For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિયાળાનાં ટોપ ૧૦ ફેસપેક .

Updated: Jan 24th, 2023


તમને થશે કે શિયાળામાં ફેસ પેક લગાવવા જોઈએ? સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શિયાળામાં ત્વચા રૂક્ષ થઈ જાય છે. ફાટી જાય તથા બિલકુલ ડ્રાય થઈ જાય. એવામાં સાદાં ક્રીમ લગાવવાને બદલે જો અહીં દર્શાવેલાં ફેસ પેક લગાવશો ત્વચામાં અનોખો નિખાર આવી જશે. ઠંડીની મોસમમાં આપણી ત્વચા શુષ્ક થઈ જાય, તિરાડો પડવા લાગે, ફાટવા લાગે અને ક્યારેક બળતરા પણ થતી હોય છે. તો શિયાળામાં ત્વચાને સુકી થવાથી બચાવવા આ વિન્ટર સ્પેશિયલ ફેસ પેક તમને ચોક્કસ કામ લાગશે. સ્ત્રીનંા સૌંદર્ય ચહેરાથી પગની પાની સુધી હોય છે. તેથી શિયાળામાં પગની પાનીને પણ અવગણવા જેવી નથી. આ લેખમાં ચહેરાનો નિખાર કેવી રીતે લાવવો એની સાથે પગની પાની પણ સુંવાળી, મુલાયમ કેવી રીતે કરવી એની માહિતી આપી છે, અજમાવી જોજો.

૧) પપૈયા ફેસ પેક

પપૈયાના ગરને આંગળીઓથી સારી રીતે મસળીને પોતાના સંપૂર્ણ ચહેરા પર લગાવો અને ૧૦ મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખો.

૨) ગ્રેપ્સ ફેસ પેક

દ્રાક્ષની છાલ કાઢી સારી રીતે મસળીને ચહેરા પર લગાવો અને અડધો કલાક બાદ સાધારણ ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખો.

૩) સ્ટ્રોબેરી ફેસ પેક

સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો થોડા સમય બાદ ચહેરો ધોઈ નાખો.

૪) મિલ્ક ક્રીમ ફેસ પેક

દૂધની મલાઈ આખા ચહેરા પર સારી રીતે લગાવો અને તે સુકાઈ જાય ત્યારે ચહેરાને ધોઈ નાખો.

૫) કોકોનટ મિલ્ક ફેસ પેક

નારિયેળને મિક્સરમાં વાટીને તેનું દૂધ નિચોવીને કાઢો. આ દૂધને ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ પાણીથી ધોઈ નાખો.

૬) હની ફેસ પેક

બે ચમચી મધમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર લગાવો.

૭) લેમન જ્યૂસ ફેસ પેક

એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો.

૮) એલોવેરા જેલ ફેસ પેક

એલોવેરા જેલ ચહેરા પર લગાવો અને તેને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો પછી ચહેરો ધોઈ નાખો.

૯) કેરટ-હની ફેસ પેક

ગાજરના રસમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો.

૧૦) અલ્મંડ ઑઇલ ફેસ પેક

બદામના તેલમાં દૂધની મલાઈ મેળવીને ચહેરા પર લગાવો અને ૧૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.


Gujarat