વાચકની કલમ : પ્રેમ .
પ્રેમનો અવેજી ક્યાંય નથી હોતો
અને એનો કોઈ પર્યાય નથી હોતો.
માણો તો મોજ ને માનો તો સજા,
એમાં અધૂરો ક્યાંય ન્યાય નથી હોતો
છૂટ હોય છે બેપનાહ ચાહવાની
છૂટી જવાનો વિકલ્પ ક્યાંય નતી હોતો.
સ્વીકાર હોય અહીં બંનેના જાતનો,
એકપક્ષીય કોઈ અભિપ્રાય નથી હોતો.
જ્ઞાાન હોય છે હૃદયના દરેક ભાવોનું
છતાં પૂર્ણ એકેય અધ્યાય નથી હોતો.
- પટેલ પદ્માક્ષી (પ્રાંજલ) -
(અંજલાવ- વલસાડ)
અશ્રુ વહાવ ના
મારી યાદમાં તું અશ્રુ વહાવ ના,
રોઈ રોઈને નૂર આંખોનું ગુમાવ ના.
જુદો મારો રસ્તો છે, જુદી મારી મંઝિલ
નથી કામની મારે હવે કોઈ મહેફિલ,
રાખીશ ના તુ, હવે મારાથી લગાવ ના.
રોઈ રોઈને કહી રહ્યું છે મારું આ દિલ,
નથી રહ્યો હું તારી મુહોબ્બતને કાબિલ
નાહક આંસૂ સારીને દિલને દુભાવ ના
સમજી લેજે કે તે જોયું તું એક સપનું,
સ્વાર્થની આ દુનિયામાં
નથી કોઈ આપણું,
મારું નામ હવેથી તારા
હોઠો પર લાવ ના,
- યોગેશ આર. જોષી (હાલોલ)
સૂરજ ઉગ્યો
હવે જાગો સૂરજ ઉગ્યોો,
ને નિદ્રાત્યાંગો સૂરજ ઉગ્યો
પુષ્પો ખિલ્યા પવન વાયો
મ્હેંકો બાગો સૂરજ ઉગ્યો.
મા-બાપને નમી આશીર્વાદ,
દોસ્તો માગો સૂરજ ઉગ્યો
પ્છેડી દાતડાં લૈ મોસમને.
કામે લાગો સૂરજ ઉગ્યો.
પશુ, પંખી સમ્માં સંર્સ્યા ''રાજ''
હવે જાગો સૂરજ ઉગ્યો
- રાજાભાઈ એ. દાફડા ''રાજ'' : (નાગધ્રા- તા. ધારી- જિ. અમરેલી)
પાપા
મારી કલ્પનાની સૃષ્ટિ રચનાર
તમે છો પાપા.
હાથપકડીને દુનિયા બતાવનાર
તમે છો પાપા.
ક્યાંક રડતી ક્યાંક પડતી પરંતુ,
મને ઊભી કરનાર,
તમે છો પાપા.
હું કોણ છે અને મારે શું કરવું છે
એનું અહેસાસ કરાવનાર
તમે છો પાપા.
લડી લે જે પણ રડીને ના આવીશ.
એવું કહેનાર,
તમે છો પાપા.
મારી પ્રીન્સેસ મારી પ્રીન્સેસ
એવું કહેતા જેનું મોઢું થાકતું નથી.
એ તમે છો પાપા
મારા માટે આવનાર
વ્યક્તિની ચિંતા તમને
પરંતુ મને એક વ્યક્તિની ચિંતા થાય
એ તમે છો પાપા,
એ તમે જ છો પાપા.
- ફાલ્ગુનીએ. પટેલ : (કરચેલીયા-સુરત)
સ્વચ્છ ભારત બનાવવાનો
છે આપણો ધ્યેય છે, આપણો ધ્યેય....
સ્વચ્છ ભારત બનાવવાનો છે
આપણો ધ્યેય
ઘર ચોખ્ખું રાખીએ.
આંગણુ ચોખ્ખું રાખીએ.
સૌ સાથે મળી ગામ ચોખ્ખું રાખીએ,
છે આપણી ધ્યેય, છે આપણો ધ્યેય....
સ્વચ્છ ભારત બનાવવાનો છે,
આપણો ધ્યેય....રસ્તો ચોખ્ખો રાખીએ
બગીચો ચોખ્ખો રાખીએ.
સૌના માટે રમવા માટે,
મેદાન ચોખ્ખું રાખીએ.
છે આપણો ધ્યેય, છે આપણો ધ્યેય....
સ્વચ્છ ભારત બનાવવાનો છે,
આપણો ધ્યેય.....
કચરો ક્યાંય ના ફેંકીએ,
ગંદકી ક્યાંય ના કરી એ,
કચરો જ્યાં પડેય ઙય
તરત જ સાફ કરીએ
છે આપણો ધ્યેય, છે આપણો ધ્યેય
સ્વચ્છ ભારત બનાવવાનો, છે
આપણો ધ્યેય...
- નિધિ વાઢૈયા (સુરત)
ઘર
હસરતભરી નજરથી જોઉં છું
ઘરની દરો- દીવાલ,
એની ઈંટ પર લખાયો છે
ઘરના હર સભ્યોનો ઈતિહાસ
એના અચેતન અંતરમાં
દબાયેલી છે જીવંત
માનવીની હર ઉર્મિ,
એના આંસૂ, એનું હાસ્ય
અને એની ધબકતી જિંદગી,
કાશ! જો મૌનને વાચા હોતે
તો એ સંભળાવને
હર સભ્યોની કથા,
દુ:ખની હર પળે કેવી રીતે લેતા
હતા તેઓ જિંદગીની મજા,
ઘરમાં મહેક હતી સંસ્કાર અને
લાજ-શરમની,
ન સ્પર્શી શકી કદી
તેઓને હવા દારિદ્રયની
સમયની ક્રૂર થપ્પડે વિકૃત કર્યો
ઘરનો સુંદર ચહેરો,
ચોતરફ ફેલાઈ ગયા
આશા- નિરાશાના પવિત્ર પુષ્પો.
ઉખડી ગયા દીવાલો પરથી
સંસ્કાર, અને સદ્ગુણોના રંગો,
ખંડેર ઘરમાં માત્ર રહ્યા છે
ઈંટ, પથ્થરોના નિર્જીવ અવશેષો.
- ફિઝ્ઝા. એમ. આરસીવાલા (મુંબઈ)
કલરવ
વગડાંની ગોદમાં રમ્ય પ્રભાતે,
મીઠા રાગમાં ટહુકતી કોયલ.
પતંગિયા રમતા નાજુક તરૂવરે,
વાયરો વાયો સઘળે મંદ મંદ
મસ્ત અદાએ ટહેલતી સારસી
ઊડી ગઈ મારા વગડાની ગોદથી
દૂર નિર્મળ ઝરણાંનો 'કલરવ'
રેલાય સંગીતા સૂર મારા કાનમાં.
ઉપવનના અંગમાં મોસમની હેલી
લચી પડી ત્યાં મોગરાની કળી.
રંગ જામ્યો પાયલના પગરવનો,
મધ-મધ થાય કેડી વગડાંની વાટમાં
સ્મિત છલકાય હજી નમણી સાંજનું,
ભરતી મારા સાગરના ગોદમાં
જામી રંગોની હોડ ઊંચા આકાશમાં,
નાવડી નાની લહેરોની સફરમાં.
- ચૌધરી નારસિંગ આર. :
(માંડવી- સુરત)
યાદ
પાણી જોઈને યાદ કરુંતને તો
પાણીય તરસ્યું થઈ જાય
ખબર નઈ કઈ માટીની બની છે
એ તારી યાદો
તરફડે છે
મરે છે
અને છતાં રોજ પાછી જન્મે છે
વગર વરસાદે મોળી સુગંધ લઈને
જીવે છે તારુ નામ લઈને
હર રોજ હર સમયે
કહેવાનું મન થાય છે એનેય હવે
વિરહ બનીને આવતી તુ રોજ
બંધ થઈ જાય હવે તું
તુ અલ્પવિરામ બની જા
જિંદગીના પૂર્ણવિરામ સુધી
- 'મીત' - (સુરત)