ઘરગથ્થુ ઉપાયથી ત્વચાને બનાવો સુંવાળી-કાંતિવાન


પ્રદૂષણ. ગંદકી, ધીળ-માટીના કારણે ત્વચા પર વિપરીત અસર પડે છે. પરિણામે ત્વચા નિસ્તેજ,રૂક્ષ અને મુરઝાઇ દીસે છે. આ ઉપરાંત તાણ, વધતી વય,, સૂરજના હાનિકારક કિરણો, રાતના પ્રયાપ્ત માત્રામાં નિંદ્રા ન થવી જેવા સામાન્ય કારણો પણ ત્વચા પર હાનિકારક પ્રભાવ પડે છે.એવામાં તનિયમિત રીતે ત્વચાની કાળજી જરૂરી બની જાય છે. નિષ્ણાતોના અનુસાર, ત્વચા પ્રદૂષિત તત્વોના સંપર્કમાં આવવાથી ત્વચાની કુદરતી ચમક નિસ્તેજ થઇ જાય છે. તેમજ ખીલ, રૂક્ષતા, કાળાશ-ઝાંય જેવી તકલીફો ત્વચા પર દેખાય છે. મોટા ભાગના લોકો આ સમસ્યાથી નિવારણ પામવા માટે બજારમાં મળતાં મોંઘા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ કરે છે.પરંતુ તેમાં રસાયણ હોવાથી લાંબા ગાળે ત્વચા પર તેનો વિપરીત પ્રભાવ પડવાની શક્યતા હોય છે. એવામાં ચહેરાની ત્વચાને ચમકદાર અને ડાઘરહિત બનાવવા માટે કુદરતી ચીજોનો ઉપયોગ ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. 

હળદર

હળદર  ચહેરાને ચમકીલો કરવા માટે ઉપયોગી છે. ત્વચા સંબંધી સોરાયસિસ જેવી ઘણી સમસ્યાઓમાં ંહળદર ફાયદામંદ સાબિત થઇ છે. તેમજ ખીલથી પણ રાહત અપાવે છે. વધતી વયના કારણે ત્વચા પર કરચલી થવા જેવી તકલીફો ત્વચા પર દેખાતી હોય છે જેને હળદરની પેસ્ટથી દૂર કરી શકાય છે. તેમજ ત્વચા પરની કરચલી માટે પણ હળદર લાભદાયક છે. 

કોપરેલ

ત્વચા પર કોપરેલનો મસાજ કરવાથી ત્વચા પરની રૂક્ષતા દૂર થાય છે. તેમજ કોપરેલ ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. ત્વચા પરહળવા જખમ હોય તો તેના પર પણ હળદર લગાડવાથી ફાયદો થાય છે. કોપરેલમાં સન પ્રોટેકશન અને એન્ટિ એજિંગ ગુણો પણ સમાયેલા હોય છે જે ત્વચા માટે લાભદાયી છે. 

એલોવેર જેલ

એલોવેરાને ઔષધીયોની ખાણ માનવામાં આવે છે. તે ચહેરા પરની ત્વચાની રૂક્ષતા ઓછી કરે છે, જેથી ત્વચાની કુદરતી ચમક જળવાઇ રહે છે. આ ઉપરાંત ચહેરા પરના કાળા ધાબાને પણ દૂર કરે છે. એલોવેરામાં એ, સી અને ઇ વિટામિન પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. 

ચંદનનો ફેસ પેક

અઠવાડિયામાં બે વખત ચંદનનો ફેસપેક ચહેરા પર લગાડવાથી ત્વચા યુવાન દેખાય છે. આ ઉપરાંત ત્વચા કોમળ, સ્નિગ્ધ અને તેજસ્વી બને છે. એટલું જ નહીં ત્વચા પર થનારી સામાન્ય બળતરામાં પણ ઠંડક પ્રદાન કરે છે. 

મુલતાની માટી

મુલતાની માટેનો ફેસપેક ચહેરાની ત્વચા માટે લાભદાયી છે. ચહેરા પરના ડાઘ, ધાબા અને ઝાંય દૂર કરવામાં તે મદદ કરે છે. તેમજ ચહેરા પરના બ્લેકહેડ્સ, કરચલી તેમજ ફાઇન લાઇન્સ પણ ઓછી થાય છે. મુલતાની માટી ચહેરાની ત્વચાને નિખારે છે.  

- સુરેખા

City News

Sports

RECENT NEWS