For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિલ્લાના શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવકના પગલે ફરી 59 દરવાજા ખોલાયા

Updated: Sep 14th, 2021

Article Content Image

- ભાવનગર જિલ્લાના 6 ડેમમાં ઝરમરથી લઈ અઢી ઇંચ વરસાદ 

- શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઘટતા 44 દરવાજા બંધ કરાયા, 15 દરવાજા 1 ફૂટ ખુલ્લા : ખારો ડેમ ફરી ઓવરફલો થતા 2 દરવાજા ખોલાયા : 9 ડેમમાં પાણીની આવક  

ભાવનગર : મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી મન મુકીને વર્ષી રહ્યા છે તેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે મંગળવારે પણ ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદના પગલે આશરે ૯ ડેમમાં પાણીની આવક થઈ હતી. શેત્રુંજી ડેમ ફરી ઓવરફલો થતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ખારો ડેમ પણ ફરી છલકાતા કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ૬ ડેમમાં વરસાદી ઝાપટાથી લઈ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. 

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ગઈકાલે સોમવારે રાત્રીના ૧૦ કલાકે ફરી છલકાતા ડેમના ૧૦ દરવાજા ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આજે મંગળવારે વહેલી સવારે પ.૧૦ કલાકે શેત્રુંજી ડેમના ઉપરવાસમાંથી ધસમસતી પપ૯૦ કયુસેક પાણીની આવક થતા ડેમના પ૯ દરવાજા એટલે કે તમામ દરવાજા ૧ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીની આવક ઘટતા કેટલાક દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં. સાંજ સુધીમાં ત્રણવાર ફેરફાર કરવામાં આવ્યો હતો અને ૪૪ દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં. રાત્રીના ૮ કલાકે શેત્રુંજી ડેમમાં ૧પપ૦ કયુસેક પાણીની શરૂ હોવાથી ૧પ દરવાજા ૧ ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતાં. ર૦૦ કયુસેક પાણી કેનાલમાં અને ૧૩પ૦ કયુસેક પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવતુ હતું. અમરેલી જિલ્લાના ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં ઠાલવવામાં આવતુ હોય છે. હાલ અમરેલી પંથકમાં સારો વરસાદ હોવાથી તેનુ પાણી શેત્રુંજી ડેમમાં આવી રહ્યુ છે. 

પાલિતાણાનો ખારો ડેમ પણ આજે ફરી છલકાયો હતો. ખારો ડેમમાં ૩૪૪ કયુસેક પાણીની આવક શરૂ થતા રાત્રીના ૯ કલાકે ર દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત માલણ ડેમમાં ૯૩ કયુસેક, બગડ ડેમમાં ૧૮૬, રોજકી ડેમમાં ર૪૯ પાણીની આવક શરૂ હતી. ખાંભડા ડેમમાં ૧પ૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. રજાવળ ડેમમાં ૪૬૩, હમીરપરા ૪૩, કાળુભાર ડેમમાં ર૧૦ કયુસેક પાણીની આવક હતી પરંતુ ત્યારબાદ આવક બંધ થઈ ગઈ હતી.  

ભાવનગર જિલ્લાના ૬ ડેમમાં સવારે ૬ થી રાત્રીના ૮ કલાક દરમિયાન ઝરમરથી લઈ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં બગડ ડેમમાં ૬૦ મીલીમીટર એટલે કે અઢી ઇંચ અને રોજકી ડેમમાં પ૦ મીલીમીટર એટલે કે ર ઇંચ વરસાદ વરસ્યો હતો. માલણ ડેમમાં ૩૦, લાખણકામાં ૧પ, હમીરપરામાં પ, જસપરા-માંડવા ડેમમાં ૧પ મીલીમીટર વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના લીંબાળી ડેમમાં ૧૦ મીલીમીટર વરસાદ પડયો હતો. અન્ય કોઈ ડેમમાં આજે વરસાદ નોંધાયો ન હતો અને પાણીની આવક પણ બંધ હતી તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

તળાજા અને મહુવા તાલુકામાં અડધો ઇંચ વરસાદ  

ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકામાં આજે મંગળવારે વરસાદ નોંધાયો હતો, જેમાં તળાજા તાલુકામાં ૧પ અને મહુવા તાલુકામાં ૧૦ એટલે કે આ બંને તાલુકામાં આશરે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો, જયારે ઘોઘામાં ૪, જેસરમાં પ, પાલિતાણામાં ૧, ભાવનગરમાં ર, સિહોરમાં પ મીલીમીટર વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં વરસાદ પડયો નથી. કેટલાક તાલુકામાં વરસાદે વિરામ લીધો છે અને વરાપ નિકળતા ખેડૂતોને રાહત થઈ છે. 

Gujarat