For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણ આફ્રિકાની ૨૯ વર્ષની યુવતીએ ૮૦ વર્ષના ઉંમરલાયક સાથે કેમ લગ્ન કર્યા ?

કજોડાના વેશ જેવા આ લગ્નએ સમગ્ર દુનિયામાં ચકચાર મચાવી છે

ભલેને ઉંમરમાં અંતર હોય છતાં એક બીજાના પૂરક સમજે છે

Updated: Feb 10th, 2021


Article Content Image

જોહાનિસબર્ગ,૬ ફેબુઆરી,૨૦૨૧,ગુરુવાર 

ઘણી વાર લગ્ન કરતા યુગલોની ઉંમરમાં તફાવત જોવા મળતો હોય છે પરંતુ દક્ષિણ આફ્રિકાની ૨૯ વર્ષની યુવતીએ તેનાથી ૫૧ વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કરતા ચકચાર મચી ગઇ છે. આ કજોડા લગ્ન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. યુવતીનું નામ તેરજેલ રાસમૂસ અને ૮૦ વર્ષના પુરુષનું નામ વિલ્સન રાસમુસ છે.  વર્ષ ૨૦૦૨માં પત્નીનું અવસાન થતા વિલ્સન એકલો પડી ગયો હતો. આ બંને વચ્ચેની પ્રેમકહાનીની શરુઆત વર્ષ ૨૦૧૬માં થઇ હતી. બંને એક સ્થાનિક અખબારના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને કહેવાય છે કે પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. 

Article Content Image

તેરજેલનું માનવું છે કે તેના પતિ ખૂબજ અલ્લડ, અદભૂત અને બુધ્ધિશાળી છે. જયાં સુધી પોતે વિલ્સનને મળી ન હતી ત્યાં સુધી પ્રેમને કયારેય ગંભીરતાથી લીધો ન હતો. વિલ્સન સાથેનો પ્રેમસંબંધ સૌથી લાંબો ચાલ્યો હતો. પ્રેમ થયાના ૩ મહિના પછી લગ્ન કરવાનું નકકી કર્યુ હતું. આ દરમિયાન તેરજેલના પિતાનું મુત્યુ થતા પ્રેમી વિલ્સને ખૂબજ કાળજી લીધી હતી.  તેરજેલના પિતા હવે નથી પરંતુ તેની માતાએ પણ આ સંબંધ સ્વીકાર લીધો છે. જયારે બંનેના લગ્ન થયા ત્યારે ૮૦ વર્ષના વિલ્સનની ૫૬ વર્ષની પુત્રી પણ હાજર રહી હતી.

 આ બંને કપલ એકબીજાનો સાથ નિભાવવા સાથે જ રહે છે.  બંને વચ્ચેની ઉંમરના વિશાળ અંતર અંગે માને છે કે અમે એક બીજાના પૂરક છીએ. પતિ વિલ્સન જીવનના અનુભવોનું રોચક વર્ણન કરે છે તે પત્ની તેરજેલને ખૂબ ગમે છે. વિલ્સને જણાવ્યું કે તેરજેલ સાથે આ રીતે જીવન સંબંધ બંધાશે તે અંગે કયારેય વિચાર્યુ પણ ન હતું. આનંદિત અને સ્વસ્થ છું. નવાઇની વાત તો એ છે કે ૮૦ વર્ષના વિલ્સન કહયું કે તેરજેલ તેને વૃધ્ધાવસ્થા દરમિયાન ખૂબ જ મદદ કરશે. આનો અર્થ કે ૮૦ વર્ષે પણ પોતાને વૃધ્ધ સમજતા નથી.

Gujarat