For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિંમતનગરના બેન્ડ બાઝા એસો. દ્વારા ડ્રેસ કોડ સાથે વિરોધ પ્રદર્શન

- જિલ્લામાં એક લાખથી વધુ લોકોને અસર

- ધંધા રોજગાર શરૂ ન થતા કફોડી સ્થિતિ : પાંચ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી

Updated: Jul 8th, 2021

Article Content Imageહિંમતનગર, તા. 7

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે બેન્ડ વાજા એસોસિયેશનના લોકો દ્વારા ડ્રેસ કોડ સાથે અનોખો વિરોધ કરીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. નોંધનીય છે કે કોરોનાનું સંક્રમણ ઘટતા ધંધા રોજગાર પુનઃ રાબેતા મુજબ રાબેત કરવા ચોમેરથી માગ ઉઠી રહીં છે.

સરકારે અનલોક કરીને તમામ લોકોને છુટછાટ આપી દીધી છે ત્યારે છેલ્લા ૨ વર્ષ કરતા પણ વધુ સમયથી બેન્ડ એસોસિયેશનના લોકો રોજી રોટી માટે વલખા મારી રહ્યા છે. એક બેન્ડ વજા કંપની સાથે ૧૫ થી ૨૦ લોકોને રોજગારી મળતી હોય છે એવા જિલ્લાના ૧ લાખથી વધુ લોકો હાલ બેરોજગાર બની ગયા છે અને કોઈ અન્ય મજુરી કરે છે તો કોઈને દેવુ વધી ગયુ છે.

બેન્ડ વાઝા  એસોસિયેશન દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી કે અમારો ધંધો ફરી શરૂ કરવા મંજૂરી આપો. આજે પોતાના વાજિંદ્રો અને ડ્રેસ કોડ સાથે કલેક્ટરને મળવા પહોચ્યા હતા અને રજુઆત પણ કરી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી પાંચ દિવસમાં જો સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી.

Gujarat