For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાગશાલ .

Updated: Jan 23rd, 2023

Article Content Image

- નાગાલૅન્ડની  પરંપરાગત હસ્તકલા

સુંદરતા  પ્રસન્નતાની જનની છે. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની પ્રસન્નતાને અનેક  સ્વરૂપે વ્યક્ત  કરતો આવ્યો છે. હસ્તકલા કે  હસ્તશિલ્પ મનુષ્યની  પ્રસન્નતાની અભિવ્યક્તિનું જ  એક સ્વરૂપ છે. ઈશાન ભારતમાં આવેલા નાગાલેન્ડ  પ્રાંતના નિવાસીઓ 'નાગ'  તરીકે ઓળખાય છે તેઓ પરાપૂર્વથી કલાપ્રેમી રહ્યા છે. તેમની કલાપ્રિયતા તેમની હસ્તકલા દ્વારા વ્યક્ત થતી રહી છે. તેમની ભાવના, તેમના વિચાર, સામાજિક ઉપલબ્ધિઓ, જીવન પ્રત્યેનો  તેમનો  પ્રેમભર્યા  અભિગમ. એ  તમામ બાબતો તેમની હસ્તકલામાં મૂતમંત્ બની છે અને તેમની હસ્તકલાનું સર્વોત્તમ ઉદાહરણ છે, તેમણે તૈયાર કરેલી કલાત્મક શાલો.

નાગાલેન્ડના કેટલાંક વિસ્તારોમાં કપાસની ખેતી  ખૂબ જ જૂની છે. એક જમાનામાં અહીં કપાસનું ઉત્પાદન તો થતું હતું, પણ તેની માત્રા સાવ નગણ્ય હતી, પરંતુ એ સમય એવો હતો. જ્યારે 'નાગ' લોકોની વોની આવશ્યકતા પણ કદાચ નામની જ હતી. કપાસની ખેતી નાગ પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને કરતાં હતાં. ત્યારબાદ કપાસ- લણણી, કાપણી, સફાઈ, તેમાંથી સુતર તૈયાર કરવું, તેનું વણાટકામ કરવું અને તેના ઉપર રંગ ચઢાવવો એ તમામ કાર્યો મહિલાઓના કાર્યક્ષેત્રમાં આવતા હતા. આજે પણ પ્રત્યેક નાગ કન્યા આ તમામ કાર્યો શીખે છે તથા કરે પણ છે. દરેક નાગ' પરિવારમાં એક હાથશાળ હોય જ છે. પરિવારના સભ્યોને પહેરવા માટેના વો આ નાગ કન્યાઓ પોતે જ કપડું વણીને તૈયાર કરે છે. એટલું  જ  નહીં, આ કાર્ય કરવામાં તે  સ્વયંનું ગૌરવ અનુભવે  છે.

કપાસમાંથી નીકળતા રૂની રંગાઈ માટે 'નાગ' લોકો વૃક્ષોની છાલ, તેના મૂળિયાં, પાંદડાં અને ડાળીઓનો ઉપયોગ કરે છે. તેમના મુખ્ય રંગોમાં લાલ, પીળો, વાદળી અને કાળા રંગોનો સમાવેશ થાય છે. રંગકામ  મુખ્યત્વે  સ્ત્રીઓ  જ કરે છે. રંગકામ, વણાટકામ વગેરે તમામ પ્રકારના કાર્યો અંગે 'નાગ' લોકોમાં વિવિધ માન્યતા પ્રવર્તે છે. દા.ત. ગર્ભવતી  સ્ત્રીઓને  રંગકામ કરવાની સ્પષ્ટ મનાઈ હોય છે  કારણ કે તેઓ એવું માને છે કે ગર્ભવતી નારી રંગકામ કરે તો તેના ગર્ભસ્થ શિશુ ઉપર બહારના રંગનો પ્રભાવ આવે છે. આ લાલ રંગનું રંગકામ માત્ર વૃધ્ધ મહિલાઓ જ કરી શકે છે. કારણ લાલ રંગલોહીનો રંગ છે, તેથી એવી ધારણા આ પ્રજામાં પ્રવર્તે છે કે આ રંગનો પ્રયોગ કરનારી સ્ત્રી   ભયાનક મૃત્યુને ભેટે છે. આ સિવાય પણ રંગકામ સંબંધ અહીં અનેક માન્યતા પ્રવર્તતી હોવાનું કહેવાય છે અને આ બધી માન્યતાને ધ્યાનમાં રાખીને જ રંગકામ કરવામાં આવે છે. નાગાલેન્ડમાં 'નાગ' લોકોની અનેક જાતિ છે અને દરેકની રંગકામની પોતાની આગવી પધ્ધતિ અને શૈલી છે. - રંગકામ બાદ, વણાટકામ હાથ ધરવામાં આવે છે. આ કામ પણ મહિલાઓને આધિન હોય છે. વણાટકામનો સમય નિર્ધારિત હોય છે. નવો પાક લણણી પછી ઘરે આવી ગયા બાદ અને તેનો ભોજન માટે ઓછામાં ઓછો એકવાર ઉપયોગ થયા બાદ જ વણાટકામ ચાલુ કરવામાં આવે છે.

Article Content Imageવણાટકામ માટે 'નાગ' મહિલાઓ સાવ સાદા સરળ અને પરંપરાગત હથિયારોનો ઉપયોગ આજ સુધી કરતી આવી છે. તેમની હેન્ડલૂમ (હાથશાળ) વાંસની લાકડીઓનું બનેલું એક નાનકડું હથિયાર હોય છે. દરેક 'નાગ' ઘરની એક દીવાલ ઉપર આ નાનકડી લૂમને (શાખને) દોરડા અને વાંસની સહાયથી ટીંગાડી રાખે છે. લૂમની લંબાઈ અને પહોળાઈ એક સ્ત્રી  ચલાવી શકે એટલી જ રાખવામાં આવે છે. મહિલાઓ જમીન ઉપર બેસીને વણાટકામ કરે છે.  'નાગ' બનાવટના  વસ્ત્રો  બે કે ત્રણ ટુકડામાં વણવામાં આવે છે અને તેને જોડીને પહેરવા પડે છે પછી તે વોમાં શાલ હો કે લુંગી હોય.

કેટલીક 'નાગ' શાલમાં ચિત્રકામ પણ જોવા મળે છે. જોકે આ ચિત્રકામની કળા નાગાલેન્ડની આઓ, લોથા અને રંગમાં એ ત્રણ જાતિઓ પૂરતી સીમિત છે. યોધ્ધાઓ માટે બનાવાતી શાલોની વચ્ચેનો સફેદ ભાગને કાળી શાહી લગાડવામાં આવે છે. આ કાળી શાહી એક વિશેષ પ્રકારના વૃક્ષના રસ કે દૂધમાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત તેમાં ચોખામાંથી બનાવાયેલ દારૂ તથા વાંસની રાખ ભેળવવામાં આવે છે. આ રીતે બનતી શાહી કે રંગને કપડાં ઉપર આકર્ષક રીતે લગાડવામાં આવે છે. આ કાર્ય માત્ર વૃધ્ધ પુરુષો જ કરે છે.

Article Content Imageડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ વૃક્ષોમાંથી રસ કે દૂધ એકઠું કરવામાં આવે છે. દૂધ એકઠું કરનાર વ્યક્તિ ગામનો સૌથી ચતુર વ્યક્તિ હોય છે. જ્યારે તે દૂધ અથવા રસ એકઠું કરવાનું કામ કરે છે ત્યારે તેણે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે તથા તેના ઈંડા ખાવા ઉપર પ્રતિબંધ હોય છે. 'નાગ' શાલોમાં નમૂના અને પ્રતીકોનું મહત્ત્વ ઘણું મોટું   છે. નાગ હાથશાળના અવિકસીત અને અત્યંત પ્રાચીન  સ્વરૂપને  કારણે  તેના નમૂનામાં વિવિધતાની કમી રહે છે  પરંતુ  જાતિ, ઉપજાતિ અને પહેરનારા વ્યક્તિ અનુસાર આ નમૂના  અને પ્રતીક બદલાતા રહે છે. નાગ શાલમાં  યોધ્ધાઓથી માંડીને ધનવાન  અને  સામાન્ય  વ્યક્તિ સુધીના  લોકો માટે જુદાં જુદાં નમૂના અને ડિઝાઈન બનાવવામાં આવે છે.

આઓ જાતિના નાગ લોકોની  સૌથી  સુંદર અને આકર્ષક શાલ 'તસંગ કો-ત્યસુ' નામે ઓળખાય  છે. આ શાલ 'આઓ' જાતિના નાગરિકોની શાલ  છે. જેની બોર્ડર કાળી, લાલ અથવા સફેદ રંગની હોય છે. જ્યારે વચ્ચેનો  ભાગ  સફેદ રાખવામાં આવે  છે. આ સફેદ ભાગમાં ચિત્રકામ કરવામાં આવે છે જેમાં પહેરનાર યોધ્ધાની ધન સંપત્તિને દર્શાવતા  મિથુન, શૌર્યના પ્રતીક હાથી, વાઘ, તેની વીરતાના  પ્રતીક નરપુંડ તથા યુધ્ધ અને દૈનિક ઉપયોગમા ં કામ  આવે એવી  ઉપકરણો અનુભવે દાઓ, ભાલા, વાસણો, કુકડા વગેરે  ચિત્રિત કરવામાં આવે છે. આ  જાતિના 'નાગ' લોકો દ્વારા બનાવવામાં આવતી અન્ય એક સુંદર પ્રકારની શાલને 'રંગસુ' શાલના નામે ઓળખવામાં આવે છે. આ શાલ ઓઢનારે વીર યોધ્ધા સાથે સમૃધ્ધ થવું  આવશ્યક  છે. આ શાલ પહેરવાનો અધિકાર અને માન મેળવવું એ અત્યંત ગૌરવાસ્પદ માનવામાં આવે છે. આ 'અંગામી'   અને 'ચખલેઆંગ' જાતિના  નાગોની શાલો અત્યંત સમાન હોય છે.  'અંગામી નાગો દ્વારા તૈયાર કરવામાં આવતી  શાલોને લોઅમા હૂઈશીદ અને 'લોહી' તરીકે ઓળખવામાં આવે છે. આ શાલોની બોર્ડર પાતળી અને પહોળી હોય છે. 'ચખલેઆંગ'શાલો ઉપર તો કોડીના ઝુમખા મૂકવામાં આવે છે. ત્રણ પંક્તિઓમાં લગાડવામાં આવેલી કોડીઓવાળી શાલ વિશેની શાલ તરીકે ઓળખાય છે. જ્યારે વિશેષ શૌર્ય દાખવનાર માટે ચાર પંક્તિના ઝુમખાવાળી શાલ બનાવવામાં આવે છે. 'જિલાંગ' જાતિના નાગો દ્વારા બનાવાતી શાલો 'અંગામી' નાગોની શાલો સાથે મળતી આવે છે.

'એમા'  જાતિના નાગલોકો પણ શાલો તૈયાર કરવામાં નિષ્ણાત છે. તેમની શાલો એમાં ગામડાંની આસપાસ રહેતી અન્ય નાગ ઉપજાતિઓની શાલો સાથે વધુ મળતી આવે છે. દા.ત. એમાં યોધ્ધાઓની 'અબી-કીઆઈ-ફી' નામની શાલ લોથા' જનજાતિની 'રખસુ' નામની શાલ સાથે મળતી આવે છે  જેમાં ડાર્ક બ્યુ કે કાળા રંગ ઉપર લાલ રંગની પહોળી પટ્ટી હોય છે.

'એમા' જાતિની એક વિશેષ પ્રકારની શાલ 'અખુમ'ના નામે ઓળખાય છે. આ શાલમાં  જાતિ, ઉપજાતિ અને પહેરનાર વ્યક્તિ અનુસાર આ નમૂના અને પ્રતીક બદલાતા રહે છે. નાગ શાલમાં યોધ્ધાઓથી માંડીને ધનવાન અને સામાન્ય વ્યક્તિ સુધીના લોકો માટે  જુદાજુદા નમૂના અને ડિઝાઈન બનાવવામાં આવે છે.

આઓ જાતિના નાગ લોકોની સૌથી  સુંદર  અને આકર્ષક  શાલ 'તસુંગ કો-ત્યસુ' નામે  ઓળખાય છે. આ શાલ 'આઓ' જાતિના નાગરિકોની  શાલ છે  જેની બોર્ડર કાળી, લાલ અથવા સફેદ રંગની હોય છે જ્યારે  વચ્ચેનો ભાગ સફેદ રાખવામાં આવે છે. આ સફેદ  ભાગમાં ચિત્રકામ કરવામાં આવે છે. જેમાં પહેરનારા  યોધ્ધાની  ધન સંપત્તિને દર્શાવતા મિથુન, શૌર્યના પ્રતીક હાથી,  વાઘ, તેની વિરતાના પ્રતીક નરપુંડ તથા યુધ્ધ અને  દૈનિક ઉપયોગમાં કામ આવે એવી ઉપકરણો અનુભવે દાઓ, ભાલા, વાસણો, કુકડા વગેરે ચિત્રિત કરવામાં આવે છે. 'આઓ' જાતિના નાગલોકો દ્વારા બનાવવામાં આવતી અન્ય એક સુંદર પ્રકારની શાલને 'રંગસુ' શાલના નામે  ઓળખવામાં આવે છે. આ શાલ ઓઢનારે વીર યોધ્ધા સાથે  સમૃધ્ધ થવું આવશ્યક છે. આ શાલ પહેરવાનો અધિકાર અને માન  મેળવવું  એ અત્યંત ગૌરવાસ્પદ માનવામાં આવે છે. ' 'અંગામી' અને 'ચખલેઆંગ' જાતિના નાગોની શાલો અત્યંત સમાન હોય છે. 'અંગામી' નાગો દ્વારા તૈયાર કરવામાં આવતી શાલોને 'લોઅમા હૂઈશીદ અને 'લોહી' તરીકે ઓળખવામાં આવે છે. આ શાલોની બોર્ડર પાતળી અને પહોળી હોય છે. 'ચખલેઆંગ' શાલો ઉપર તો કોડીઓના ઝુમખા મૂકવામાં આવે છે. ત્રણ પંક્તિઓમાં લગાડવામાં આવેલી કોડીઓવાળી શાલ વિશેની શાલ તરીકે ઓળખાય છે. જ્યારે વિશેષ શૌર્ય દાખવનાર માટે ચાર પંક્તિના ઝુમખાવાળી શાલ બનાવવામાં આવે છે. જિલાંગ જાતિના નાગો દ્વારા બનાવાતી શાલો 'અંગામી' નાગોની શાલો સાથે મળતી આવે છે.

એમાદ જાતિના નાગલોકો પણ શાલો તૈયાર કરવામાં નિષ્ણાત છે. તેમની શાલો એમાં ગામડાંની આસપાસ રહેતી અન્ય નાગ ઉપજાતિઓની શાલો સાથે વધુ મળતી આવે છે. દા.ત. એમાં  યોધ્ધાઓની 'અબી-કીઆઈ-ફી' નામની  શાલ લોથા'  જનજાતિની 'રખસુ' નામની શાલ સાથે મળતી આવે છે જેમાં ડાર્ક બ્યુ કે કાળા રંગ ઉપર લાલ રંગની પહોળી પટ્ટી હોય છે.

'એમા' જાતિની એક વિશેષ પ્રકારની શાલ 'અખુમ'ના નામે ઓળખાય છે. આ શાલોમાં અનેક નમૂના બનાવવામાં આવે છે જેમાંની મોટાભાગની શાલોમાં કાળા અને વાદળી  રંગની પૃભૂમિમાં લાલ રંગની આયતાકારડબ્બીઓના નમૂના બનાવવામાં આવે છે. તેમની 'આલુફિમેય નામની શાલ સમાજના ઉચ્ચ સ્તરના લોકો દ્વારા ઓઢવામાં આવે છે. આ ઉપરાંત પહોળી તથા કાળી- સફેદ બોર્ડરવાળી શાલ જે 'મિસૂફી'  તરીકે લોકપ્રિય છે અન ે ધનવાનોમાં તે વધુ પ્રખ્યાત છે.

'પિપખ્તગર' જાતિમાં એક  ડઝનથી  વધુ  નમૂનાની શાલો પ્રચલિત છે. 'અનેક ખીમ',  અમરૂક-ખિમ', 'મોરવોકખિમ', તેમની કેટલીક પ્રચલિત શાલો છે. તેમની સૌથી સુંદર અને આકર્ષક શાલને 'રોગ-ખિમ'ના  નામે  ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ યુધ્ધમાં નરમ્ડ પ્રાપ્ત કરનાર યોધ્ધા જ કરી શકે છે. વિશેષ  યોજના  પ્રાપ્ત યોધ્ધા માટે અહીં ૯૬ નમૂનાવાળી શાલ વણવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે અહીં આ શાલ ઓઢવાનું નિષિદ્ધ ગણવામાં આવ્યું છે. આ શાલ અંગે એવી માન્યતા પ્રવર્તે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આ શાલ ઓઢે તો તેનું મૃત્યુ કૃ-રોગથી થાય છે.

'ચિંગખિમ' નામની શાલ પણ યોધ્ધાઓની શાલ તરીકે ઓળખાય છે પણ આ શાલ ધારણ કરનારા વ્યક્તિઓની વીરતાનું સ્તર 'રોગખિમ' ધારકો કરતાં નીચું માનવામાં આવે છે. કહેવાય છે કે યુધ્ધમાં દુશ્મનનો જમણો હાથ પ્રાપ્ત કરી શકનાર યોધ્ધો જ 'કેચિંગ રખિમ'  ધારણ કરી શકે છે.

વાધે મારનાર ચિમ છંગુર વિશેની શોલ અમરથી ખિમ પણ અત્યંત સુંદર અને આકર્ષક હોય છે. આ શાલના બન્ને કિનારી ઉપર બ્લ્યુ, કાળી અને લાલ ધારે હોય છે. અનોખા રંગ આયોજનને કારણે આ શાલ ખૂબ જ આકર્ષકતા જગાવે છે.

'રેહકીખિમ'  નામની શાલ ધનવાનો માટેની શાલ છે એમ માનવામાં આવે છે. '૯૬ ગોળાકાર કોડીના નમૂનાવાળી શાલ વિશેષ ધનસંપત્તિ ધરાવતી વ્યક્તિઓ ઓઢે છે.  જ્યારે સામાન્ય ધનવાનો માટે શાલમાં કોડીના નમૂનાની સંખ્યા ૬૪ની રાખવામાં આવે છે.

'લુંગતુંગશી ખિમ' નામની શાલ ઓઢવાનો અધિકાર પ્રાપ્ત કરવાની લાલસા પ્રત્યેક 'ચિમછંગુર'નાગની હોય છે  કારણ તે ઓઢવી એ એક સર્વોેત્તમ સન્માનની બાબત ગણાય છે. આ શાલ 'આદ નાગોની તુસુગો-ટૂ જેવી  જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે તેમાં વચ્ચેની પહોળી સફેદ પટ્ટી ઉપર ચિત્રકામ નથી  હોતું.

'થિમછંગુર' જાતિની નાગીઓ 'વિસંગ ગ્રીમ' નામની શાલનો ઉપયોગ કરે છે. આ શાલ માટે એક રોચક કથા પ્રચલિત છે. કિંવદત્તી અનુસાર બે અનાથ ભાઈ પાસે પોતાના જીવન-ઉપાર્જન માટે એક માત્ર બગીચા સિવાય કંઈ જ ન હતું. બન્ને અત્યંત  જીવની જેમ  તેની  દેખભાળ રાખતા હતા. તેમ છતાં  બગીચાના ફૂલોની  દરરોજ ચોરી થતી હતી.  આ  અંગે ભારે શોધખોળ  બાદ નાના ભાઈએ ચોરોને  શોધી કાઢયા ફૂલોની ચોરી કેટલીક સુંદર યુવતીઓ કરતી હતી. ફૂલ લઈ નાસી જતી આ સુંદરીઓમાંની એક નાના ભાઈના હાથમાં ઝડપાઈ ગઈ. આ  સુંદરીએ એક ખાસ પ્રકારની શાલ ઓઢી હતી. આ સુંદરીનું  નામ 'તિશૃંગગ્રીમ' હતું. નાનો ભાઈ અને પેલી સુંદરી પરણી ગયા અને પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા. વિવાહ બાદ આ દંપતિ ખૂબ જ ધનવાન બની ગયું અને પોતાની સમગ્ર જાતિને સમ્માનભર્યું ભોજન આપી શકે એટલી ક્ષમતાવાન બની ગયું અને તેથી આજે પણ નાગાલેન્ડમાં 'તિસુંગગ્રીમ' શાલને ધનવાન મહિલાઓની શાલ માનવામાં આવે છે.

ચેંગ નાગ જાતિની અનેક શાલોમાં તોબુ નેઈ નામની શાલનો ઉલ્લેખ અહીં વધુ યોગ્ય ગણાશે કારણ આ શાલ 'ચેંગ' નાગાઓ દ્વારા બનાવાતી શાલોમાં સૌથી સુંદર અને કલાત્મક શાલ છે. તેમાં માત્ર બે પહોળી પટ્ટીઓના નમૂનો હોય છે. ઉપરની પહોળી પટ્ટીને વિવિધ રંગોની ડિઝાઇનો વડે સજાવવામાં આવે છે. પહોળી વાદળી રંગની પટ્ટીને સર્પની લચીલી ચાલનું પ્રતીક માનવામાં આવે છે.

આ શાલને વણતી વેળાએ નમૂનાની પૂર્ણતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ શાલના વણાટ કામમાં નમૂનાની એકરૂપતા અને અંતેયોગ્ય હાશિયોહોય એ જરૂરી માનવામાં આવે છે આથી આગળ વધી એ તો મળતી માહિતી અનુસાર 'ફોમ' જાતિના નાગો દ્વારા બનાવાતી ખાસ પ્રકારની શાલને 'ફેનિટ' તરીકે ઓળખવામાં આવે છે.

એકંદરે જોઈએ તો નાગ લોકો દ્વારા પોતાની હસ્તકલાનો પરચો આપીને બનાવાતી શાલોની આ પરંપરાગત કથા-યાત્રી દ્વારા અનેક અજ્ઞાાત તથ્યો આપણી સમક્ષ ઉજાગર થાય છે. દા.ત. નાગ શાલોમાં પ્રતીકાત્મકતા વધુ પ્રમાણમાં જોવા  મળે છે.



Gujarat