એક મજાની વાર્તા : 'ફરજ ભંગ' .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- ઓફિસમાં પંખા નીચે ઉભેલા રાજવીરના હાથમાં સસ્પેન્શન નો મેમો ફરતો હતો. જોકે તે પેલી મજૂર ની દીકરી ની ધ્રુજારી કરતા ઓછો હતો.
'ઝૂંપડાઓ છીનવાતાં થર થર ધ્રુજતાં બાળક, નર ને નાર
સભામંચના બેનરમાં હસતાં નેતાનાં જુઓ લાખેક્કણા શણગાર'
પોલીસ કોન્સ્ટેબલ રાજવીર સામે આજે તપાસ ચાલી રહી હતી... તેની ફરજ ના કલાકો દરમિયાન કાચા કામનો કેદી કસ્ટડીમાંથી નાસી છૂટયો હતો, હજુ ગત વર્ષે જ એને બઢતી સાથે શ્રેષ્ઠ ફરજ નિષ્ઠ પોલીસકર્મીનો એવોર્ડ મળ્યો હતો. પણ આજે ચિત્ર અલગ હતું. જાણે મોટો ગુનેગાર ભાગી ગયો હોય તેવા વલણથી તપાસ ચાલુ થઇ હતી. તપાસનીસ અધિકારી ખંધી નજરે રાજવીરની હાંસી ઉડાવતો હોય એમ સવાલો કરતો હતો.
વાત એમ હતી કે, શહેરમાં ઠેર ઠેર તૈયારી થતી હતી, વિવિધ બેનરોથી શહેર આખું નવા વસ્ત્રોમાં જાણે સજ્જ થઇ રહ્યું હતું, સ્કુટર અને કાર રેલીનું આયોજન પણ ગોઠવાયું હતું. એક બાજુથી સખત ઠંડી અને બીજી બાજુ આગમનનાં કારણે ભવ્ય ઉજવણીનો માહોલ.
આ બાજુની ઝૂપડપટ્ટી આમેય કાયદેસર તો નહોતી, પંદર વીસ ઝૂપડા હતાં પણ આ તો પોલીશ બેડાથી થોડે દુર એટલે ત્યાં રહેતી સ્ત્રીઓ પોલીસ કર્મીઓનાં ઘરે વાસણ કપડા વગેરે કામ કરતી અને પુરુષો છૂટક મજુરી કરતાં એક બીજા ને ઉપયોગી થતા... કોઈને આ ઝૂપડપટ્ટી બાધારૂપ નહોતી. પણ આજે ઠેર ઠેર નાના મોટા મંચ બંધાવા લાગ્યા અને એમાં આ જગ્યાને સભામાં આવનારા અને રેલીનાં વાહનોનાં પાકગ માટે ઉપયોગમાં લેવાનું નક્કી થયું. નગર સેવકોએ રાતોરાત ઝૂપડાઓ હટાવવાનું નક્કી કર્યું. બે ચાર લારી વાળાઓની લારી તો તોડી ફોડી વાનમાં લઇ ગયા. ઝૂપડાવાસીઓને હાંકી કાઢયા. ડરનાં માર્યા આ લોકોને સમજાતું નહોતું કે રાત માથે લઇને ક્યાં જવું ? સ્ત્રીઓ અને બાળકોની રોકકળ સાથે સખત ઠંડા પવનથી ધ્રુજતાં ભયના માર્યા, આજુબાજુ ગમે ત્યાં રહેવા માટે ગોઠવાવાની પળોજણમાં પડી ગયાં...
રઘુ અને રમા નાની બાળકી સાથે એક સંસ્થાની બહાર ઓટલા પર ગોઠવાયા, પણ ઠંડીની માત્રા વધતી જતી હતી, મા-દીકરી ઠુંઠવાતા હતા. રમાએ કહ્યું, રાધીનાં બાપુ, છોડી બવ ધરુજે સે આ હામે આટલા બધા પરદામાંથી એક લઇ આવોને, આને ટેકો રેહે હવારે પાસા બાંધી દેઝો. રઘુને લાગ્યું કે વાત કઈ ખોટી નથી અને એ રસ્તા પર લટકતા બેનર ખેંચી ને દીકરીને જેવો ઓઢાડવા ગયો ત્યાં એક પોલીશનો લોખંડી પંજો તેને બોચીએથી જાલીને ગાળો દેતો મારતો મારતો ગેઇટમાં લઇ ગયો.
આજે ગેઇટમાં રાજવીર ડયુટી પર હતો, રઘુએ બે હાથ જોડી એને વાત કરી. એણે રઘુને શાનમાં સમજાવી દીધો. અને થોડી મીનીટોમાં રઘુ પોતાની પત્ની અને બાળકીને લઇ દુર નીકળી ગયો.
રાજવીર એક પ્રમાણિક અને માનવતાવાદી અભિગમ ધરાવતો અધિકારી હતો, એનાં આ વિસ્તારમાં આવ્યા પછી લોકોમાં રાજકીય વગ ધરાવતા ગુંડાઓનો ભય ઓછો થયો હતો. આ પ્રમાણિક અધિકારી એના હાથ નીચેના માણસોને પણ નડતો હતો. તક સાધી પેલા લોકોને બાતમી પહોંચાડી દીધી. એકાએક ગેટમાં દેકારા પડકાર કરતા ત્રણ ચાર કાર્યકરો આવી ચડયા. એ લોકોએ આ વિસ્તારના ચીફ ઇન્સ્પેક્ટરને પણ બોલાવ્યા હતા, રાજવી રે ઉભો થઈને એના સાહેબને સલામ કરી. તરત જ એક ફરી કાર્ય કરે ફરિયાદના સુર સાથે કહ્યું, 'સાહેબ ઘણા સમયથી અમે પરેશાન છીએ પ્રજાના સેવક તરીકે અમારી ફરિયાદ સાંભળવામાં આવતી નથી આજે પ્રધાન શ્રીની સભામાં વિક્ષેપ ઊભો કરવાનું વિરોધ પક્ષનું કાવતરું હતું જેમાં તમારા આ એણે માથે રહીને ગુનેગારને ભગાડી મૂક્યો છે.'
ટિફિન ઇન્સ્પેક્ટરને ઉપરથી આવેલ ફોન પ્રમાણે જ કામ કરવાનું હતું. તેણે રાજવીરને સસ્પેન્ડ જાહેર કર્યો. ત્યાં ઉભેલા ટીવી પત્રકારોએ લાઈવ રેકોડગ કરી આ ઘટનાને મસ મોટા સમાચાર બનાવી દીધા. ટીવી પર સમાચારમાં નગર સેવકો અને મુખ્ય અધિકારીઓના ઇન્ટરવ્યૂ થયા, એક નગર સેવક બોલતો હતો કે ગમે તેવા ચમરબંધીને પણ છોડશું નહીં.
મુખ્ય પોલીસ અધિકારીએ સનસનીખેજ ખુલાસામાં જણાવ્યું કે એક કાવતરામાં સાથ આપવા બદલ ફરજ ભંગના ભાગરૂપે સબ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજવીરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.