For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રાચીન ગ્રીસની કોર્ટમાં સોક્રેટિસનું બચાવનામું

Updated: Jun 22nd, 2022

Article Content Image

- વિશ્વના એક મહાન ફિલોસોફરને ઝેરનો કટોરો અપાયો

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- દરેક જમાનો સુધારાવાદી મહાન માણસોને જે તે સમયે સ્વીકારતો નથી

- યુવાનોને આદર્શવાદી જીવનનો બોધ આપનાર ફિલોસોફરને મૃત્યુદંડની સજા

પશ્ચિમી દર્શનશાસ્ત્રના પિતા ગણાતા ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસ પર એથેન્સની કોર્ટમાં આરોપનામું મુકાયું હતું. એથેન્સના યુવાનોને  ભ્રમિત કરવાનો; તેમને ગેરમાર્ગે દોરવાનો કે તેમના માઇન્ડ ભ્રષ્ટ કરવાનો સોક્રેટિસ પર ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો. પ્રાચીન ગ્રીસના આ અતિ તેજસ્વી ફિલોસોફરે તેમના બચાવમાં રજૂ કરેલું બયાન અત્યંત ચોટદાર, તર્કબધ્ધ, અને વેધક હતું. એથેન્સની કોર્ટે જો કે સોક્રેટિસના બચાવનામાનો સ્વીકાર કરવાના બદલે આ પ્રભાવશાળી તત્વજ્ઞાાનીને મૃત્યુદંડની સજા ફરમાવી હતી.

ગ્રીસની મહાન સંસ્કૃતિના અણમોલ મોતી સમાન સોક્રેટિસને ઝેરનો કટોરો આપી મૃત્યુદંડની સજા ફરમાવાઇ હતી.

સદીઓ સુધી જેમનું નામ અમર રહેવાનું હતું એવા આ દાર્શનિકના પ્રતિભાશાળી શિષ્ય પ્લેટોએ તેના મહાન ગુરૂએ કોર્ટમાં કરેલા તાર્કિક બચાવનામા વિષે લખેલું પુસ્તક ''ધ એપોલોજી'', માત્ર ફિલોસોફિના જિજ્ઞાાસુઓને જ નહીં પરંતુ જ્ઞાાનપિપાસુ કોઇપણ વાંચનપ્રેમીને સ્પર્શી જાય તેવું છે. 

પહેલી નજરે પુસ્તકનું શિર્ષક ગેરસમજ સર્જે તેવું છે. અંગ્રેજીમાં એપોલોજીનો અર્થ ક્ષમા કે માફી માંગવી એવો થાય છે, પણ ના, વાસ્તવમાં એવો અર્થ નથી. ગ્રીક શબ્દ ''એપોલોજીઆ''નો અર્થ 'ઘીકીહબી' અથવા જીૅીીબર સચગી ૈહ ઘીકીહબી' કહેવાનું તાત્પર્ય કે સોક્રેટિસે કોર્ટમાં પોતાનું બચાવનામું  રજૂ કર્યૂં તેના વિશે લખાયેલું પુસ્તક ''્રી ર્છૅર્નયઅ.'' 

યુવાનોના માઇન્ડ ભ્રષ્ટ કરવાના આરોપ સાથે બીજા પણ કેટલાક આરોપ સોક્રેટિસ પર મુકાયા હતા. પરંપરાથી પૂજાતા અને સ્ટેટ-સ્વીકૃત દેવી-દેવતાઓને બદલે સોક્રેટિસ પોતે નવા ભગવાનને પૂજવાનું યુવાનોને કહેતા હતા.

જૂરિ સમક્ષ સોક્રેટિસે અત્યંત સરળ શબ્દોમાં સાદી રીતે પોતાના બચાવમાં દલીલો કરી હતી. ''મને કોર્ટમાં દલીલો કરવાનો સ્હેજેય અનુભવ નથી, એટલે હું તો મને અત્યાર સુધી જે સાદી અને સરળ રીતે વાત કરવાની ટેવ પડેલી છે, એ જ રીતે હું મારૂં બચાવનામું રજુ કરીશ.''

પ્રાચીન ગ્રીસમાં એથેન્સથી લગભગ ૧૧૦ માઇલના અંતરે આવેલું ડેલ્ફી નગર ગ્રીકોના ભગવાન એપોલોના પવિત્ર તીર્થસ્થાન તરીકે જાણીતું હતું. આ તીર્થસ્થળની મહિલા પાદરીએ સોક્રેટિસને તમામ પુરૂષોમાં અત્યંત શાણા પુરૂષ તરીકે ગણાવ્યા હતા.

કોર્ટ સમક્ષ આ વાતનો ઉલ્લેખ કરી સોક્રેટિસે વધુમાં કહ્યું કે પરિવારની અને દુનિયાદારીની મોટાભાગની બાબતોમાં હું સાવ જ અજ્ઞાાની છું. પરંતુ ડેલ્ફીની મહિલા પાદરીએ પુરૂષોમાં મને સૌથી શાણપણભર્યો માણસ ગણાવ્યો છે. ''હું જાણું છું કે હું કશું જ જાણતો નથી'' માત્ર આ મુદ્દા પર મહિલા પાદરીએ મને સૌથી શાણો માણસ ગણાવ્યો હશે.

મારા આ વિલક્ષણ કે વિશિષ્ટ પ્રકારના શાણપણનો પ્રસાર કરવા મેં ''કહેવાતા'' શાણા માણસોને કેટલાક પ્રશ્નો પુછી તેમના 'ખોટા શાણપણ' ને ખુલ્લું પાડયું છે. તેમનું કહેવાતું શાણપણ હકીકતમાં તેમની અજ્ઞાાનતા છે; તેમ સોક્રેટિસે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું.

એથેન્સના ઘણાં બધા ''શાણા'' માણસોનું કહેવાતું ''શાણપણ'' સોક્રેટિસે ખુલ્લું પાડી દીધું તેથી શહેરના યુવાનો તેમની પ્રશંસા કરવા લાગ્યા, પણ સોક્રેટિસે જેમને ખુલ્લા પાડયા એ લોકો સોક્રેટિસને ધિક્કારી તેમની વિરૂધ્ધ ગુસ્સે ભરાયા હતા.

સોક્રેટિસે જૂરિ સમક્ષની રજૂઆતમાં કહ્યું કે જે એથેન્સવાસીઓ આ રીતે મારા પર ગુસ્સે ભરાઇને મારો તિરસ્કાર કરતા થયા એ બધા લોકોએ જ મારી વિરૂધ્ધ આક્ષેપો કરી મને આજે કોર્ટ સમક્ષ ખડો કરવાની દશામાં લાવીને મુક્યો છે.

જૂરિને વાત ગળે ઊતારવા સોક્રેટિસે એક મજાની વાત કરી.

તેમણે ભરી કોર્ટમાં એથેન્સ સ્ટેટને આળસુ ઘોડા સાથે અને પોતાની જાતને બગાઇ (પશુઓને ડંખ મારતી જીવાત) સાથે સરખાવતા કહ્યું આળસુ ઘોડાને જેમ બગાઇઓ ડંખ મારી મારીને જાગૃત રાખે છે, તેમ હું એથેન્સ સ્ટેટને મારી ઇન્ફલુઅન્સથી, મારા પ્રભાવથી જાગૃત અને આગળ વધતું રાખું છું...!

સોક્રેટિસે પોતાના બચાવમાં બીજી ઘણી તાર્કિક દલીલો કરી પણ જૂરિને જાણે ઉપરથી પહેલેથી કહેવાયું હોય કે પછી જૂરિએ જાતે જ પોતાનું મન બનાવી રાખ્યું હોય તેમ સોક્રેટિસની નક્કર રજૂઆતને ધ્યાને લીધા વગર તેમને દોષિત જાહેર કર્યા અને વધારામાં જૂરિએ તેમને પૂછ્યું કે, ''તમને કેવી સજા કરવી જોઇએ ?''

મજાકિયા સ્વરમાં સોક્રેટિસે જૂરિને જવાબ આપતા કહ્યું, તમે જો મારે લાયક હોય એવું કાંઇક આપવા માંગતા હોય તો સ્ટેટને આટલી મોટી સેવા આપવા બદલ તમારે મને ગ્રાન્ડ મિજબાની આપવી જોઇએ.

તે પછી સોક્રેટિસે ગંભીરરીતે વાત આગળ વધારતા, જેલ કે દેશ નિકાલની સજાનો પ્રસ્તાવ નકારી કાઢતા ઉમેર્યૂં તમે કદાચ મને શિક્ષારૂપે દંડની સજા કરો તો સારૂં.

જૂરિએ આ મહાન ફિલોસોફરનો પ્રસ્તાવ નકારી કાઢી તેમને મૃત્યુદંડની સજા જાહેર કરી ત્યારે સ્થિતપ્રજ્ઞાભાવે જૂરિનો ચુકાદો તેમણે સ્વીકારી લીધો.

તે પછી સોક્રેટિસે દાર્શનિકની અદાથી કહ્યું, મૃત્યુ પછી શું થાય છે; તેની ભગવાન સિવાય કોઇને ખબર નથી; એટલે જેની કશી ખબર જ નથી તેના વિશે ભય કે ડર રાખવો એ નરી મૂર્ખામી છે.

આ સાથે સોક્રેટિસે તેમના વિરૂધ્ધના ચુકાદાની તરફેણ કરતા જૂરિને ચેતવણી આપતા કહ્યું કે મારા ટીકાકારોને ચૂપ કરી દેવાના બદલે તમે લોકોએ તેમનું કહ્યું સાંભળ્યું છે. આમાં તમે મને જેટલું નુકસાન કર્યૂં છે તેના કરતાં તમે તમારી જાતને વધુ નુકસાન કર્યૂં છે.

વેસ્ટર્ન ફિલોસોફીના પાયામાં સોક્રેટિસના વિચારો છે; એટલે જ તેઓ વેસ્ટર્ન ફિલોસોફીના પિતા ગણાય છે.

સોક્રેટિસ એથેન્સના યુવાનોને જે કાંઇ શીખવાડતા હતા તેની તેમની પાસેથી ક્યારેય કોઇ ફી લીધી નહોતી; સોક્રેટિસની ગરીબાઇ આ વાતની સાક્ષીરૂપ છે.

સોક્રેટિસ પર કોર્ટમાં કેસ ચલાવાયો તેના લગભગ ૨૦ થી ૨૫ વર્ષના સમયગાળામાં સમયાંતરે આ ફિલોસોફર પર અવારનવાર આક્ષેપો થતા રહ્યા હતા. એક કોમેડી ડ્રામામાં સોક્રેટિસને વૃધ્ધ ગાંડા માણસ તરીકે દર્શાવાયા હતા.

સોક્રેટિસનું મહત્વનું કથન ''ણર્હુ ્રઅજીનક'', અર્થાત સ્વને ઓળખવાનું હતું. કોઇપણ માણસ જાણી જોઇને કે ઇચ્છાપૂર્વક કશું ખરાબ કરતો નથી. સ્વ વિશેની જાણકારીના અભાવથી કે અજ્ઞાાનતાથી લોકો પાપ, દુષ્ટતા કે અનિષ્ટ કામ કરે છે.

આથી જ સોક્રેટિસ એથેન્સના યુવાનોને પ્રશ્ન પુછતા રહેતા કે પવિત્ર થવું કે સદ્ગુણી બની રહેવું અથવા ન્યાયી બનવું એટલે શું?

આ પ્રશ્નો પુછવા પાછળનો સોક્રેટિસનો આશય એથેન્સની યુવા પેઢી પવિત્રતા, સદ્ગુણી અને ન્યાયી શબ્દનો વિસ્તારથી અર્થ સમજે તે હતો.

Gujarat