લગ્ન પહેલા સુંદરતાની કાળજી .
લગ્નના દિવસના બે-ત્રણ દિવસ પહેલાં કન્યા બ્યુટી પાર્લરમાં જતી હોય છે. પરંતુ લગ્નના ઘણા દિવસો પહેલાથી જ સુંદરતાની કાળજી કરવાની શરૂઆત કરી દેવી જોઇએ.
લગ્ન પહેલા જેટલા જલદી ત્વચાની કાળજી શરૂ કરશો તેટલી જ ત્વચા વધુ સુંદર દીપશે.
-ક્લિંસિંગ,ટોનિંગ, મોઇશ્ચરાઇજિર નિયમિત કરો.
-માઇલ્ડ ક્લિન્જર યૂઝ કરવું.
- અઠવાડિયામાં બે અથવા ત્રણ વખત સ્કિનને એક્સફોલિએટ કરવી
-ઊચ્ચ ગુણવક્તાયુક્ત સનસ્ક્રીન લગાડવું. ચહેરાની સાથેસાથ ેઅન્ય બોડી પાર્ટસ પર પણ લગાડવું.
-ગુલાબજળ ત્વચા પર લગાડવાથી ત્વચા પર તાજગી આવશે.
-કાકડીના પૈતાને આંખો પર રાખવા. અથવા તો રૂને ગુલાબજળમાં ભીંજવીને આંખ પર રાખવા.
-ફક્ત ચહેરો જ નહીં પરંતુ હાથ-પગની ત્વચા પર પણ ધ્યાન આપવું. રાતના સૂતાપહેલા ક્રિમ લગાડવું જેથી ત્વચા કોમળ થાય.
-સ્કિન ટેન થઇ ગઇ હોય તો ડિટૈન ફેશિયલ કરાવવું.
-ખીલની સમસ્યા હોય તો શક્ય હોય તેટલી જલદી સારવાર કરાવવી.
-નિયમિત વર્કઆઉટ કરવું.
- વિટામિન સી સીરમ સ્કિનને રિન્કલ ફ્રી રાખે છે. તેમજ મુલાયમ બનાવે છે. તેમજ વિટામીન સીમાં સમાયેલ એન્ટી ઓક્સીડન્ટસ પણ ત્વચાને યંગ લુકઆપે છે તેમજ તડકાથી રક્ષણ આપે છે.
-હોઠ પર મલાઇથી મસાજ કરવો, જેથી હોઠ મોઇશ્ચરાઇઝ થશે અને હોટ પરની કાળાશ પણ દૂર થશે.
-તાણથી દૂર રહેવું, સ્ટ્રેસથી માનસિક તાક દૂર થાય છે . શક્ય હોય તેટલું ખુશ રહેવું. જેટલા કુશ રહેશો તેટલો ત્વચા પર ગ્લો આવશે.
-પૂરતી નિંદ્રા લેવી.અપૂરતી નિંદ્રાથી ખીલ, કાળા ડાઘા, ડલ સ્કિન તથા વાળ ખરવા જેવી સમસ્યા થાય છે.
-વેક્સિંગ, બ્લીચિંગ અને આઇ બ્રોઝ લગ્ના બે-ત્રણ દિવસ પહેલા જ કરાવવું.
-ચંદન પાવડર અને મધ ભેળવી પેસ્ટ બનાવવી ચહેરા પર લગાડી સુકાજિાયએટલે ધોઇ નાખવું. ત્વચા મુલાયમ ચળકતી થાય છે.
-ચણાના લોટમાં દહીં અથવા દૂધ લગાડીને લગાડવું.
-પપૈયા, દ્રાક્ષ અને કેળાના ગરને ભેળવી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું.
-એવોકોડો ઓઇલથી બોડી મસાજ કરવું. રાતના સૂતા પહેલા મસાજ કરવો. તે સ્કિનને મુલાયમ બનાવે છે.
-મુલતાની માટીમાં થોડું ગુલાબજળ અથવા દૂધ ભેળવીને લગાડવું.
-એક-એક ચમચો ચણાની દાળ, મસૂરની દાળ, ચોખા અને મગને બે કલાક માટે ભીંજવી તેને દળી લેવા. પછી આ પેસ્ટમાં ચપટી હળદર અને દહીં ભેળવી ઉબટન બનવવું. ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાખવું.
-ગુલાબની પાંખડીઓ પણ ત્વચા માટે ફાયદાકારક છે. તૈલીય ત્વચા હોય તો ગુલાબની પાંખડીઓને દૂધ સાથે અને રૂક્ષ ત્વચા હોય તો મિલ્ક ક્રીમ સાથે ક્રશ કરવું. આ પેક ૨૦ મિનીટ સુધી ચહેરાપર લગાડી રાખવો.
-પપૈયાના ટુકડાને ત્વચા પર રગડવાથી ડાઘ-ધાબા દૂર થાય છે. તેમજ સ્કિન ગ્લો કરે છ.ે
-સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી તેમાં કાચું દૂધ તથા થોડું ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૩૦ મિનીટ પછી ધોઇ નાખવું.
-ડલ સ્કિનને હેલ્ધી બ્રાઇડલ ગ્લો આપવા માટે મધનો ઉપયોગ કરવો. રોજ મ ધને ચહેરા પર ૧૦ મિનીટ સુધી લગાડી રાખવું.
-ઘઉંના થૂલામાં મધ, દૂધ અને બદામનું તેલ એક એક ચમચો ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડી ૧૫ મિનીટ રહીને ધોઇ નાખવું.
-રોજ રાતના સૂતા પહેલા એલોવીરાના પલ્પ અથવા ગરથી ચહેરા પર મસાજ કરવો. તેનાથી સ્કિનને બ્રાઇટ લુક મળે છે તેમજ ત્વચામાં કસાવ આવે છે.
- જયવિકા આશર