એક મજાની વાર્તા : સંગાથ... .


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

પત્ર તેના આવતા તો હવે ઓછા થયા,

સ્થાન તેનું જો કે હવે  ઈમેલે લઇ  લીધું

રૂબરૂ મળીને ભેટવાનું હવે રહ્યું જ નથી

સ્થાન તેનું જોકે હવે ફેસ ટાઈમે  લઇ લીધું

કરવું શું હવે આ સહુ માણસોનું

જયારે તેમનું સ્થાન યંત્રોએ લઇ લીધુંું ...

ક્યાંક ક્યાંક એવું લખીને અટકું છું,

વિચારું આ એકલતા નું 

સ્થાન કોણ લેશે હવે !!

અંકિતા લખી રહી હતી - શબ્દો ટપકાવી રહી હતી. તેને ખબર હતી કે કેટલાક સમયથી તે લખી રહી છે, કરે શું હવે તે પણ ! તેની સંગાથે કોઈ છે જ નહીં. રોજ આવતી તે બેસતી અહીં નદીની પાળે અને પાછી આવીને કંઈક અને કંઈક ડાયરીમાં ટપકાવતી રહેતી. તેના બંને દીકરા હતા વિદેશ - અલબત્ત જુદા જુદા દેશમાં !

 અંકિતા બે વખત જઈ આવી પણ તેને ત્યાં બહુ ગોઠતું નહીં. જયારે અનિકેતે અંકિતાને કીધેલ કે માં મારે વિદેશ જવું છે ભણવા ત્યારે જ તેને પોતાના બાગમાં ખાલી થયેલ પંખીનો માળો યાદ આવી ગયેલ. અનિકેત ચાલ્યો ગયો અને એક વખત ફોન આવી ગયો તેમાં કહી દીધું પોતે લગન કરી લીધા છે અને વિદેશ જ સ્થાયી થવા ઈચ્છે છે. ફરી અંકિતા ને દૂર ગગનમાં વિહરતા પંખીઓ યાદ આવી ગયા. આવી જ રીતે અનિરુદ્ધ પણ વિદેશ ચાલી ગયો અલબત્ત હજી તેણે લગ્ન કર્યાં નથી - તેણે લગ્ન નામે બંધનમાં બંધાવા જ માંગતો  નથી!

હવે શું કરવાનું ?અંકિતાનો આ રોજનો નિત્યક્રમ હતો , બપોરે તે સંસ્થાના કાર્યાલયમાં જતી અને પ્રશ્નોે સાંભળતી - હા તે વ્યવસાયે એક વકીલ હતી, પણ વકીલાત કરવાનું તો તેણે ક્યારનુંય છોડી દીધેલ. તેનું કામ હતું ી ને તેમનો હક , તેમની તકલીફ એ બધા માટે ન્યાય મેળવવા માટેની કાનૂની સલાહ - માર્ગદર્શન આપવાનું.  તે ીઓને આગળ ભણવા માટે શૈક્ષણિક સહાય મેળવવા માટે પણ માર્ગદર્શન આપતી , કોઈ ીને આથક રીતે પગભર થવું હોય તો તેના માટે પણ માર્ગદર્શન આપતી.

આ જિંદગીનો નિત્યક્રમ હતો અંકિતાનો. આજે સવારે એ એમ જ આ પાળ પર આવીને બેસી હતી, અચાનક જ તેને સમીર મળી ગયો. એ જ સમીર તેની સાથે તેણે જિંદગી સાથે જીવવાના સપના જોયા હતા . સ્વાભાવિક જ ફોન નંબરની આપ - લે થઇ અને પછી કોફી પીવા મળવાનું પણ ચાલુ થયેલ.

સમીર વિદેશ જતો રહ્યો હતો - કેટલાક સપના જોયા હતા તેની સાથે અંકિતા એ.. પણ સમીરની કૈક કરી બતાવવાની ધૂન તેણે વિદેશ લઇ ગઈ અને અંકીતા અહીં જ રહી ગઈ .. 

તેમનો કોલેજનો પ્રેમ બસ ત્યાં જ અટકી ગયો, સમીર ગયો તે ગયો અને આ બાજુ બે વર્ષમાં તો અંકિતાના લગ્ન થઇ ગયા. એ વખતે ક્યાં ઇમેઇલ હતા કે અંકિતા કઈ કરી શકે..

બસ અંકીતા ગોઠવાઈ ગઈ નીરજ સાથે - તેમનો સંસાર ચાલી રહ્યો ખુશ રૂપ અને બે દીકરા સાથે સુંદર પરિવાર પાંગરી રહ્યો હતો - પેલા હમણાં જ ઉગેલા ફૂલ કેવા સુંદર લાગી રહ્યા હતા .. તેમ ..

અચાનક જ કોઈકે આવીને એ ફૂલના છોડને વીંખી નાખ્યો જાણે કે ! અને નીરજ ચાલી ગયો - ઘરમાં જ હતો -  અંકિતા ની સામે જ .. તેના કાર્યાલયથી આવ્યો હતો - સારું નથી લાગતું તે વિચારથી અને ચા - નાસ્તો કરી સુઈ ગયો કે પછી ઉઠયો જ નહીં..

આ બાજુ સમીર વિદેશમાં રૂપિયા ખુબ કમાયો પણ પત્ની મેળવવામાં તેનો કોઈ મેળ પડયો નહીં. વિદેશમાં કાયમી વિઝા જલ્દી મળે તે આશાએ વિદેશી પણ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા અને જાણે કે તેની ગુલામી સ્વીકારી  લીધી. સમીરનો પરિવાર ત્યાં હતો પણ સમીરને કોઈ સંતાન ન હતું. તે દેશમાં આવ્યો હતો - હમણાં જ તેની પત્નીનો સ્વર્ગવાસ થયેલ એટલે થોડીક પારંપરિક વિધિ કરવા સમીર અહીં આવેલા.

સમીર અંકિતાને પૂછી રહ્યો હતો - હવે શું ? હવે શું કરવાનું ?

અંકીતા તું આવીશ મારી સાથે વિદેશ ! સમીર જઈ રહ્યો હતો પાછો વિદેશ - આવતા અઠવાડિયે તેની જ ટિકિટ હતી. આજે તે પૂછી રહ્યો હતો અંકિતાને ! આવીશ મારી સાથે ?

સમીરને કાલે જણાવીશ તેમ કહી તે નીકળી ગઈ ત્યાંથી - ભાગી છૂટી એવું પણ કહી શકાય...

ભૂતકાળ જે તેને હેરાન કરી રહ્યો હતો - સમીરના વિદેશ ગયા પછી પોતે કેવી એકલી પડી ગયેલ અને માતપિતાના લગ્ન કરી લેવાના સતત દબાણ સામે બે વર્ષ સુધી તેણે કેવી લડત આપેલ તે સમીરને ક્યાં ખબર હતી !!!

ખુબ જ પ્રયત્નો પછી સમીરનો સંપર્ક નંબર મળેલ - તેણે ફોન કરેલ અને તેની વિદેશી પત્નીએ ફોન ઉપાડેલ - અંકીતાએ જે તકલીફ તે વખતે અનુભવેલ - જાણે કે કોઈ સુંદર ફૂલને તમે પગ નીચે કચડીને આગળ ચાલી નીકળો છો - પાછળ જોવાની તકલીફ લીધા વગર !!!

સમીરને એ ક્યાં ખબર હતી કે અંકિતાને મૂકીને એ વિદેશ ગયેલ ત્યારે અંકીતા સગર્ભા હતી અને તેમનું બાળક એટલે કે અનિકેત - એ જ અનિકેત સાથે નીરજે અંકિતાને આવકારી હતી પોતાના જીવનમાં. નીરજે ક્યારેય અનિકેતને જણાવ્યું જ નહોતું કે તે તેનું સંતાન નથી !!!

અંકીતા નિરજના ફોટા સામે જોઈ બોલી રહી હતી - કદાચ ભગવાનને પણ તમારી જરૂર વધારે હશે એટલે જ મારી પાસેથી તમને લઈ લીધા - એ અંકિતા કહી રહી હતી - તમને અહીં મૂકીને હું ક્યાંય નહીં જાઉં.. તમે તો સતત મારી સાથે જ તો છો - હું કઈ એકલી નથી...

હું તો ખુશ જ છું અહીં મારી દેશી જમીનમાં - વિદેશી જમીનમાં થોડા ફૂલો પાંગરે !!!

એ જ નિરજના ખાસ આગ્રહથી તેણે વકીલાતની પરીક્ષા પાસ કરેલ - અનિરુદ્ધનાં જન્મ પછી જ તો. અને એટલેજ એક સેવાભાવ સાથે આજે એ જરૂરિયાત વાળા લોકો માટે કામ કરી રહી છે.

લાગણીના તાણાવાણા માં બંધાવાની ઉંમર તો હવે ચાલી ગઈ છે મારી સમીર - હું તો જડમૂળથી બંધાઈ ગયેલ છું અહીંયા જ .. સમીરને તેણે મેસેજ મોકલ્યો ફોન પર ...

લેખક : કૃપાલી વિરાગ શાહ

City News

Sports

RECENT NEWS