For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષામાં 18 કોપી કેસ, ગોંડલમાંથી ડમી વિધાર્થી ઝડપાયો

- બોર્ડની પરીક્ષામાં હવે હોળી - ધૂળેટીના કારણે ત્રણ દિવસનો બ્રેક

- જૂનાગઢ અને પોરબંદરમાં મોબાઈલ સાથે પરીક્ષાર્થી ઝડપાયા, અમરેલીમાં સૌથી વધુ આઠ કોપી કેસ

Updated: Mar 7th, 2020

- વિજ્ઞાાનનું પેપર પાઠય પુસ્તક આધારિત  નીકળતા વિધાર્થીઓનાં ચહેરા પર ખુશી 


Article Content Image

રાજકોટ , તા.07 માર્ચ 2020, શનિવાર

બોર્ડની પરીક્ષામાં આજે શનિવારે ધો.૧૦માં વિજ્ઞાાન અને ધો.૧રમાં રસાયણ વિજ્ઞાાનની પરીક્ષા લેવામાં આવી હતી. સોૈરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા દરમિયાન આજે ૧૮ કોપી કેસ પકડાયા હતા. ગોંડલનાં ગુરુકૂલના કેન્દ્રમાંથી એક ડમી વિધાર્થીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાંવ્યું હતુ.  

શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાંવ્યા મુજબ જૂનાગઢમાં બોગસ રિસીપ્ટકાંડ બહાર આવ્યા બાદ રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગે આજે આઠ ચેકીંગ ટીમો બનાવીને જસદણ, ગોંડલ , ઉપલેટા, જેતપુર, પડધરી સહિતના તાલુકાના પરીક્ષા કેન્દ્રોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતુ. આ ચેકીંગ દરમિયાન ગોંડલ હાઈ - વે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકૂલના કેન્દ્રમાંથી ધો. ૧૦ ની પરીક્ષામાં એક ડમી વિધાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. 

મળતી માહિતી મુજબ  ગોંડલમાં  એમ.બી.કોલેજનું ડમી કાંડ હજુ શમ્યુ નથી ત્યાં ફરી એક ડમી કાંડ બહાર આવ્યું છે. સંગ્રામસિંહ હાઈસ્કૂલના વિધાર્થીના બદલે તેના તેનો ભાઈપરીક્ષા  આપતા પકડાયો હતો. રિસીપ્ટમાં ચેકચાક જણાંતા સૂપરવાઈઝરે પૂછતાછ કરતા આ ડમી કાંડ બહાર આવ્યું હતુ.   આ બનાવ અંગે શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં વિજ્ઞાાનના પેપરમાં  ં ૪૯૯૧૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૧૦૭૪ ગેરહાજર રહયા હતા. ધો.૧રમાં રસાયણ વિજ્ઞાાનના પેપરમાં ૯ર૩પ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી ૩૮ ગેરહાજર રહયા હતા. શિક્ષણ વિભાગના અધિકારીઓના ં જણાંવ્યા મુજબ બોર્ડની પરીક્ષામાં હવે ત્રણ દિવસ હોળી - ધૂળેટીના તહેવારના કારણે રજા રહેશે હવે બુધવારે પરીક્ષા લેવામાં આવશે. 

જૂનાગઢમાં ધો.૧૦ ની પરીક્ષામાં ત્રણ અને ધો.૧ર ની પરીક્ષામાં મોબાઈલ સાથે એક વિધાર્થી ઝડપાયો હતો. ધો.૧૦માં બંસીધર વિધાલયમાંથી એક , કેમબ્રીજ વિધાલયમાંથી એક અને ચોરવાડની ક્રિષ્ના સ્કૂલમાંથી એક કોપી કેસ પકડાયો છે. ધો.૧ર ની પરીક્ષામાં ગાયત્રી વિધાલયમાંથી એક કોપી કેસ પકડાયો હતો. જૂનાગઢમાં એક વિધાર્થી પાસેથી મોબાઈલ પકડાતા તે જપ્ત કરાયો હતો. 

શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાંવ્યા મુજબ અમરેલી જિલ્લામાં ધો.૧૦ માં પાંચ અને ધો.૧ર માં ૩  કોપી કેસ થયા હતા.જયારે  પોરબંદરમાં સાંદીપની સ્કૂલના ધો.૧૦ ની  પરીક્ષામાં મોબાઈલ સાથે એક વિધાર્થી ઝડપાયો હોવાથી કકોપી કેસ કરવામાં આવ્યો હતો. બોટાદમાં ધો.૧૦માં ૪ કોપી કેસ નોંધાયા હતાં. સોૈરાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં શાંતિથી પરીક્ષા લેવામાં આવી હતી. ધો.૧૦માં વિજ્ઞાાનનું પેપરમાં મોટાભાગનું પાઠયપુસ્તકમાંથી પુછાયુ હોવાથી વિધાર્થીઓનાં ચહેરા પર ખુશી જોવા મળી હતી. 

Gujarat