For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર રેલવે ટૂંક સમયમાં મીટરગેજ ટ્રેનોને દોડતી કરશે

- કોરોનાને કારણે પોણા બે વર્ષથી ટ્રેન સેવા બંધ કરી દેવાઈ હતી

- લોકો એન્જીન જૂના, સલામતીની તપાસ અને સમારકામ શરૂ

Updated: Nov 25th, 2021

Article Content Image

ભાવનગર

ભાવનગર રેલવે દ્વારા પોણા બે વર્ષથી બંધ કરાયેલી મીટરગેજ ટ્રેનોને ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આગામી ટૂંક સમયમાં મીટરગેજ ટ્રેનો ફરી પાટે દોડતી કરી દેવામાં આવશે.

ભાવનગર રેલવે ડિવિઝનમાં મીટરગેજ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરીને મીટરગેજ ટ્રેન રૂટ દ્વારા મુસાફરોની પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કોરોનાને કારણે મીટરગેજ ટ્રેન સેવાઓ માર્ચ-૨૦૨૦થી બંધ કરવામાં આવી હતી. હાલમાં વેરાવળ-અમરેલી અને અમરેલી-વેરાવળ વચ્ચે મીટરગેજ ટ્રેન સેવા શરૂ છે. મુસાફરો અને જનપ્રતિનિધિઓની માંગને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસને અન્ય મીટરગેજ ટ્રેનોને તબક્કાવાર પુનઃ ચલાવવાનો નિર્ણય લીધો છે. મીટરગેજ ટ્રેનો ચલાવવા માટે લોકો એન્જીન ખૂબ જૂના છે, તેમને પેસેન્જર ટ્રેનો માટે સલામતી તપાસ અને સમારકામ માટે યોગ્ય બનાવવાનાનું કામ હાલ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત અલગ-અલગ મીટરગેજ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સુરક્ષિત સંચાલન માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

Gujarat