For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

કસરત-ડાયેટિંગ કરવા છતાં ફિગર 'સુંદર' કેમ નથી બનતું?

Updated: Sep 18th, 2023


- આડેધડ વ્યાયામ અને અણસમજુ ડાયેટિંગ વડે કાયાને કામણગારી બનાવવા મથતી સ્ત્રીઓની ભૂલોનો ઉકેલ

છેલ્લા એક દાયકાથી પાતળી પરમાર અને કેટલાક કિસ્સામાં તો સુકલકડી કહી શકાય તેવી દેહયષ્ટિની ફેશન હતી. શિલ્પા શેટ્ટીથી લઈને બિપાશા બાસુ જેવી અભિનેત્રીઓએ તરુણીઓ અને યુવતીઓને પાતળી રહેવા માટે પાનો ચડાવ્યો હતો અને તે માટે ચોક્કસ પ્રકારની કસરતની ડીવીડી પણ બનાવી હતી. કરીના કપૂરે તો સાઈઝ ઝીરો ફિગરની જાણે ઝુંબેશ ચલાવી હતી. 'ટશન' ફિલ્મમાં બિકિની પહેરી તેણે પોતાના પાતળા ફિગરને  દર્શાવી અનેક યુવતીઓને ભૂખી રહી સુકલકડી બનવા પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આથી મોટાભાગની ફિગર પ્રેમી યુવતીઓએ પોતાના શારીરિક વળાંકો ગુમાવ્યા હતા. પરંતુ હવે આ ટ્રેન્ડમાં યુ-ટર્ન આવ્યો છે. અને વળી પાછી પુષ્ટ કાયાની બોલબાલા શરૂ થઈ છે.

અભિનેત્રી કરીના કપૂરે પણ હવે પોતાની કાયાના વળાંકોે પાછા મેળળવાનો પ્રયાસ આદરી દીધો છે. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાત  કબૂલતાં કહ્યું હતું કે કે સૈફુ (સૈફ અલી ખાન) પણ કહે છે કે હું થોડી ભરાવદાર જ વધુ સારી લાગું છું.

ફિલ્મમેકર મહેશ  ભટ્ટે કહ્યું હતું કે ૯૦ ટકા પુરુષોને પુષ્ટ કાયા ધરાવતી મહિલાઓ જ ગમે છે. મહિલાના અંગ-ઉપાંગોે પુષ્ટ હોય તો તે વધુ આકર્ષક દેખાય છે. હું તથા મારી જેવા વિચારો ધરાવતાં મોટાભાગના ફિલ્મમેકરો આ જ વાત ધ્યાનમાં રાખી ફિલ્મ માટે અભિનેત્રી પસંદ કરીએ છે. અત્રે નોંધનીય એ છે કે અભિનય તથા પોતાના ફિટનેસ વિડિયોેના કારણે જાણીતી બનેલી બિપાશા બાસુ પણ પાછી પૂર્વવત્ કાયા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

અહીં આપણને પ્રશ્ન થાય કે આ કંઈ રીતે થઈ શકે? શરીરને પાછું પુષ્ટ અને વળાંકવાળું કઈ રીતે કરી શકાય? એક જાણીતા ડાયેટિશિયને કહ્યું હતું કે, ભારતીય મહિલાઓની દેહયષ્ટિ પહેલેથી જ પુષ્ટ હતી. આથી તેના માટે વળાંકોવાળી કાયા મેળવવી મુશ્કેલ નથી. સ્થૂળ વ્યક્તિ આડેધડ ડાયેટિંગ કરીને ચરબી ઘટાડે ત્યારે તેની ત્વચા લબડવા લાગે છે. અને નબળાઈ આવી જાય છે. તે જ પ્રમાણે  સુકલકડી વ્યક્તિ જ્યારે વધુ પડતું ખાઈને શરીરને જાડું કરવાનો પ્રયાસ કરે ત્યારે તેના શરીરમાં ચરબીનો ભરાવો થાય છે અને બીમારીનો ભોગ બનવાની શક્યતા પણ વધી જાય છે.

ડાયેટિશિયનોના મતે ૧૮.૧ થી ૨૨  વચ્ચેનોે બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ, શારીરિક ઊંચાઈ અને વજનના આધારે કરવામાં આવતી ગણતરી) સારો કહેવાય. તે જ પ્રમાણે શરીરમાં પાણી, ચરબી અને માંસનું યોગ્ય સંતુલન હોવું જરૂરી છે.  આ બાબત પ્રત્યેક વ્યક્તિના  બીએમએમ પર આધારિત હોય છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું  યોગ્ય પ્રમાણ ધરાવતાં સમતોલ આહારને લેવાથી શરીરની શક્તિ, સ્વસ્થતા અને દેખાવ બધું જ જળવાઈ રહે છે.

શરીરને પુષ્ટ બનાવવા ઈચ્છતી યુવતીઓએ યાદ રાખવું જોઈએ કે નિતંબ અને ઉરોેજના ભાગમાં જ ચરબી હોય તો સારુ ંદેખાય છે. અને આ બંને અંગનું ગુણોત્તર   સપ્રમાણ હોવું જોઈએ. શરીરનું વજન ઘટાડવા માટે જેમ કસરત કરવી જરૂરી છે તેમ શરીરને ભરાવદાર બનાવવા માટે પણ કસરત કરવી જોઈએ. સ્નાયુઓનું આકર્ષક વળાંકોમાં રૂપાંતર કરવા માટે વેઈટ ટ્રેનીંગ જરૂરી છે.  પરંતુ આ બધું પ્રશિક્ષકની હાજરીમાં કરવું. વળી જલદી પરિણામ મેળવવાના હેતુથી વધુ પડતી કસરત પણ કરવી નહીં. શરીરની લવચીકતા અને સૌંદર્ય જાળવવા કસરત સાથે યોેગનો સમન્વય કરવો.

અભિનેત્રી સમીરા રેડ્ડી અને હુમા ખાન કબૂલે છે કે ભારતીય માનુનીઓની દેહયષ્ટિ પહેલેથી જ વળાંકવાળી છે. પરંતુ ફિગરઘેલી મોટાભાગની યુવતીઓએ વજન ઘટાડીને આ વળાંકોને ગુમાવી દીધા છે. વળાંકોે વાળી આકર્ષક દેહયષ્ટિ મેળવવા માટે ઉતાવળે નહિ પણ લાંબા સમય સુધી એકધારી કસરત કરવી જરૂરી છે એવી સલાહ અભિનેત્રી આપે છે. આનાથી ત્વચા તેજસ્વી અને ટાઈટ રહેશે.

સમીરા પણ નાનપણમાં જાડી જ હતી. સમજણી થયા પછી તે વજન ઘટાડવા ઈચ્છતી હતી પણ તેને પોતાની કાયાના વળાંકો ગુમાવવા  નહોતા.  તે રૂપેરી પડદે સુકલકડી નહિ પણ આકર્ષક દેખાવા ઈચ્છતી હતી. આથી તેના ફિટનેસ રુટીનમાં કાર્ડિયો, યોગ, પાવરયોગા અને સ્વિમીંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી તે એકસાથે પેટ ભરીને ખાતી નહિ પણ દિવસ દરમિયાન છ વખત થોડું થોડું ખાતી હતી. કાર્ડિયો અને સ્વિમીંગથી તેનું વજન ઘટતું હતું. યોગ અને  પાવર યોગથી તેની મોહકતા જળવાઈ રહેતી અને કોઈ પણ પ્રકારના બંધન વગર તે બધું જ થોડું થોડું ખાતી હતી.

વર્ક આઉટનો આધાર વર્તમાન શારીરીક સ્થિતિ પર પણ અવલંબં છે જે યુવતી સ્થૂળ હોય તેણે વધુ પડતું વજન ઘટાડી સરેરાશ બીએમઆઈ સુધી પહોંચવાનું હોય છે. આ માટે  દોડવા કે તરવા જેવી કાર્ડિયો કસરત  સારું પરિણામ  આપે છે. 

આ ઉપરાંત નેગેટીવ કેલેરીની અસર  કરે તેવો આહાર લેવો જોઈએ. એટલે કે તમે રોજ જેટલી કેલેરી બાળો તેના કરતાં ઓછી કેલેરી તમારા ભોેજનમાં હોવી જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે ખાવાનુ પ્રમાણ ઘટાડવાનું હોય છે. પરંતુ આ સહેલી વાત નથી. કારણ કે જ્યારે ખાવાનું નથી હોતું ત્યારે ભૂખ વધારે લાગે છે. ડાયેટિશિયનોના મતે શરીરને નવા ફૂડ રૂટિનની ટેવ પડતાં ૪૮ કલાક થાય છે. એટલે શરૂઆતના બે દિવસ ખૂબ જ વસમા જાય છે. પછી ધીમે ધીમે આદત પડતી જાય છે.

પ્રશિક્ષકો પીઠ, નિતંબ, ખભા અને પગ પર રહેલી ચરબીને ધ્યાનમાં રાખી ડાયેટ, વેઈટ ટ્રેનીંગ અને મસલ્સ ડેવલપમેન્ટની કસરતનો પ્લાન બનાવે છે. વધુ પડતાં વેઈટ ટ્રેનીંગથી શરીર અક્કડ બની જાય છે. એટલે મહિલાઓને માત્ર ૧૫-૨૦ મિનિટ જ વેઈટ ટ્રેનીંગ કરવાની સલાહ આપવામાં આવે છે. અને યોગ તથા પાઈલેટ્સ પણ ૧૫ મિનિટ માટે જ કરવાનું કહેવામાં આવે છે.

પાતળી માનુનીઓએ કાયા પુષ્ટ કરવી હોય તો બ્રેડ, કેળા, દૂધ, સુકોમેવો જેવા કાર્બોહાઈડ્રેટ અને પ્રોેટીનયુક્ત પદાર્થોમાંથી દરરોજ ૨૫૦ થી ૩૦૦ જેટલી કેલેરી મળે તે રીતનું ડાયેટ નક્કી કરવું જોઈએ. આ ઉપરાંત ૧૦ મિનિટની કાર્ડિયો ટ્રેનીંગ તથા સ્કવેટ્સ, યોગ, પાઈલેટ્સ અને પેટની કસરત  કરવાનું સૂચન કરવામાં આવે છે.

આકર્ષક ફિગર માટે જાણીતી અભિનેત્રી કિમ શર્મા કહે છે કે ડાયેટીંગ નિરાશાજનક બાબત છે. આથી પૌષ્ટિક ખોરાક લઈ નિયમિત કસરત કરી શરીરને ફિટ એન્ડ ફાઈન  રાખો. હું મારી મરજી મુજબ બધું જ ખાઉં છું પણ ઓછી માત્રામાં. હું દિવસ દરમિયાન છ વખત ખાઉં છું અને ખાતી વખતે સમયને ધ્યાનમાં રાખું છું. રાતના આઠ વાગ્યા પછી કાર્બોહાઈડ્રેટ લેતી નથી.  સવારના હું પૌષ્ટિક નાસ્તો કરું છું જેથી દિવસભર શક્તિ જળવાઈ રહે. હું વજન ઘટાડવા નહિ પણ શારીરીક વળાંકો જાળવવા કસરત કરું છું. 

- નયના

દૈનિક જરૂરિયાત 

*  બ્રેક ફાસ્ટ : ઉપમા, પૌંઆ, ઈડલી, દૂધ, ફળોનો રસ જેવી પૌષ્ટિક વાનગીઓ બ્રેકફાસ્ટમાં લેવી.

*  લંચ ડિનર : સલાડ શાકભાજી અને ધાન્યથી સભર પૌષ્ટિક ભોજન લેવું.

*  ચા  : સાંજના  સમયે એક કપ ચા સાથે થોડા બિસ્કીટ કે, ભેળપૂરી, ઢોકળાં, ફણગાવેલું કઠોેળ જેવોે નાસ્તો  લેવો.

*  આ સિવાય વચ્ચેના સમયમાં ભૂખ લાગે તો થોડો સૂકોમેવો અથવા એકાદું ફળ ખાઈ લેવું.

Gujarat
Worldcup 2023
English
Magazines