For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાચકની કલમ .

Updated: Nov 21st, 2022


તમન્ના 

તુજ  તણી  છે, 

મેળવવાની  તમન્ના  દિલમાં,

સહપાઠી હતા, 

આપણે મળવા આતુર જ્યાં

દિલો દિમાગની ગુફતેગુ 

કરવાને  છે,  તમન્ના

દિલમાં  તુજ તણી છે, તમન્ના જ્યાં

મારા રુદિયામાં તારી તસવીર  

અંકિત કરી રાખી

એવી તમન્નાનો   સ્ત્રોત વહે જ્યાં

જીવન સાગર પાર કરી 

લેવાની છે, તમન્ના

તુજ તણી લાગણી મારી  છે. 

પારાવાર જ્યાં 

સમર્પણની  ભાવના છે 

તારી જ્યાં સમજાઈ છે

મારી નૈતિકતાની માહેર છે તું જ્યાં

પરસ્પરની ભાવનાની કેડી રચાય  

તેવી તમન્ના

સપનાના મહેલ તો બહુ જ રચ્યા નીંદમાં

 એ મહેલોને સાકાર કરી લેવાની છે,

તમન્ના

સંઘર્ષભર્યા જીવનમાં કેવી 

ઉદાસીનતાને અભાવ

આપસમાં આવીને જીવન સાર સમજાયો, 

તમન્નામાં.

-  પરેશ જે.  પુરોહિત : (કલોલ) 

ચાંદમાં દાગ

ચાંદમાં દાગ છે,

રાતમાં આગ છે.

માળીને  તડપતો

યાદમાં બાગ છે

ગીતને સાંભળો 

તાલમાં રાગ છે

કીંમતી હોય એ 

ઝાડમાં  સાગ છે

હોળીમાં ગીતોના, 

રાગમાં ફાગ છે.

- દર્શિતા બાબુભાઈ શાહ : (અમદાવાદ)

 ઓ મારી મા

સદા એક જ રંગ તારા મુખ પર

હાસ્ય છલકતું રહેતું  આંખોમાં

એ જ મીઠાશ તારી વાણીમાં

દયાવાન એ તારી પ્રકૃતિ,

કોઈનું દિલ ન કદી તું દુભવતી

સહુનું ભલું ચાહતી ને કરતી,

સઘળી વાતો છે મારી સ્મૃતિમાં!

સર્વશ્રેષ્ઠ તું મારી નજરમાં!!

થોડામાં તું ઘણી   કહી દેતી.

વાતોમાં ભોળપણ  છલકાવતી,

નહીં કપટ  કે નહીં કોઈ ખટપટ!

તારો ઉપકાર કદી નહીં ભૂલું બા!!

- શારદા  અરવિંદ કોટક : 

(મુલુન્ડ કોલોની)

અમ જીવનનો પાયો

બાપુજી તો છે, 

અમ જીવનનો 

ઈમાઅનો પાયો છે

સુખ, શાંતિ મોજ મસ્તીના 

જીવનનો અમપાયો  છે.

બાપુજી  એટલે  જીવનની 

બારીનું છેલ્લું સર્જન

ઠંડી- તડકો મુશ્કેલી   

વેઠીસુખ દેનાર 

જીવનનો પાયો છે

બાપુજી  એટલે અમ જીવનનું 

ગંજીફાનું  ઉપયોગી પાનું.

બાપુજી  એટલે 

આંગણે ઉગેલો

 પીપળો ને  ઑક્સિજન.

ગાડીવાળી પાછી દવા, દૂધ, 

શાકભાજી જરૂરિયાત પાયો છે.

બાપુજી એટલે વાત્સલ્યથી 

ઘુગવાતો  વિશાળ સાગર છે.

પરિવારનો ખર્ચની  હાલતી 

બેન્કનો પાયો  છે.

શારીરિક હોય દુ:ખી  

તોયે લાગે ફિટનો પાયો,

દીકરા- દીકરી

પગે ઉભા થાય 

એ ચિંતાનો પાયો છે

બાપુજીએટલે અમ જીવન 

યાત્રાના ખરા  રાહબર

અશક્તિ,  આંધળા પણું 

'રાહી' જીવનો પાયો છે.

 બિપીન વાઘેલા ' રાહી' (અંકલેશ્વર)

તારા પર એક નજર પડતાં જ! 

તારા પર  એક નજર પડતાં જ!

મારા મનના દ્વાર  ખુલી ગયા!

જો તું મને મળીશ બાગમાં!

તો કમળના ફૂલ ખીલી ગયા!

તો મારા દિલનો ડંકો વગાડજે!

જ્યારે  બોલાવીશ તું તારી પાસે!

ત્યારે રોશની ફેલાઈને 

આવીશ તારી સામે!

પ્રેમ કરીશ તને એવો હું!

જેનાથી દુનિયા  બનાવીશ તારી સાથે !

બસ એક જ ફૂલ  ખીલવાથી!

પ્રેમ રહેશે સદાયને માટે!

-  ભાવેશ  ડી.વસવેલિયા  :

 (જેતપુર- જી. રાજકોટ)

સફળ  જીવન

દિલદાર થયો

સ્નેહાળ થયો

પ્રેમાળ થયો

આનંદમાં રહ્યો

ખુશમિજાજમાં રહ્યો તને પામીને

ખુશ રાખીશ તને તારો સંગાથ મેળવીને

પ્રેમના પુષ્પો   પાથરીશ

સ્નેહનાં રંગો  રંગીશ

પ્યારની પ્રેરણા વહેવડાવીશ

તારો જીવનસાથી થઈને

વચન આપું છું.

રહીશ સદા દુ:ખદર્દમાં 

તારી પડખે રહીને.

- સતીશ ભુરાની

જીવનના અંતરંગ

વિશ્વતણા  બાગના મહેકતા  ક્યારામાં

જીવતરના પુષ્પો  ખીલાવ્યા  અમે

દિલના દરિયામાં ડૂબકી મારીને

પ્રેમના મોતીડાં પામ્યા  અમે

સમયના રંગથી પૂરી રંગોળીને

મેઘધનુષના રંગો સજાવ્યા  અમે

ગોકુળ  ગામની સુની સુની શેરીએ

કાન ગોપીના રાસ રચાવ્યા અમે

રાધા અને કૃષ્ણના  સુના વૃંદાવનમાં

વાંસળીના સૂર રેલાવ્યા  અમે

સ્નેહના  સરિતામાં જીવન  નાવને

સુખદુ:ખના હલેસાં માર્યા અમે

આવ્યા  તોફાનો આ સંસાર સાગરમાં

પણ હામ  હૈયામાં ન હાર્યા અમે

-  ભગુભાઈ ભીમડા : (હલદર-ભરુચ)

સ્પર્શ 

ખુદની  ખુશ્બૂ  છે મદમસ્ત

પણ હું છું કુંવારી

નામ લખી ભૂસુ યાદમાં,

પણ હું છું ભૂલકણી

તરવું છે નદીમાં

તડપતી રહું નૌકામાં

કહેવું ને બોલવું શું?

વાતોથી હું અજાણી

અજ્ઞાનમાં  અડકી ગઈ છે,

પરસેવાથી થઈ ભીની,

દર્પણમાં  જોઉં મુજને

ચહેરો જોઈ હરખાતી.

તારી જાદુઈ અસરથી,

હું ગઈ છું ખેંચાણી

સુમનની ગઝલ બની,

કિતાબમાં જઈ સંતાણી.

 - સુમન ઓઝા : (ખેરાલુ)

Gujarat