For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિંમતનગર અને વડાલીમાં સસ્તા અનાજની બે દુકાનોના પરવાના 90 દિવસ માટે મોકુફ

- સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

- બંને દુકાનોના રેશનકાર્ડોની તપાસ પુરવઠા વિભાગ કરશે : ચાર સામે ફરિયાદ કેટલાક સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા : સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડવા પ્રયાસો

Updated: Jul 9th, 2021

હિંમતનગર, તા.8

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્ય વ્યાપી સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાડનો રેલો સાબરકાંઠા સુધી આવ્યા બાદ જિલ્લાના સસ્તા અનાજના ત્રણ દુકાનદારો ઉપરાંત ઈડરની મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ચાર જણા વિરૂધ્ધ ફરીયાદ નોધાયા બાદ તપાસની તજવીજ શરૂ થઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના પુરવઠા વિભાગે મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને છુટો કર્યા બાદ હિંમતનગર તેમજ વડાલીના મળી બે સસ્તા અનાજના દુકાનદારના પરવાના ૯૦ દિવસ માટે મોકુફ કરી દેવામાં આવ્યાં છે.

ગરીબ રેશનકાર્ડ ધારકોને મોંમાથી કોળીયો ઝુંટવી અનાજ સગેવગે કરી દેવાના રાજ્ય વ્યાપી કૌભાડમાં સાબરકાંઠા જિલ્લાના ૩ સસ્તા અનાજની દુકાનધારકોના અને ઈડર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરના નામો ખુલતા અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે ૪ જણા વિરૂધ્ધ કાર્યવાહી કરી તપાસ આદરી હતી. જિલ્લા પુરવઠા વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હિંમતનગરના સસ્તા અનાજના દુકાનદાર સાવન મોદી અને કમલેશ મોદી તેમજ વડાલીના ઈરફાનભાઈની દુકાનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પુરવઠા વિભાગે ઈડરની મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સૈયદ મોઈનખાન મોહસીનખાનને કૌભાંડ બહાર આવ્યા બાદ અને તેમાં તેના નામની સંડોવણી ખુલતા ૨૮ જુનના રોજ પુરવઠા વિભાગે કોમ્પ્યુટર ઓપરેટરને નોકરીમાંથી છુટો કરી દીધો છે.

પુરવઠા વિભાગ ધ્વારા રાજયવ્યાપી ગરીબ રેશનકાર્ડ ધારકોના અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં સંડોવણી બદલ હિંમતનગરના સસ્તા અનાજના દુકાનધારક સાવન મોદીની દુકાનનો અને વડાલીના સસ્તા અનાજના દુકાનધારક ઈરફાનભાઈનુ સસ્તા અનાજનો પરવાનો ૯૦ દિવસ માટે મોકુફ કરી દીધો છે િંહંમતનગર અને વડાલીના સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધરાવતા તમામ ગ્રાહકોના રેશનકાર્ડોની પુરવઠા નિરીક્ષક યુ.એમ. પટેલ, હિંમતનગરના નાયબ મામલતદાર પુરવઠા એન.બી. રાઠોડ સહિતની ટીમ હિંમતનગર અને વડાલીની કૌભાંડમાં સંડોવાયેલ દુકાનધારકોના રેશનકાર્ડોની તપાસ ચલાવી રહી છે.

ઈલોલ પંથકના સસ્તા અનાજના કેટલાક સંચાલક ભુર્ગભમાં

રાજય વ્યાપી સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ ગરીબોનુ અનાજ વેચી નાખનાર કૌભાંડીયાઓના મુળ સુધી પહોચવા તપાસ આદરી રહી છે અને બીજી બાજુ જિલ્લા પુરવઠા વિભાગ ધ્વારા પણ કૌભાંડમાં સંડોવાયેલ સંચાલકોના પરવાના મોકુફ કરવા સુધીની કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે હિંમતનગર તાલુકાના ઈલોલ પંથકમાં પણ અનાજ કૌભાંડની તપાસનો રેલો ૫હોચતા ઈલોલ ૫ંથકના કેટલાક સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ભુર્ગભમાં ઉતરી પડયા છે.

Gujarat