વાચકની કલમ .


પ્રશંસાના પુષ્પો 

નશીલા નયનો તારા

રસીલા હોંઠ તારા

ગુલાબી ગાલ તારા

આકર્ષક અદા તારી

સદ્ભાવનાં સ્વભાવની તારી

મંદ મંદ મુસ્કરાહટ તારી

મધુર મીઠી વાણી તારી

કાયા કામણગારી તારી

લાગે છે મને ન્યારી ન્યારી

ઇચ્છા છે તને પામવાની મારી

તારા વિનાં જિન્દગી ખારી

આનંદ થશે મને

થાય જો તું મારા ઘરની સન્નારી

સતીશ ભુરાની (અમદાવાદ)

શમણાં

(રાગ - ચૂપકે ચૂપકે રાતદિન)

શમણાં તમારી યાદના, ઝાકળ બની ઉડી ગયાં

આવે છે સૌ સાથમાં, બધાં અધૂરાં રહી ગયાં....

તમે દૂર છો મુજથી ભલે, પણ યાદ મારી પાસ છે

એ યાદના પ્રવાહમાં, વરસો ઘણાં વહી ગયાં....

મુજને મિલનની આશ છે, મન દોડતું ચારે દિશા

આ ઝાંઝવાના નીરમાં, મૃગલાં તરસ્યા રહી ગયાં....

ફૂલો ખિલાવી ના શક્યો, મારા જીવન ઉદ્યાનમાં

માળી વિહોણાં બાગમાં, કાંટા બધા ઉગી ગયા....

મંઝીલ હજીયે દૂર છે, આવે તોફાનો સામટા

બાકી જીવન સફરમાં, પગલાં અધૂરાં રહી ગયાં....

યાદોં તણી વણઝાર આવે, તોફાની સાગર બની

ઉછળતા સાગર મહીં, મોજાં બનીને સમી ગયાં....

દિલમાં તમારી યાદ છે, એને સતાવો ના હવે

આશા ભરેલી જિંદગીનાં, અરમાન અધૂરા રહી ગયાં....

ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)

તમને શું લાગે?

(ગઝલ)

કહેવાં જેવું રાખ્યું ના મારે તમને શું લાગે

વર્તાવે તો ના સરખો ને છોને 

અમને શું લાગે

રહેવાં સરખું ક્યાંથી લાગે ને જાણે સંતાપો

અમો ને જોવાંવાળો જોશે ને રબને શું લાગે

મળે ના મળવાં જેવું શું જીવનમાં લાગ્યું છે

નિખાલસથી શાની હોવે 

જોને પડખે શું લાગે

વધારી તો દીધી ને સંગાથે કેવી મુશ્કેલી

અરેરાટી સર્જવા સાથે એ તો સૌને શું લાગે

લખી તો રાખો ને કોરાં કોરાં 

કાગળ પર કલમે

ઉપર ના આવે ઉબળા 

પાડીને ખુદને શું લાગે

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

હજી પણ ઉંમર નથી

ઉંમર નથી, ઉંમર નથી જિંદગી જીવવાની હવે ઉંમર નથી

લોકો કહે અકળાવ નહીં, હજુ મરવાની પણ ઉંમર નથી

શું કહેવું, જિંદગી એવા પડાવ પર ઊભી છે કે જ્યાં!

હા, કહેવાની ઉંમર નથી, કે ના કહેવાની પણ ઉંમર નથી

અકાળે વૃધ્ધ કરી કરી નાખ્યો આ દુનિયાએ....

લોકો કહે ભજન કરો, ભટકવાની હવે ઉંમર નથી

કેટલાય બાકી છે હિસાબો ઊભા છે હજીયે પતાવવાના

લોકો કહે ભૂલી જાઓ, યાદ કરવાની હવે ઉંમર નથી

ક્યારે યુવાનમાંથી થઈ ગયા અંકલ, ખબર જ ન પડી

લોકો કહે લાજો જરા, ઇશ્ક કરવાની હવે ઉંમર નથી

દેવદર્શનને મંદિરના ઓટલે બેસી રહેવું ક્યાં સુધી?

લોકો કહે, ધ્યાન ધરો, ધ્યાન રાખવાની હવે ઉંમર નથી

દિલ થાય છે, બે પેગ મારીને ભૂલી જાઉં આ દર્દો બધા

લોકો કહે છે દવા પીઓ, દારુ પીવાની હવે ઉંમર નથી

ફેસબુક, વોટ્સઅપ કે ટીકટોક વગર કેમ જાય છે જિંદગી

લોકો કહે મોબાઈલ મુકો, આંખો ફોડવાની હવે ઉંમર નથી

પ્યાર, મહોબ્બતને પ્રણય વિષે વિચારવું શું એ પણ ગુનો છે?

લોકો કહે ઘરેજ દીવા કરો, બાર જ્યોત જલાવવાની ઉંમર નથી

બર્ગર, પિત્ઝા અને પાસ્તાના તો ખાલી સપના જોવા

લોકો કહે ઉપવાસ કરો, આચર-કુચર ખાવાની હવે ઉંમર નથી

ભાગી જવું છે ભગવા પહેરીને આ ભવસાગરને પેલે પાર?

લોકો કહે છોકરા સાચવો, બાવા બનવાની હજુ ઉંમર નથી

ઉંમર નથી, ઉંમર નથી જિંદગી જીવવાની હવે ઉંમર નથી

કહે 'ધરમ' અકળાવ નહીં, હજી મરવાની પણ ઉંમર નથી

ધરમ મગનલાલ પ્રજાપતિ 

(મગુના-લાલજીનગર)

એટલે શ્રાધ્ધ

યાદ તાજી થાય એટલે શ્રાધ્ધ

પિતૃઓ રાજી થાય એટલે શ્રાધ્ધ

ખીર પુરી કાગવાસમાં ખાઈને

ખુશ કાગડાજી થાય એટલે શ્રાધ્ધ

જે ગયા તે પાછા આવે નહીં

સ્મૃતિ એની ઝાઝી થાય એટલે શ્રાધ્ધ

ભૂલથી પણ એ ભૂલાઈ ન જાય

ના એ નારાજી થાય એટલે શ્રાધ્ધ

ક્યાંક શ્રધ્ધાંજલિ, ક્યાંક પુષ્પાંજલિ

અશ્રુઓથી આંખ આંજી થાય 

એટલે શ્રાધ્ધ

રજનીકાન્ત ઓઝા (ભુજ-કચ્છ)

ક્યાંક મળ્યો ન વિસામો

ગૃહસ્થ વિખરાય ગયું

ચારિત્ર્ય પર લાગ્યો ડાઘ

મનમાં ભર્યો પશ્ચાતાપ

ભીતર સળગે છે આગ

પણ કંઈક લોકો કહે છે

તમે લખો એક કવિતા

સુંદર સુંદર શબ્દોની

હું કરુ છું રચના

એમાં ઉમેરુ છું

જીવનની વ્યથા

પણ કંઈક લોકો કહે છે

તમે લખો એક કવિતા

સૂનુ સૂનુ ખોરડું લાગે

ભણકારા વાગે રાતના

ચાર દીવાલને ચાર ઘૂણાં

જાણે બેઠો હોવ સ્મશાનમાં

પણ કંઈક લોકો કહે છે

તમે લખો એક કવિતા

વર્ષો વિતાવ્યા એકાંતમાં

પુત્રવધૂને પૌત્રીની ચિંતા

વૃદ્ધાવસ્થા આવે હવે તો

પણ લેણદેણ પૂરાં કરવાં

પણ કંઈક લોકો કહે છે

તમે લખો એક કવિતા

ક્યાંય મળ્યો ન વિસામો

પૂરી થઈ જીવનની યાત્રા

સ્વજનોના હેતપ્રેમ લઈને

મારે તો જવું છે પરદેશ

પણ કંઈક લોકો કહે છે

તમે લખો એક કવિતા

રામજી ગોવિંદ કુંઢડિયા (વિદ્યાવિહાર)

કહાની

એ જ એની ને મારી કહાની હતી,

ને અમારી તો સરખી જવાની હતી.

આંધળી દોટ મૂકી હતી પ્રેમમાં,

માનો ના માનો ભૂલો તમારી હતી.

દરબદર જ્યાં જુઓ 

ત્યાં લગાતાર બસ,

લોકોના મોઢે વાતો અમારી હતી.

એક પણ ચકલું જ્યાં હોય ના ઊડતું ને,

ભરબપહોરે ત્યાં શાહી સવારી હતી.

ભાન ભૂલી કહે વાત હૈયાની એ,

જીભના ગાંડપણની લવારી હતી.

પોતપોતાના અભિમાનમાં બે જણે,

પ્રેમની એકરારી નકારી હતી.

છત ઉપર એકલાં મળવાની જો સખી,

તારી એ જીદ મુસલસલ નઠારી હતી

દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)

City News

Sports

RECENT NEWS