિંઝુડા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી મૃતકના મોટાભાઈ તેજા જાબુંચા, રતનબેન અને ત્રણ દિકરાની ધરપકડ કરી લીધા બાદ રિમાંન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે તમામના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Gujarat