ઘરની સ્વચ્છતા માટે ઉપયોગી અસરકારક દેશી નુસખા
- વર્ષો પહેલાં ગામના ઘરોને છાણ અને માટીથી લીંપવામાં આવતા. આનું કારણ એ હતું કે આને કારણે ઘર વાતાનુકૂલિત બનતા અને સાથે સાથે આસપાસના વાતાવરણમાં પણ શુદ્ધતા અને આરોગ્યપ્રદ હવામાન જળવાઈ રહેતું. આથી તમે પણ કેમિકલયુક્ત ક્લિનરને અલવિદા કરો અને ઘરને સાફ રાખવા માટે દાદીમાના નુસખા અપનાવો.
દરેક યુવતી- મહિલા માટે ઘરની સ્વચ્છતા રાખવી જરૂરી હોય છે અને એ માટે તે અપાર પ્રયત્ન કરે છે. સાથે કંઈક અંશે સફળ થાય છે તો ઘણીવાર પૂરતી સફળ પણ નથી થતી. જો કે તેના અથાક પ્રયત્ન હોય છે કે ઘર સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ રહે. વર્ષો પહેલાં ગામના ઘરોને છાણ અને માટીથી લીંપવામાં આવતા. આનું કારણ એ હતું કે આને કારણે ઘર વાતાનુકૂલિત બનતા અને સાથે સાથે આસપાસના વાતાવરણમાં પણ શુદ્ધતા અને આરોગ્યપ્રદ હવામાન જળવાઈ રહેતું. આથી તમે પણ કેમિકલયુક્ત ક્લિનરને અલવિદા કરો અને ઘરને સાફ રાખવા માટે દાદીમાના નુસખા અપનાવો.
સ્વચ્છ અને સાફસૂથરું ઘર દરેકને ખૂબ જ સારું લાગે છે, પણ ઘરની સફાઈ કરીને આપણાં પોતાના ઘરને સાફ કરવા માટે આપણે કેમિકલ ક્લિરનો ઉપયોગ કરીએ છીએ. આ ક્લિનર ઘરને સાફ તો કરે છે, પણ તેને કારણે આપણને ઘણું નુકસાન થાય છે. સૌથી પહેલા તો માર્કેટમાં મળતાં જુદાં જુદાં ઘણાં મોંઘા હોય છે, જેને કારણે આપણા ખિસ્સા પર મોટો બોજ પડે છે.
આ ઉપરાંત, તેમાં મોજૂદ કેમિકલનો કારણે આપણું સ્વાસ્થ્ય અને ત્વચાને લાંબે ગાળે ઘણું નુકસાન થાય છે. આથી, આવા કેમિકલ અને તેના ક્લિરનથી બચવાની સલાહ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિ ટાળવા તમે દાદીના નુસખાનો ઉપયોગ ઘર સાફ કરવા માટે કરી શકો છો. તમે લીંમડાંના પાન, બેકિંગ સોડા, હળદર, નમક, વિનેગર જેવા કેટલીક ચીજો લઈ તેનો ઉપયોગ તમારા ઘરને સાફ કરવા વાપરી શકો છો. આમાં કેટલાંક ઘરેલું નુસખા અંગે પણ અહીં વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
પિત્તળ અને તાંબાની સફાઈ માટે લીંબુ અને મીઠું
આપણા બધાના ઘરમાં પિત્તળ અને તાંબાના વાસણો શોપિસ વગેરેમાં હોય છે. એવામાં આ વાસણોની સફાઈમાં લીંબુ અને મીઠુનો ઉપયોગ કરવો ખરેખર એક સારો અને સાચો વિચાર છે. લીંબુ અમ્લીય હોય છે અને દાગ-ધબ્બા દૂર કરવામાં મદદરૂપ બને છે. જ્યારે મીઠું એક અપઘર્ષકના રૂપમાં કાર્ય કરે છે અને તે ગંદકી અને મેલને સાફ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગમાં સૌ પહેલીવાર લીંબુને અડધું કાપો અને તેના પર મીઠું છાંટો. આ પછી પિત્તળ અને તાંબાની વસ્તુને આનાથી સાફ કરો. અંતે, તેને પાણીથી ધોઈનેસાફ કપડાંથી લુંછી નાખો.
નારિયેળ તેલથી ચમકાવો લાકડાંનું ફર્નિચર
ભારતીય ઘરોમાં લાકડાંનું ફર્નિચર હોવું સાવ સરળ બાબત છે, પણ તેની ચમકને હમેશાં જાળવી શકાતી નથી. એવી પરિસ્થિતિમાં નારિયેળના તેલની મદદથી તેની ચમકને પાછી લાવી શકાય છે. નાળિયેરનું તેલ વાપરવાથી લાકડાંમાં ભેજ ઉત્પન્ન થાય છ એને તેમાં ચમક લાવે છે. જેનાથી આ પોલિશ અને ખૂબ જ સારી રીતે જાળવી રખાયેલું નજરે પડે છે. તેના ઉપયોગ માટે સૌથી પહેલા એક મુલાયમ કપડાં પર થોડું નાળિયેરનું તેલ લગાવો અને અંતે એક સાફ અને સુકા કપડાંથી તેને ક્લિન કરી નાખો. તમે જોશો કો લાકડાંના ફર્નિચરમાં એક ચમક આવી જશે.
ફર્શની સફાઈ માટે સરકો અને બેકિંગ સોડા
આપણે બધા જ ઘરની ફર્શની સફાઈ માટે ફ્લોર ક્લિનરનો ઉપયોગ કરીએ છીએ, પણ જો તમે કેમિકલ-ફ્રી રીતે ફર્શ ને સાફ રાખવા માગતા હો તો સરકા અને બેકિંગ સોડાનો ઉપયોગ કરો.
સરકો ચિકાસને દૂર કરવાની સાથોસાથ તેને ડિસ્ઈન્ફેક્ટ પણ કરે છે અને દુર્ગંધને પણ ખતમ કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે એક બાલદીમાં સરકો અને પાણીને બરાબર માત્રામાં મેળવો. આ પછી તેમાં કેટલાંક મોટા ચમચા બેકિંગ સોડા મેળવો. તૈયાર ઘોળથી ફર્શ પર પોતું મારો. જો તમ ેચાહો તો ખુશ્બુ માટે તેમાં તમારા પસંદગીની એસેન્શિયલ ઓઈલની એક-બે ટીપાં પણ મેળવી શકો છો.
ટાઈલ્સની સફાઈ માટે મુલતાની માટી
મુલતાની માટીના બ્યુટિ બેનિફિટ્સ અંતે તો આપણે બધા જ જાણીએ છીએ પણ શું તમને એની જાણ છે કે મુલતાની માટી તો ટાઈલ્સને ક્લિન કરવામાં પણ એટલી જ કારગત છે. વાસ્તવમાં મુલતાની માટી એક પ્રાકૃતિક માટી છે, જે ગંદકી અને મેલને શોષી લે છે. આથી જ્યારે તેની મદદથી ટાઈલ્સ સાફ કરવામાં આવે છે તો તે ચમકદાર થઈ જાય છે. આના ઉપયોગ માટે મુલતાની માટીને પાણી સાથે મેળવીને પેસ્ટ બનાવો અને તેને ટાઈલ્સ પર ઘસો. આ પછી તેને પાણીથી ધોઈ નાખો અને લુંછીને સુકવો.
કીટાણુઓને દૂર રાખે લીમડાંના પાન
ઘરમાં વિવિધ પ્રકારના જીવજંતુઓ અને કીટાણુ થવા સાવ સામાન્ય વાત છે. કિચન ઉપરાંત ઘરનાં અન્ય કેટલાંક ભાગોમાં આપણને અનેક નાના-મોટા જીવજંતુ - કીટાણુઓ નજરે પડે છે, પણ તેનાથી છૂટકારો મેળવવા માટે કેમિકલના સ્પ્રેને બદલે લીમડાંના પાનનો ઉપયોગ કરો. લીમડામાં પ્રાકૃતિક કીટાણુનાશક ગુણ હોય છે, જે કીડાંને દૂર ભગાવવામાં મદદરૂપ થાય છે. આના ઉપયોગ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તને ઠંડુ પાડો. હવે તમે લીમડાંના પાણીનો ઉપયોગ કીટકગ્રસ્ત એરિયામાં સ્પ્રે કરવા માટે કરો.
કાંદાથી ચમકાવો મેટલ ગ્રિલ
મેટલ ગ્રિલમાં જામેલી ગંદકીને સાફ કરવી કંઈ આસાન તો નથી જ. આથી મોટે ભાગે આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. જો કે કાંદામાં મોજુદ એન્જાઈમ ગ્રિલ મોજુદ જિદ્દી ગંદકી - અવશેષોને તોડી નાખે છે, જેથી સરળતાથી સાફ થાય છે. આના ઉપોયગ માટે કાંદાનો અડધો કાપો અને પછી તેને ગ્રિલ પર ઘસો, જેથી ગ્રીસ અને ગંદકી નીકળી જાય.
કાચને સાફ કરવા માટે સફેદ સરકો
ઘરમાં કાચની બારીથી માંડીને અરિસા સાફ કરવા માટે તમારે અલગથી મિરર ક્લિનર ખરીદવાની જરૂર નથી. સફેદ સરકાની મદદથી ખૂબ જ સારી સફાઈ થઈ શકે છે કારણ કે તે કાચ પર મોજુદ સ્ટ્રિક્સને અસરકારક રીતે દૂર કરે છે અને સાથોસાથ તેના ઉપયોગથી કાચ પણ ચમકવા લાગે છે. કાચની સપાઈ માટે એક સ્પ્રે બોટલમાં સફેદ સરકો અને પાણીને બરાબર ભાગે મેળવો અને કાચની સપાટી પર સ્પ્રે કરો અંતે એક માઈક્રોફાઈબર કપડાંથી તેને લુંછી નાખો. આમ કરવાથી કાચની સપાટી ચમકવા લાગશે.
- ભૂપેન્દ્ર પટેલ