વાચકની કલમ .
વાલમ...
અષાઢલો ઘનઘોર ગાજતો ને...
વિજ કડાકા કરતી વાલમ
દલડું દઈને ક્યાં ગયા છો?
હવે ના તડપાયો વાલમ
નયન મારા શોધે તમને
અશ્રુ અનરાધાર છે વાલમ
ચાતક તરસે મેઘ નીરને
તરત છીપાયો મારી વાલમ
શ્રાવછા વરસે સરવરીયોને
ભિંજે ચૂંનર-ચોરી વાલમ
તસ તસતું આ જોબન મારુ
અંગડુલે અંગડાઈ વાલમ
વરસોની છે પ્રિત પતંગા
હવે ના સંતાકુકડી વાલમ
'ચંદ્ર-તમારી પ્રિયા બહાવરી
મિલન ચાહે અધરો વાલમ.
કે.ડી. અમીન 'ચંદ્ર'
બેનીનો પ્રેમ
ચંદા-સૂરજનું તેજ લઈને,
તિલક લગાવું ભાલે!
લઈ ઓવારણા,
ખમ્મા કહીને
આશિષ આપી દઉં
હૈયા કેરો હેત
વીરાને કાંડે બાંધી દઉં
ગોળ-આંબલી જેવો,
ખાટો-મીઠો વીરાનો પ્રેમ,
ખાટી-મીઠી પળને તેના
સંગમાં માણી લઉં
ચોટલી પકડી પજવે ત્યારે
કાળિયો કહી દઉં
હૈયા કેરો હેત વીરાને...
ના મેડી મૌલાત,
ના વીરા માંગુ કોઈ ભેટ
હર જનમમાં તુજને,
તારી પ્રીતને 'તેજ'
ભાઈના રૂપમાં માંગી લવ.
હૈયા કેરો હેત વીરાને...
તેજલ મૌર્ય 'તેજ' (ચાંદલોડીયા-અમદાવાદ)
બીજે ક્યાંય નહીં શોધતી મને
ના શોધતી મને છાનીમાની તું
તારી આંખોમાં જ તો છે
સરનામું મારું
કેટલીવાર કહ્યું તને
બોલ તારે બીજી કઈ જગ્યાએ
રહેવું છે રાજી ખુશીથી
મેં મારા બે શ્વાસની વચ્ચે
તારી જગા રાખી છે
કેટલીયવાર યાદ કરાવ્યું છે તને મેં
પણ....
તને ક્યાં ફર્ક પડે છે
ચાલ વાંધો નઈ હં
તું ત્યાં શ્વાસ લેજે
હું અહીં જીવી લઈશ
બાકી....
બીજે શોધતી નહીં મને...
'મીત' (સુરત)
ઇશ-ઈન્સાનની ખીલી
પત્યુ પાનખરનું, વસંતે
વૃક્ષોની કુંજાર લીલી.
અષાઢી મેઘના આડંબરે,
તરુ સંગ માંહેથી ખીલી!
ખર ધરા પલળી,
મહેક શું માટી માંહેથી ખીલી!
ગગન ગાજે જયમ,
ખરપરશું તાંડવની રમત જીલી
શ્યામઘટાએ વરસે વાદલડી,
મચાવી શરારતી હેલી
વર્ષાના વ્હાલપનાં નજારે,
તન મન જાયે સદા ખીલી!
પર મર્કટ માનવના મગજમાં
શું ઘુસી છે ખીલી!
નિજાનંદ કાજ કંઈક નિર્દોષોની
ઉડાવે છે ખીલી.
હવાએ ઊતા પ્લેનનાં રનવેમાં
લગાડશે ખીલી.
કરી અટકચાળો સુપરજેટની
કરી પાડે ગતિ ઢીલી.
વદોના વેણ કદી,
સુણી મગજમાં લાગી જાય ખીલી,
ઉચ્ચારો વેણ ઉરના,
તદા માનવ ચહેરો જાય ખીલી.
ધીરજલાલ ડી. તન્ના (કેશોદ)
ટપકતા રંગે...!
કેનવાસ ઉપર ચિત્રદોર્યું
પીંછી ઝંબોળી રંગમાં
ઉમંગ આનંદ નાં આગણે
મનનો ઉદ્વેગ ટપકી રહ્યો
બબલુના મનનો તરંગ
કેનવાસ ઉપર ઉતરી પડયો
ડુંગર દોર્યો, ઝરણું દોડયું
સૂરજ દોર્યો, જંગલ ઉતાર્યું
ખળખળતી નહી દોડી
કેનવાસ બહાર કૂદી પડી
સુરજદાદાનાં ગાલ હસ્યા
જંગલનું તપ પ્રગટયું
બબલુ હોડીએ સવાર થયો
હોડીએ કિનારો કર્યો.
રંગ પૂરાયા કેનવાસે
મસ્ત બની હસ્યું ચિત્ર
કૂદરતનું પોત પ્રકાશ્યું
જોઈ બબલું ઉછળી પડયો
ત્યાં રંગ ઢોળાયો કેનવાસે
જાણે મહેનતની આશ ઉપર
સુનામીનો રંગ ઢોળાયો
રડતો બબલુ રડતો રહ્યો,
કેનવાસ ઉપર જાણે નિસર્ગ!
ગ્લોબલવોર્મિંગ છલકી પડયું...!?
મુકેશ બી.મહેતા(બામણિયા, સુરત)
ઢળી જાઉં છું...
છું થોડો સ્વતંત્ર મિજાજી હું
પણ સ્વચ્છંદી નથી...
એકદમ હાજર- જવાબી છું,
પણ ઉદંડ નથી.
બીજાની જેમ મીઠું મીઠું બોલીને
છેતરપિંડી કરતા મને નથી ફાવતું
બોલું છું હું થોડું, તીખું
પરંતુ બોલું છું હું સ્પષ્ટ
પરંતુ જ્યાં મળે છે, લાગણી
વધુ પડતો લાગણીશીલ છું!
બસ ઢળી જાવ છું!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
ઉલ્ફત
રહેમની થોડી શરૂઆત થઈ
સંગ દિલમાં થોડો સુધારો જોયો
માયુશી વદન પર નજર ન આવી
મંદ મંદ મુસ્કુરાતો ચહેરો જોયો
ઉરમાં જાણે ઉલ્ફત ઉભરાઈ
આંખોમાં એનો ઉભારો જોયો
ખાલી ખમજે આવતું હતું નજરમાં
એ ઉરમાં ઉલ્ફતનો ઉતારો જોયો
મણિલાલ ડી. રુઘાણી (રાણાવાવ)
સાગર
જોઈ રહ્યો છું હું સાગરના શાંત નીરને,
કિનારે અફળાઈ થતા
મોજાના ફીણ-ફીણને
કુદરતે અજબ બનાવ્યા છે
દરિયાના રંગ-રૂપને
નથી ખબર માનવીને ક્યારે
બદલશે એ એના સૌમ્ય - રુદ્ર સ્વરૂપને
છતાં દયાળું છે સાગર,
આપે છે આશરો જળ-ચરને,
માનવી કરે છે એનો ઉપહાસ,
મિટાવી એના અસ્તિત્ત્વને
કરે છે એનો ઉપયોગ ચલાવી વહાણ,
અને નિકાલી ખનિજ-સંપત્તિને
નિર્લેપ-ભાવે જોઈ રહે છે
આ સર્વ શાંત ધરતી
દરિયા કિનારે રે છે
કિલ્લોરે નિર્દોષ બાળકો,
બનાવે છે ભીની રેતીમાં ઘર,
અને સુંદર ચિત્રો ચિત્રકારો
મંદ મંદ શીતળ પવન
આપે છે સર્વેને આનંદ
બનીને વર્ષા આપે છે
શીતળતા ધરતીને સાગર
કરું છું વંદન સાગરને,
ડૂબી રહ્યો છે સૂર્ય ક્ષિતિજમાં
દેશે ફરી દર્શન ફેલાવી
રક્ત-વર્ણી કિરણોને નિસર્ગમાં.
ફિઝ્ઝાં એમ. આરસીવાલા (મુંબઈ)
પ્રશંશાનાં પુષ્પો
તારા નાજૂક નયનોને તારા કોમળ હોંઠને
તારી આકર્ષક ખૂબસૂરતીને... જોઈને
તારા ગુલાબી ગાલને
તારી મંદ મંદ મુસ્કાનને
તારા સ્નેહાળ સ્વભાવને જોઈને
પાગલ થઈ ગયો છું, તને પામીને
સૌ કહે છે મને, માલામાલ થઈ ગયો છું.
સતીશ ભુરાની
(નારણપુરા, અમદાવાદ)