For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મંત્રી બાવળિયાના છાત્રાલયમાં ધો.10ની વિદ્યાર્થીનીનોે આપઘાત

Updated: Jan 24th, 2023

Article Content Image

વિંછીયાના અમરાપરમાં ઝાડ સાથે દોરી બાંધીને જીવ ટૂંકાવ્યો

પંદર વર્ષની સંવેદનશીલ તરુણી ધો.૧૦માં ભણતી હતી, ભણતરનો  ભાર  કે અન્ય કારણ તે અંગે તપાસ,મંત્રીએ મૃતકના પિતાને જાણ કરી

રાજકોટ :  રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગામ -મતવિસ્તાર વિંછીયા તાલુકાના અમરાપુરમાં તેમની હોસ્ટેલમાં રહેતી અને આદર્શ માધ્યમિક શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય કાજલ મુકેશભાઈ જોગરાજીયા (રહે.છાસીયા તા.વિંછીયા)અગત રાત્રિના મંત્રીના છાત્રાલયના પરિસરમાં ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે.

ંમૃતકના પિતાએ જણાવ્યું કે તેમને ં મંત્રી કુંવરજીભાઈનો ફોન આવ્યો હતો અને જાણ થઈ હતી. આ ઘટનાથી પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. વિંછીયા પોલીસને આ અંગે જાણ કરાતા પી.એસ.આઈ. જાડેજાએ  તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં ખુલેલી પ્રાથમિક વિગતો  મૂજબ આદર્શ સ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીની ત્યાં જ છાત્રાલયમાં રહેતી હતી જ્યાં અન્ય આશરે બે હજાર વિદ્યાર્થીઓ પણ રહે છે. સ્કૂલમાં ધો.૧૦ની હાલ પરીક્ષા ચાલી રહી છે અને બે દિવસથી આપઘાત કરનાર કાજલ  ગૂમસૂમ રહેતી હતી, કોઈ ઘેરી ચિંતામાં રહેતી હતી અને સ્વભાવ સંવેદનશીલ હતો તેમ તેની સાથે રહેતી છોકરીએ જણાવ્યું છે.

ગત રાત્રિના ભોજન પછી છાત્રાલયમાં અન્ય છોકરીઓ સાથે કાજલ રીડીંગ  કરતી હતી અને બાદમાં તે બાથરૃમ તરફ ગઈ હતી. હોસ્ટેલના નિયમ મૂજબ દરેક રૃમમાં છોકરીની હાજરી ચકાસાતા કાજલ નહીં મળતા તપાસ કરતા બાથરૃમની પાછળ આવેલ ઝાડ નીચે દોરીથી ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવતા સૌ ચોંકી ઉઠયા હતા.

આદર્શ સ્કૂલમાં જસદણ અને વિંછીયા પંથકના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને આદર્શસ્કૂલનું સંચાલન મંત્રી કુંવરજી બાવળિયાના પુત્રી ભાવનાબેન કરે છે. આ વિદ્યાર્થીનીએ આપઘાત કરવા માટે ભણતરનો ભાર જવાબદાર હતો કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat